તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • "We Will Take Money From China To Run The Country, They Are Our Most Important Allies," The Taliban Said

ડ્રેગન બનાવશે નવું અફઘાનિસ્તાન:તાલિબાને કહ્યું- દેશ ચલાવવા માટે અમે ચીન પાસેથી પૈસા લઈશું, તેઓ અમારા સૌથી મહત્વના સહયોગી

કાબુલ17 દિવસ પહેલા
તાલિબાનમાં નંબર ટૂની પોઝિશન પર રહેલા મુલ્લા અબ્દુલ ગની બરાદરે થોડા દિવસ પહેલાં જ બીજિંગની મુલાકાત કરી હતી.

અફઘાનિસ્તાનમાં શાસન સંભાળવાની તૈયારી કરનાર તાલિબાને ફંડ્સને લઈને તેઓ ચીન પર નિર્ભર હોવાનું જણાવ્યું છે, કેમ કે ચીન તેમના સૌથી વિશ્વાસપાત્ર સહયોગી છે. તાલિબાનમાં નંબર ટૂની પોઝિશન પર રહેલા મુલ્લા અબ્દુલ ગની બરાદરે થોડા દિવસ પહેલાં જ બીજિંગની મુલાકાત કરી હતી. આ દરમિયાન ચીનના વિદેશમંત્રી સાથે વાતચીત કરી હતી. હવે આ મુલાકાતનો હેતુ ગુરુવારે આપેલા નિવેદનથી સ્પષ્ટ થઈ ગયો છે. અફઘાનિસ્તાનમાં 3 ટ્રિલિયન ડોલર (લગભગ 200 લાખ કરોડ રૂપિયા)ની ખનીજ સંપત્તિ છે, જેના પર દુનિયાની ફેક્ટરી તરીકે સ્થાપિત થવા માગે છે ચીન

તાલિબાન ચીનને વિશ્વાસ અપાવી ચૂક્યું છે કે તેઓ ઉઇગર મુસ્લિમોનાં કટ્ટરપંથી તત્ત્વને અંકુશમાં રાખશે. અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ ચીન વિરુદ્ધ નહીં કરવામાં આવે. જોકે તાલિબાને ભારત સહિત સમગ્ર દુનિયાને એવો વિશ્વાસ આપવાનો પ્રયાસ કર્યો છે કે અફઘાનિસ્તાનની જમીનનો ઉપયોગ કોઈપણ દેશ વિરુદ્ધના ષડયંત્ર માટે નહીં થાય.

ઈકોનોમીની હાલત કંગાળ
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુઝાહિદે ઈટાલીના અખબાર 'લા રિપબ્લિકા'ને ઈન્ટરવ્યુ આપ્યો હતો, જેમાં તેમણે તાલિબાન અને ચીનના નજીકના સંબંધો અંગે ખુલાસો કર્યો છે. મુઝાહિદે કહ્યું હતું- અફઘાનિસ્તાનની ઈકોનોમી ઘણી જ ખરાબ હાલતમાં છે. અમારે દેશ ચલાવવા માટે ફંડ્સની જરૂરિયાત છે. હાલ અને શરૂઆતી તબક્કામાં અમે ચીનની મદદથી આર્થિક સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

તાલિબાને 15 ઓગસ્ટે કાબુલ પર જીત મેળવી એ સાથે જ આખા દેશ પર કબજો જમાવી લીધો. 31 ઓગસ્ટ સુધીમાં તમામ વિદેશી સૈનિક અફઘાનિસ્તાન છોડીને જતા રહ્યા. એ બાદ અફઘાનિસ્તાનના તમામ ફોરેન ફંડ્સને અમેરિકા અને બીજા પશ્ચિમી દેશોએ ફ્રીઝ કરી દીધાં. ચીન આ તકનો લાભ ઉઠાવતા જોવા મળી રહ્યું છે.

ચીન સાથે લગાવ વધુ
એક સવાલના જવાબમાં મુઝાહિદે કહ્યું- ચીન અમારો સૌથી વિશ્વાસપાત્ર સહયોગી છે. તેઓ અમારા માટે બુનિયાદી અને સારી તક લાવી રહ્યા છે. ચીને વાયદો કર્યો છે કે અફઘાનિસ્તાનમાં ઈન્વેસ્ટમેન્ટ કરીને તેઓ તેને ફરીથી ઊભું કરશે. સિલ્ક રૂટથી તેઓ વિશ્વમાં પ્રભાવ વધારવા માગે છે. આ રૂટથી અમે પણ દુનિયા સુધી અમારી પહોંચ બનાવી શકીએ છીએ. અમારા દેશમાં તાંબાની ખાણ છે. ચીન તેને આધુનિક રીતે ફરીથી શરૂ કરશે. અમે દુનિયાને અમારું તાંબું વેચી શકીશું. તાલિબાનરાજમાં મહિલાઓની સ્થિતિના સવાલ પર જબીઉલ્લાહે કહ્યું- અમે વાયદો કરી ચૂક્યા છીએ કે તેમને પણ શિક્ષણનો હક્ક મળશે. તેઓ નર્સ, પોલીસ કે મંત્રાલયમાં કામ કરી શકશે, પણ તેમને મંત્રી નહીં બનાવવામાં આવે.

ચીન અમારો સૌથી વિશ્વાસપાત્ર સહયોગી છે- તાબિલાન પ્રવક્તા.
ચીન અમારો સૌથી વિશ્વાસપાત્ર સહયોગી છે- તાબિલાન પ્રવક્તા.

મદદના બદલામાં શું ઈચ્છે છે ચીન

  • ચીને જે કહ્યું છે એ મુજબ તે તાલિબાન સાથે મિત્રતા ઈચ્છે છે, જેથી ઝિઝિંયાંગ પ્રાંતમાં આતંકી ગ્રુપ્સની એક્ટિવિટીને રોકી શકે. ચીનના વિદેશમંત્રીની બરાદરથી મીટિંગ દરમિયાન પણ ઉઇગર આતંકીઓનો મુદ્દો ઊઠ્યો હતો. વિદેશમંત્રી વાંગ યીએ તો કહ્યું પણ હતું કે તાબિલાનને ETIM સાથેના તમામ સંબંધો તોડવા પડશે. આ સંગઠન ચીનની રાષ્ટ્રીય સુરક્ષા અને ક્ષેત્રીય અખંડતા વિરુદ્ધ સીધો જ ખતરો છે.
  • તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ (TIM)ને ઈસ્ટ તુર્કિસ્તાન ઈસ્લામિક મૂવમેન્ટ (ETIM) પણ કહેવામાં આવે છે. આ પશ્ચિમી ચીનમાં ઉઇગર ઈસ્લામિક ચરમપંથી સંગઠન છે. આ સંગઠન ચીનના ઝિઝિયાંગને ઈસ્ટ તુર્કિસ્તાન તરીકે સ્વતંત્ર કરાવવાની માગ કરે છે.
  • 2002થી ETIMને UN સિક્યોરિટી કાઉન્સિલ અલકાયદા સેકશન્સ કમિટીના આતંકી સંગઠન તરીકે લિસ્ટમાં નાખ્યું હતું. જોકે અમેરિકાએ 2020માં આ સંગઠનને આતંકી સંગઠનોની યાદીમાં બહાર કર્યું છે, જેનાથી બંને દેશો વચ્ચેના ટ્રેડવોરે એક અલગ જ વળાંક લીધો હતો.
  • અમેરિકા, UK અને UNએ ચીન પર ઝિંઝિયાંગમાં લોકલ મુસ્લિમ ઉઇગર વસતિ વિરુદ્ધ માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો છે. ચીન પર આ સમુદાય પાસે બંધુઆ મજૂરી કરાવવાનો અને અનેક પ્રકારના પ્રતિબંધ લગાવવાનો આરોપ છે. 2000ના દશકાથી જ ETIMની જડ અફઘાનિસ્તાનમાં રહી છે. તેમને તાલિબાન તેમજ અલકાયદાનો સપોર્ટ રહ્યો છે.
અન્ય સમાચારો પણ છે...