• Gujarati News
  • National
  • 5 Young Men Were Talking At The Puncture Shop, The Lid Was Broken And The Bike Also Fell Up

અણધારી આફતનો VIDEO:પંચરની દુકાન પર 5 મિત્રો વાતો કરતા હતા, અચાનક તૂટ્યું ઢાંકણું ને બધા નાળામાં ખાબક્યા

જેસલમેરએક મહિનો પહેલા

રાજસ્થાનના જેસલમેરમાં નાળા ઉપરનું ઢાંકણું ઘસી પડતાં પાંચ યુવક નીચે દબાઈ ગયા હતા. આ સિવાય એક બાઈક પણ પાંચે ઉપર પડી હતી. જોકે નસીબજોગે નાળામાં પાણી નહોતું. આ ઘટનામાં પાંચને માત્ર ઈજા થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. એમાં યુવક વાત કરતાં-કરતાં અચાનક નાળામાં પડતો દેખાઈ રહ્યો છે.

દુર્ઘટના પહેલાં એકબીજા સાથે વાતચીત કરતા લોકો.
દુર્ઘટના પહેલાં એકબીજા સાથે વાતચીત કરતા લોકો.

રેલવે સ્ટેશનની આગળ બાબા બાવડીમાં મેન રોડ પર શ્રવણ ચૌધરીની ટાયર પંચરની દુકાન છે. દુકાનની બહારથી જૂનું વરસાદી નાળું પસાર થાય છે. નાળાની ઉપર પથ્થર મૂકીને તેને કવર કરવામાં આવ્યું હતું. હાલ આ નાળ સૂકું છે. દુકાનદારની સાથે બે યુવક ત્યાં ઘટના સમયે કામ કરી રહ્યા હતા.

આ દરમિયાન બોલેરો પર બે યુવક ગાડીનું પંક્ચર રિપેર કરાવવા આવ્યા હતા. આ યુવક બેસીને પંચર કરતા હતા. બાકીના ચાર લોકો ઊભા-ઊભા વાતો કરતા હતા. આ સમયે નાળા પર એક બાઈક, ટાયર અને અન્ય સાધનો પડ્યાં હતાં. ત્યારે અચાનક જ નાળા પરનું ઢાંકણું તૂટી જતાં પાંચ યુવકો બાઈક સહિત નાળામાં પડ્યા હતા. જોકે નાળું સૂકું હતું, એટલે તેમને સામાન્ય ઈજા થઈ હતી. યુવક પોતે જ નાળામાંથી બહાર આવ્યો અને પછી બાઈકને બહાર કાઢ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...