નિવેદન / ટ્રમ્પે ફરી કહ્યું – અમે ચીનને હળવાશથી નહીં લઈએ

X

દિવ્ય ભાસ્કર

May 23, 2020, 05:00 AM IST

વોશિંગ્ટન. અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોરોના અંગે ચીનને ફરી ઘેર્યુ છે. તેમણે કહ્યું કે કોરોના વાઈરસ ચીનથી આવ્યો છે અને અમેરિકા તેને હળવાશમાં નહીં લે. મિશિનગમાં અાફ્રિકી અમેરિકી નેતાઓ સાથેની વાતચીતમાં ટ્રમ્પે કહ્યું કે વેપાર સમજૂતીને અમુક જ દિવસ થયા હતા કે અચાનક કોરોના સામે આવી ગયો. અમે ચીનને છોડીશું નહીં. 
ટ્રમ્પે માસ્ક ન પહેર્યો: રાષ્ટ્રપતિ ટ્રમ્પે મિશિગનમાં ફોર્ડ ફેક્ટરીની મુલાકાત લીધો તો માસ્ક પહેર્યો નહોતો.જોકે આ રાજ્યમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. આ પ્લાન્ટમાં કોરોના દર્દીઓ માટે વેન્ટીલેટર બનાવાઈ રહ્યાં છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી