મગર એ વિશ્વના સૌથી ખતરનાક અને ભયાનક શિકારીમાંથી એક ગણાય છે, જે પોતાના શિકારને તડપાઈને જીવતા જ ખાઈ જતા હોય છે. તે એટલા ખતરનાક હોય છે કે, જંગલનો રાજા સિંહ પણ તેનાથી અંતર રાખે છે. તે શિકારને પોતાના ખૂંખાર જડબામાં જકડી લે છે. જાનવર તો જાનવર, માણસો પણ મગરની સામે આવતાં ડરે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો સામે આવતા રહે છે, જેમાં ક્યારેક તે પ્રાણીઓ પર તો ક્યારેક માણસો પર હુમલો કરતા જોવા મળે છે. હાલમાં જ એક એવો જ વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને તમારો આત્મા પણ કાંપી ઊઠશે.
કેટલીક વખત લોકો ફોટોઝ અને થોડીક સેકન્ડના વીડિયો બનાવવા પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. ક્યારેક કેટલાક લોકો એવા પણ હોય છે કે મગર જેવા ખતરનાક શિકારીની છેડછાડ કરતા નજર આવે છે, પોતે વિચારતા પણ નથી કે તેમની સાથે શું થઈ શકે છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિએ મગર સાથે છેડછાડ કરવાની ભૂલ કરે છે, પરંતુ પછી જે થયું, તે કદાચ જીવનભર ભૂલી શકશે નહીં.
વીડિયોમાં મગરની નજીક જતાં એક વ્યક્તિને જોઈ શકાય છે, જે વીડિયોમાં આગળ મગરની છેડછાડ કરતો દેખાય છે. વ્યક્તિની આ પ્રવૃત્તિ મગરને પસંદ ન આવતા મગર વ્યક્તિ પર હુમલો કરે છે. હુમલા પછી વ્યક્તિ મગરથી દૂર ભાગે છે. પરંતુ મગર તેને બચકું ભરી લે છે અને જેના કારણે તેના હાથમાંથી લોહી નીકળે છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો animals_powers નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેને હજારો લોકોએ નિહાળ્યો છે. વીડિયોના કમેન્ટ સેક્શનમાં યુઝર્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે. વીડિયો જોઈ એક મિનિટ સુધી તમે પણ સુન્ન પડી જશો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.