તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • "We Have Been Ordered To Shoot Until The Protesters Die," Said A Police Officer Who Fled To India From Myanmar.

ભાસ્કર વિશેષ:મ્યાનમારથી હિજરત કરી ભારત આવેલા પોલીસ કર્મચારીએ કહ્યું- જ્યાં સુધી દેખાવકાર મૃત્યુ ન પામે ત્યાં સુધી ગોળી ચલાવવાનો અમને આદેશ

ચંપાઇ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૈન્યના શાસનનો વિકૃત ચહેરો ઉઘાડો પડ્યો, વિરોધનો અવાજ હંમેશા માટે દબાવી દેવા માગે છે

ફેબ્રુઆરીમાં સત્તાપલટા વિરુદ્ધ મ્યાનમારના લોકો સતત દેખાવો કરી રહ્યા છે. જોકે સૈન્ય તેમની વાત સાંભળવાની જગ્યાએ તેમના અવાજને કચડી નાખવાનો જ પ્રયાસ કરી રહ્યું છે. દેખાવકારોને સીધી ગોળીઓ જ ધરબી દેવાનો આદેશ આપ્યો છે. સૈન્યશાસકોના જીવ લેવાના આ બર્બર ઈરાદાનો ખુલાસો ત્યાંથી હીજરત કરી આવેલા એક પોલીસ અધિકારીએ કર્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટરના અહેવાલ અનુસાર પોલીસ જવાનોને કહેવાયું છે કે દેખાવકારોને ત્યાં સુધી ગોળી મારો જ્યાં સુધી તેનો શ્વાસ બંધ ન થઈ જાય.

મ્યાનમારમાં આ કાર્યવાહી 27 ફેબ્રુઆરીએ શરૂ થઇ હતી. ત્યારે સૈન્યએ દેખાવકારો પર અંધાધૂંધ ગોળીબાર કરી દીધો હતો જેમાં 38 લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે દિવસે સૈન્યના જે સૈનિકોને દેખાવકારો પર ગોળી ચલાવવાનો આદેશ અપાયો હતો તેમાં પેંગ પણ સામેલ હતા. એક પોલીસ અધિકારીએ તેમને અને તેમના સાથીઓને કહ્યું હતું કે તે મશીનગનથી ત્યાં સુધી દેખાવકારો પર ગોળીઓ વરસાવે જ્યાં સુધી તે મરી ના જાય.

આ આદેશની તેમણે અવગણના કરી. તેમને બીજા દિવસે ફરી પૂછવામાં આવ્યું કે તે આવું કરશે કે નહીં? પણ તેમણે ના પાડી દીધી અને રાજીનામું મોકલી આપ્યું. તેના પછી તે પોતાનો અને પરિવારનો જીવ બચાવતા સતત ત્રણ દિવસ સુધી છૂપાતાં-છૂપાતા ભારતના મિઝોરમ પહોંચ્યા. અહીં તેમણે તેમની પીડાદાયક ક્રૂરતાપૂર્વકની સ્થિતિનો ખુલાસો કર્યો. પોલીસ અધિકારી પેંગ મ્યાનમારના ખમ્પાત શહેરમાં તહેનાત હતા.

અહેવાલ અનુસાર પેંગે કહ્યું કે મારી પાસે કોઈ રસ્તો નહોતો. અમને દેખાવકારોને મારી નાખવાનો આદેશ હતો. અમારામાં એટલી હિમ્મત નહોતી કે અમે શાંતિપૂર્વક દેખાવો કરનારા લોકોને ગોળી મારી દઈએ. મેં અને મારા છ સાથીઓએ સિનિયર્સનો આદેશ માનવા ઈનકાર કરી દીધો. જોકે પેંગે સાથીઓના નામ ન જણાવ્યા.

કસ્ટડીમાં નેતાઓ પર પણ સૈન્યનો અત્યાચાર, સૂ કીના એક સાથી નેતાનું મોત
સૈન્ય કસ્ટડીમાં નેતાઓને પણ યાતના આપી રહી છે. જેના લીધે આંગ સાન સૂકીની પાર્ટીના એક નેતાનું કસ્ટડીમાં મોત નીપજ્યું. સંસદના ઉપલા ગૃહના સભ્ય બા માયો થીને જણાવ્યું કે નેશનલ લીગ ફૉર ડેમોક્રસીના નેતા જો મયાન લીનની મંગળવારે ધરપકડ કરાઈ હતી. તેમને કસ્ટડીમાં હેરાનગતિ કરાઈ રહી હતી જેના લીધે સારવાર દરમિયાન તે મૃત્યુ પામ્યા. લીન બીજા એવા નેતા છે જેમનું કસ્ટડીમાં મોત નીપજ્યું.

અન્ય સમાચારો પણ છે...