ફતવો જાહેર થયાનાં 33 વર્ષ બાદ ઘાતક હુમલો:સલમાન રશ્દીએ 'ધ સેતાનિક વર્સિસ'માં શું લખ્યું હતું, જેની આગ હજુ પણ સળગી રહી છે

ન્યૂયોર્ક2 મહિનો પહેલાલેખક: અનુરાગ આનંદ
  • કૉપી લિંક
  • અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સલમાન રશ્દી પર હુમલો થયો હતો.

'શરૂઆતથી માણસે ખોટાને સાચું ઠેરવવા માટે ઈશ્વરનો ઉપયોગ કર્યો.'

આ વાત લેખક સલમાન રશ્દીએ 34 વર્ષ પહેલાં, એટલે કે 1988માં પોતાના પુસ્તક 'ધ સેતાનિક વર્સિસ'માં લખી હતી. આ પુસ્તકને કારણે સલમાન રશ્દી પર પયગંબરનું અપમાન કરવાનો આરોપ લાગ્યો હતો. 1989માં ઈરાનની ઈસ્લામિક ક્રાંતિના નેતા યાતુલ્લા ખુમેનીએ રશ્દી વિરુદ્ધ મોતનો ફતવો જાહેર કર્યો હતો.

આ ફતવો જાહેર થયાનાં 33 વર્ષ બાદ શુક્રવારે અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં સલમાન રશ્દી પર ઘાતક હુમલો થયો હતો. ન્યૂયોર્ક સ્ટેટ પોલીસના જણાવ્યા અનુસાર, સવારે 11 વાગ્યે ચૌટૌકા સંસ્થામાં હુમલાખોર ઝડપથી સ્ટેજ પર દોડી ગયો અને સલમાન રશ્દી પર છરી વડે હુમલો કર્યો હતો. સલમાન રશ્દીના ગળા પર છરી વાગી અને તેઓ સ્ટેજ પર પડી ગયા હતા. રશ્દીને એર એમ્બ્યુલન્સ દ્વારા હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેનો વીડિયો તમે નીચે જોઈ શકો છો.

અહીં અમે સલમાન રશ્દીના જીવન અને તેમની સાથે જોડાયેલા વિવાદોની કહાની જણાવી રહ્યા છીએ.

'ધ સેતાનિક વર્સિસ' પુસ્તકની કહાની, જેને કારણે થયો જીવલેણ હુમલો
હિન્દીમાં નવલકથા 'ધ સેતાનિક વર્સિસ'નો અર્થ 'શૈતાની આયતે' છે. આ પુસ્તકના નામ પર મુસ્લિમ ધર્મના લોકોએ વાંધો ઉઠાવ્યો હતો. રશ્દીએ આ પુસ્તકમાં એક કાલ્પનિક કિસ્સો લખ્યો છે. વાત એવી છે કે બે ફિલ્મ કલાકારો વિમાનમાં મુંબઈથી લંડનથી જઈ રહ્યા છે. તેમાંથી એક છે ફિલ્મી દુનિયાનો સુપરસ્ટાર જિબ્રિલ અને બીજો છે 'વોઈસ ઓવર આર્ટિસ્ટ' સલાઉદ્દીન.

કેટલાક શીખ આતંકવાદીઓએ આ વિમાનને અધવચ્ચેથી હાઇજેક કર્યું હતું. આ પછી વિમાન એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થઈ રહ્યું છે. ત્યાર બાદ આતંકીઓએ પેસેન્જર સાથે દલીલબાજી શરૂ કરી દીધી. ગુસ્સે થયેલા આતંકવાદીએ વિમાનની અંદર બોમ્બવિસ્ફોટ કર્યો હતો.

આ ઘટનામાં જિબ્રિલ અને સલાઉદ્દીન બંને દરિયામાં પડીને બચી ગયા. આ પછી તેમનું જીવન બદલાઈ જાય છે. પછી એક દિવસ કોઈ ખાસ ધર્મના સ્થાપકના જીવન સાથે જોડાયેલી કેટલાક કિસ્સા પાગલપન તરફ જતા જિબ્રિલના સપનામાં આવે છે. એ પછી તેઓ તે ધર્મના ઇતિહાસને પુનઃસ્થાપિત કરવાનું વિચારે છે. આગળ, રશ્દીએ તેમની વાર્તાનાં પાત્રો જિબ્રિલ અને સલાઉદ્દીનના કિસ્સા એવી રીતે લખવામાં આવ્યા છે કે એને ઈશનિંદા માનવામાં આવે છે.

પુસ્તક પર પ્રતિબંધ અને જાનથી મારી નાખવાનો ફતવો
આ નવલકથા પર પ્રતિબંધ મૂકનાર ભારત પહેલો દેશ હતો. એ સમયે દેશમાં રાજીવ ગાંધીની સરકાર હતી. એ પછી પાકિસ્તાન અને અન્ય ઘણા ઇસ્લામિક દેશોએ એના પર પ્રતિબંધ મૂક્યો હતો. ફેબ્રુઆરી 1989માં રશ્દી વિરુદ્ધ મુંબઈમાં મુસ્લિમો દ્વારા સામૂહિક વિરોધપ્રદર્શન કરવામાં ઈવ્યું હતું. આ પ્રદર્શન પર પોલીસ ગોળીબારમાં 12 લોકો માર્યા ગયા અને 40થી વધુ ઘાયલ થયા.

આ તસવીર એ સમયની છે, જ્યારે નવલકથા 'ધ સેતાનિક વર્સિસ' માર્કેટમાં આવતાંની સાથે જ વિશ્વના ઘણા દેશોમાં વિરોધ શરૂ થયો હતો. (ફોટો ક્રેડિટ્સ: The British Library)
આ તસવીર એ સમયની છે, જ્યારે નવલકથા 'ધ સેતાનિક વર્સિસ' માર્કેટમાં આવતાંની સાથે જ વિશ્વના ઘણા દેશોમાં વિરોધ શરૂ થયો હતો. (ફોટો ક્રેડિટ્સ: The British Library)

ઈરાનની ઈસ્લામિક ક્રાંતિના નેતા અયાતુલ્લાહ ખુમેનીએ 1989માં તેમની સામે મોતનો ફતવો બહાર પાડ્યો હતો. માત્ર 3જી ઓગસ્ટ 1989ના રોજ સલમાન રશ્દીને સેન્ટ્રલ લંડનની એક હોટલમાં RDX વિસ્ફોટ દ્વારા મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેઓ આ હુમલામાંથી બચી ગયા હતા. બાદમાં મુજાહિદ્દીન ઓફ ઈસ્લામે આ ઘટનાની જવાબદારી સ્વીકારી હતી. માનવ બોમ્બ બનીને એક વ્યક્તિએ હોટલની અંદર આ વિસ્ફોટને અંજામ આપ્યો હતો.

ત્યારથી સલમાન રશ્દી છુપાઈને અને પોલીસ રક્ષણ હેઠળ જીવી રહ્યા હતા. ઈરાનની સરકાર 10 વર્ષ પછી જાહેરમાં, એટલે કે1998માં કહ્યું હતું કે તે હવે સલમાનના મોતનું સમર્થન નથી કરતા. જોકે ફતવો યથાવત્ રહ્યો હતો.

2006માં હિઝબુલ્લા સંગઠનના વડાએ કહ્યું હતું કે લાખો મુસ્લિમો સલમાન રશ્દી દ્વારા કરવામાં આવેલી ઈશનિંદાનો બદલો લેવા તૈયાર છે. પયગમ્બરના અનાદરનો બદલો લેવા માટે કંઈપણ કરવા તૈયાર છે. 2010માં આતંકી સંગઠન અલકાયદાએ એક હિટ લિસ્ટ જાહેર કર્યું હતું, જેમાં સલમાન રશ્દીને ઇસ્લામ ધર્મનું અપમાન કરવા બદલ મારી નાખવામાં આવવાનું પણ કહેવામાં આવ્યું હતું.

સલમાન રશ્દી 2012માં જયપુરમાં લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા આવવાના હતા, પરંતુ બાદમાં ધમકીઓ અને વિવાદોને કારણે ભારત ન આવવાનો નિર્ણય કર્યો.
સલમાન રશ્દી 2012માં જયપુરમાં લિટરેચર ફેસ્ટિવલમાં ભાગ લેવા આવવાના હતા, પરંતુ બાદમાં ધમકીઓ અને વિવાદોને કારણે ભારત ન આવવાનો નિર્ણય કર્યો.

હાલના દિવસોમાં રશ્દી ન્યૂયોર્ક શહેરમાં વધુ આરામ અને મુક્ત જીવન જીવી રહ્યા હતા. 2019માં તેમની એક નવલકથાના પ્રચાર કરવા માટે મેનહટનની એક ખાનગી ક્લબમાં જોવા મળ્યા હતા. તે મહેમાનો સાથે ખૂલીને વાત કરી રહ્યા હતા અને ક્લબના સભ્યો સાથે ડિનર પણ કર્યું હતું. આ જ રીતે 12 ઓગસ્ટ 2022ના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા, જ્યાં તેમના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.

'ધ સેતાનિક વર્સિસ' વિવાદમાં 59 લોકોનાં મોત થયાં હતાં
સલમાન રશ્દીના પુસ્તક 'ધ સેતાનિક વર્સિસ'ને લઈને વિશ્વના ઘણા દેશોમાં હિંસક વિરોધપ્રદર્શનમાં 59 લોકો માર્યા ગયા હતા. આ મૃતકોમાં આ પુસ્તકના પ્રકાશકો અને અન્ય ભાષાના અનુવાદકોનો પણ સમાવેશ થાય છે.

જાપાની અનુવાદક હિતોશી ઈગારાશી દ્વારા રશ્દીના પુસ્તક 'ધ સેતાનિક વર્સિસ'નું તેમની પોતાની ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. એના થોડા દિવસો પછી જ તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. એ જ રીતે 'ધ સેતાનિક વર્સિસ'ના ઇટાલિયન અનુવાદક અને નોર્વેના પ્રકાશક પર પણ જીવલેણ હુમલા કરવામાં આવ્યો હતો.

કોણ છે સલમાન રશ્દી?
19 જૂન 1947ના રોજ મુંબઈમાં જન્મેલા સલમાન રશ્દી કાશ્મીરી મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. જન્મના થોડાં વર્ષો પછી જ રશ્દીનો પરિવાર બ્રિટનમાં રહેતો હતો. આવી સ્થિતિમાં ઈંગ્લેન્ડની ફેમસ રગ્બી સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ કર્યા બાદ રશ્દીએ આગળનું શિક્ષણ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મેળવ્યું હતુ.

ત્યાર બાદ 1968માં ઈતિહાસમાં MAની ડિગ્રી મેળવ્યા બાદ 1970માં લંડનમાં એડવર્ટાઈઝિંગ રાઈટર તરીકે નોકરી શરૂ કરી. આ પછી, 1975માં રશ્દીએ ગ્રીમસ નામનું પ્રથમ પુસ્તક પ્રકાશિત કર્યું હતું.

તેમની બીજી નવલકથા 'મિડનાઈટ્સ ચિલ્ડ્રન' માટે 1981માં 'બુકર પ્રાઈઝ' અને 1983માં 'બેસ્ટ ઓફ ધ બુકર્સ' એવોર્ડથી સલમાન રશ્દીનું સન્માન કરવામાં આવ્યું હતું. સલમાન રશ્દી દ્વારા લખાયેલા લગભગ 30 પુસ્તક છે, જેમાં ફિક્શન, નોન-ફિક્શન નોવેલ અને બાળકો પર લખેલાં પુસ્તકોનો સમાવેશ થાય છે.

સલમાન માત્ર તેના પુસ્તકને લઈને જ નહીં, પરંતુ તેની અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં અને વિવાદોમાં રહે છે. તેમની આ તસવીર ફૂડ રાઇટર અને ટેલિવિઝન કૂક નિગેલા લોસન સાથે છે. (ફોટો ક્રેડિટઃ સોશિયલ મીડિયા)
સલમાન માત્ર તેના પુસ્તકને લઈને જ નહીં, પરંતુ તેની અંગત જીવનને લઈને પણ ખૂબ ચર્ચામાં અને વિવાદોમાં રહે છે. તેમની આ તસવીર ફૂડ રાઇટર અને ટેલિવિઝન કૂક નિગેલા લોસન સાથે છે. (ફોટો ક્રેડિટઃ સોશિયલ મીડિયા)

સલમાન રશ્દીએ 4 વખત લગ્ન કર્યા છે
લેખક સલમાન રશ્દીએ 4 વખત લગ્ન કર્યા છે. સલમાનના પહેલા લગ્ન 1976માં ક્લેરિસા લુઆર્ડ સાથે થયા હતા. લગભગ 11 વર્ષ પછી ક્લેરિસા સાથેનો આ સંબંધ તૂટી ગયો હતો. રશ્દીએ બાદમાં અમેરિકન નવલકથાકાર મેરિએને વિગિન્સ સાથે લગ્ન કર્યા હતા. 1993માં રશ્દીએ વિગિન્સ સાથે છૂટાછેડા લીધા હતા.

આ પછી સલમાન રશ્દીએ 1997માં એલિઝાબેથ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. રશ્દીએ 2004માં ચોથીવાર લગ્ન કર્યા હતા. આ વખતે તેમણે ભારતીય-અમેરિકન અભિનેત્રી અને મોડલ પદ્મલક્ષ્મી સાથે લગ્ન કર્યા હતા. જોકે 2 જુલાઈ, 2007ના રોજ રશ્દીએ પદ્મલક્ષ્મી સાથે પણ છૂટાછેડા લીધા હતા.

આ તસવીરમાં સલમાન રશ્દીની ચોથી પત્ની પદ્મલક્ષ્મી સાથે જોવા મળી રહ્યા છે.
આ તસવીરમાં સલમાન રશ્દીની ચોથી પત્ની પદ્મલક્ષ્મી સાથે જોવા મળી રહ્યા છે.

અભિનેત્રી પદ્મલક્ષ્મીએ પૂર્વ પતિ રશ્દી પર ગંભીર આરોપ લગાવ્યા હતા
સલમાન રશ્દીની ચોથી પત્ની પદ્મલક્ષ્મીના લગ્નનાં ત્રણ વર્ષ બાદ છૂટાછેડા થઈ ગયા હતા. લક્ષ્મી રશ્દી કરતાં 23 વર્ષ નાની છે. અભિનેત્રી પદ્મલક્ષ્મીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે તેઓ 1999માં ન્યૂયોર્કમાં એક પાર્ટી દરમિયાન મળ્યા હતા.

ત્યારે રશ્દીની ઉંમર 51 વર્ષની હતી અને લક્ષ્મી 28 વર્ષની હતી. એ પછી બંને એકબીજાને વારંવાર મળવા લાગ્યાં. ત્રીજી પત્નીથી રશ્દી છૂટાછેડા લીધા પછી લક્ષ્મીએ 2004માં રશ્દી સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્નનાં 3 વર્ષ બાદ બંને વચ્ચે ઝઘડો થયો હતો. આખરે લક્ષ્મીએ તેમના સંબંધોને સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો હતો.

પદ્મલક્ષ્મીએ પોતાના પુસ્તક Love, Loss, and What We Ateમાં લખ્યું છે કે રશ્દી સેક્સ પ્રત્યે ઝનૂની છે. શારીરિક સંબંધ બાંધવાની ના પાડતાં રશ્દી પોતાની પત્નીને ટોણા મારતા હતા.

અન્ય સમાચારો પણ છે...