બ્રાઝિલના Amazonas રાજ્યમાં એક મહિલાએ 2 ફૂટ લાંબા અને 7 કિલો વજન ધરાવતા બાળકને જન્મ આપ્યો છે. બાળકની હાઈટ અને વજન જોઈને ડોક્ટર પણ ચોંકી ગયા. તેમણે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી જન્મેલાં બાળકોમાંથી આ સૌથી મોટું બાળક છે. બાળક એટલું મોટું હતું કે માતા-પિતાએ ખરીદેલાં કપડાંમાં તે ફિટ ન આવી શક્યું.
નવજાત અને તેની માતા બંને હાલ સ્વસ્થ છે. એક મીડિયા અનુસાર, જન્મ 18 જાન્યુઆરીએ Amazonas રાજ્યના Parintisમાં Hospital padre Colomboના સિઝરિયન સેક્શનમાં થયો હતો. તે સમયે બાળકનું વજન 7 કિલોથી થોડું વધારે હતું. તેની લંબાઈ 2 ફૂટ હતી. ડોક્ટરે બાળકને 'સુપરસાઈઝ બેબી' કહ્યું.
તેમનું માનવું છે કે Amazonas રાજ્યમાં અત્યાર સુધી જન્મેલાં તમામ બાળકોમાં સૌથી મોટું બાળક છે. કારણ કે આની પહેલાં જન્મેલા બાળકનું વજન 5.5 કિલો અને 1.8 ફૂટ હાઈટ હતી.
બાળકની 27 વર્ષીય માતાનું નામ ક્લીડિયન સેન્ટોસ છે. તે નિયમિત પ્રેગ્નન્સી ટેસ્ટ માટે હોસ્પિટલ ગઈ હતી. પરંતુ ચેકઅપ પછી ડોક્ટરે જાણ્યું કે તેમને સિઝરિયન સેક્શનમાં રાખવા પડશે. બીજા જ દિવસે સેન્ટોસે બાળકને જન્મ આપ્યો. તેમણે બાળકનું નામ એંગર્સન રાખ્યું.
જન્મ સમયે એંગર્સનની હાઈટ 59 સેન્ટિમીટર હતી, જે નવજાત શિશુના એવરેજથી આઠ સેન્ટિમીટર વધુ હતી. તે એટલો મોટો હતો કે, તેની માતા-પિતાએ ખરીદેલાં કપડાં તેને ફિટ ન આવ્યાં. એંગર્સનનું વજન એક વર્ષના બાળક જેટલું હતું.
એંગર્સનની માતા સેન્ટોસને પાંચ બાળકો છે. તેમણે કહ્યું-મેં વિચાર્યું નહતું, મેં એવું વિચાર્યું હતું કે બાળક ચાર કિલોનું હશે, પરંતુ તે સાત કિલોનું આવ્યું. હું ડોક્ટરની ટીમને ધન્યવાદ કહીશ, જેમણે મારો ઈલાજ કર્યો. હું 40 સપ્તાહથી પ્રેગ્નન્ટ હતી.
ઉલ્લેખનીય છે કે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, અત્યાર સુધીનું ભારે બાળક સપ્ટેમ્બર 1955માં ઈટલીમાં જન્મ્યું હતું. જેનું વજન 10.2 કિલો હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.