તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • What To Do If There Is An Introvert, An Extrovert In The Family? Experts Say That It Is Better To Keep Everyone Together And Not Stress

ભાસ્કર વિશેષ:પરિવારમાં કોઇ અંતર્મુખી, કોઇ બહિર્મુખી હોય તો શું કરવું? નિષ્ણાતો કહે છે- બધાને સાથે રાખીને ચાલવું જ સારું, તણાવ પણ નહીં થાય

ન્યુયોર્ક13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિષ્ણાતોનું સૂચન- પરિવારના દરેક સભ્ય સાથે વાત કરો, તેનાથી ખૂલવા લાગશે
  • અંતર્મુખી અને બહિર્મુખી સભ્યો માટે જુદી-જુદી પ્રવૃત્તિ કરો તો તેમને ફરિયાદ નહીં રહે: નિષ્ણાત

‘મારા પતિ મારા કરતાં વધુ સામાજિક છે. તેમને લોકોને મળવું, હળવું-ભળવું, વાતો કરવી ગમે છે. કોરોના મહામારી પૂર્વે અમારે આ મુદ્દે ઘણીવાર બોલવાનું થતું પણ લૉકડાઉને તે સમસ્યા દૂર કરી દીધી હતી, કેમ કે કોઇ ક્યાંય જઇ શકતું નહોતું. હવે સ્થિતિ સામાન્ય થઇ રહી છે તેમ અમારી વચ્ચે ફરી ચકમક ઝરવા લાગી છે.’

લેખિકા સુઝેન કેન કહે છે કે આ કોઇ એક પરિવારની સમસ્યા નથી. ગ્રોસના પરિવારમાં વાત બાળકો સુધી પહોંચી ચૂકી છે. નાની દીકરી પતિ જેવી છે તો મોટી જેસિકા જેવી છે. પરિવારમાં આવા સભ્યો હોય તો તમામને સાથે રાખીને કેવી રીતે ચાલવું કે જેથી તણાવ ન સર્જાય તે એક્સપર્ટ્સ પાસેથી સમજો...

પરિવારના સભ્યોની પ્રાથમિકતા સમજો, તેનાથી સમસ્યાઓ દૂર થશે
સ્વભાવ આંકવા માટે જુઓ કે બાળકો બીજા સાથે વાત કરવામાં સહજ છે કે અસહજ? રમતના મેદાનમાં પણ અલગ રહેવાનું પસંદ કરે છે? મેરિલેન્ડ યુનિ.ના હ્યુમન ડેવલપમેન્ટના પ્રો. કેનેથ રુબિન કહે છે કે પરિવારના લોકોને આંકવા વિચિત્ર લાગી શકે છે પણ તેનાથી સમસ્યાઓ દૂર થાય છે. તેમની સાથે વીકએન્ડની પ્રવૃત્તિઓ અંગે ચર્ચા કરો. સામાજિક પ્રવૃત્તિઓનું પ્લાનિંગ કરો. રવિવારે તમારી ઇચ્છા પૂરી કરો.

અંતર્મુખી સભ્યોને ચર્ચામાં સામેલ કરો, જેથી તેમને એકલું ન લાગે
બહિર્મુખી લોકો અંતર્મુખી જીવનસાથી કે બાળકોને ચર્ચામાં જરૂર સામેલ કરે. તેમને અહેસાસ કરાવે કે તેમનો અભિપ્રાય પણ મહત્ત્વનો છે. અંતર્મુખી સ્વભાવ અંગે ઘણું લખી ચૂકેલાં સુઝેન કહે છે કે અંતર્મુખી અને બહિર્મુખી લોકોના સંતોષ માટે જુદી-જુદી પ્રવૃત્તિઓ કરો. જેમ કે મારી નાની દીકરીને મારા પતિ પાર્કમાં લઇ જાય છે જ્યારે હું અને મોટી દીકરી ઘરે રહીને વાંચન કરીએ છીએ. બધા ખુશ, કોઇ તકલીફ નહીં.

ક્યારેક બાંધછોડ કરી લો પરંતુ દર્શાવો પણ ખરા કે તમને ગમ્યું નથી
સુઝેન જણાવે છે કે ઘણીવાર આપણે બાળકોને ઘરે મૂકીને બહાર જઇએ છીએ. મને લાગે છે કે આપણે આ સમય સાથે વિતાવીએ પણ પતિને વધુ લોકોને મળવું ગમે છે. તેથી અમે ડિનર પછી ફ્રેન્ડ્સને મળવા જતા રહીએ છીએ. ક્યારેક હું એકલી ઘરે આવી જાઉં છું અને મારા પતિ ફ્રેન્ડ્સ સાથે જતા રહે છે. હવે મહામારીનું જોર ઘટતા એટલી રાહત છે કે આપણે ફરી સામાજિક રીતે સક્રિય થઇ શકીશું, જેનાથી તણાવ પણ ઘટશે.

અન્ય સમાચારો પણ છે...