• Home
  • International
  • Wear a mask even in crowded indoor spaces, always keep doors and windows open even in the workplace

સાવચેતી / ભીડવાળી ઈનડોર સ્પેસમાં પણ માસ્ક પહેરો, હંમેશા કામના સ્થળે પણ દરવાજા અને બારીઓ ખુલ્લા રાખો

ફાઇલ તસવીર
X

  • હવે વિજ્ઞાનીઓએ કહ્યું, ‘કોરોના એરબોર્ન વાઈરસ છે’, તેનાથી આ રીતે બચી શકાય

અપૂર્વા મંડાવિલી

Jul 12, 2020, 09:52 PM IST

નવી દિલ્હી. વિજ્ઞાનીઓએ દાવો કર્યો છે કે, કોરોના વાઈરસ હવાથી પણ ફેલાઈ શકે છે. આ વાઈરસ એક સામાન્ય કદના રૂમમાં આશરે ત્રણ કલાક સુધી હવામાં રહી શકે છે. તેથી કોરોનાનો ખતરો એવી જગ્યાએ વધારે છે, જ્યાં હવા-ઉજાશ ઓછો અને માણસો વધારે હોય. નોંધનીય છે કે, 32 દેશના 239 વિજ્ઞાનીએ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનને રિપોર્ટ આપ્યો છે કે કોરોના વાઈરસ હવાથી ફેલાઈ શકે છે.

વાઇરસ હવામાં તરીને સહેલાઈથી ફેલાઈ શકે છેઃ દાવો
અમેરિકાની વર્જિનિયા ટેક રિસર્ચ યુનિવર્સિટીના એરોસોલ નિષ્ણાત ડૉ. લિન્સે મર ઉન એ સંશોધકોમાં સામેલ છે, જેમણે દાવો કર્યો છે કે આ વાઈરસ હવામાં તરીને સહેલાઈથી ફેલાઈ શકે છે. ડૉ. લિન્સેનું કહેવું છે કે હજુ એ સ્પષ્ટ નથી કે એરોસોલ તરીકે ઓળખાતા આ નાનકડા કણ છીંક કે ખાંસીની તુલનામાં કેવી રીતે વાઈરસ ફેલાવે છે. કોઈ પણ રોગનાં લક્ષણ વિનાની વ્યક્તિ શ્વાસ લે કે વાત કરે ત્યારે પણ એરોસોલ રિલીઝ થાય છે. 

એરબોર્ન વાઈરસ ફેલાવાની શંકાથી ચિંતિત હોવ તો આ ઉપાય કરો 

  • ભીડવાળી જગ્યાએ ઓછો સમય વિતાવો અને હવા-ઉજાશ હોય ત્યાં વધુ રહો. 
  • કોઈ બંધ સ્થળે જાઓ તો ઈનડોર સ્પેસમાં પણ માસ્ક પહેરેલું રાખો. કામના સ્થળે દરવાજા-બારીઓ ખુલ્લા રાખો. 
  • કાપડથી બનેલા માસ્ક પણ એરબોર્ન વાઈરસના ખતરાને ઓછો કરી શકે છે, પરંતુ એ માટે વધુમાં વધુ લોકો માસ્ક પહેરે એ જરૂરી છે. 
  • ઘર, કાર કે ઓફિસના એસીમાં ફિલ્ટર અપગ્રેડ કરો. ભીડ હોય તો એસીનું સેટિંગ આઉટડોર એર પર સેટ રાખો, રિસર્ક્યુલેટેડ એરનું સેટિંગ બંધ કરી દો. 
  • ઓફિસ અને મોટાં બિલ્ડિંગોમાં સારી ગુણવત્તાના એર પ્યોરિફાયરનો ઉપયોગ વધારો. 
  • ઈનડોર સ્પેસમાં અલ્ટ્રાવાયોલેટ લાઈટ્સનો ઉપયોગ કરો, જેથી વાઈરસને ખતમ કરી શકાય. 
  • ભીડવાળી જગ્યાએ માસ્કની સાથે ફેસશિલ્ડનો ઉપયોગ કરવાથી સુરક્ષા વધશે. 

આ સ્થિતિમાં લક્ષણ વિનાના દર્દી વધુ ખતરનાક 
બહાર નીકળો તો ચશ્માં પહેરો. જ્યાં સેન્ટ્રલાઈઝ્ડ એસી અને ભીડ હોય, ત્યાં વાઈરસ હોવાની શક્યતા વધુ છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિ વધુ ખાંસતી-છીંકતી હોય, તો ત્યાં હાજર લોકોને સંક્રમણનો ખતરો વધી જાય છે એટલે માસ્ક જરૂર પહેરો. લક્ષણ વિનાના દર્દીઓ આ સ્થિતિમાં વધુ ખતરનાક સાબિત થઈ શકે છે. > પ્રો. અરુણ શર્મા, કમ્યુનિટી મેડિસિન, યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિકલ સાયન્સીસ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી