ભારત પછી UAE સાથે ચીને કર્યો દગો:જાણ કર્યા વગર તેની જ જમીનમાં બનાવી રહ્યું હતું સીક્રેટ મિલિટ્રી બેસ; અમેરિકાએ કામ અટકાવ્યું

વોશિંગ્ટન16 દિવસ પહેલા
  • મિલિટ્રી બેસની માહિતી અમેરિકાની જાસૂસી એજન્સીને સેટેલાઈટથી ક્લિક કરવામાં આવેલી તસ્વીરના માધ્યમથી મળી

ડ્રેગનની ચાલાકી એક વખત ફરી પ્રકાશમાં આવી છે. ચીન, સંયુક્ત આરબ અમીરાત(UAE)ના ખલીફા પોર્ટ પર ચુપચાપ એક મિલિટ્રી બેસ બનાવી રહ્યું હતું. તેને અમેરિકાએ રોકાવી દીધું છે. ચિંતાની વાત એ છે કે આ અંગે UAEને પણ માહિતી નહોતી.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ અમેરિકાના દબાણ પછી UAEએ ચીનનું કન્સ્ટ્રક્શન અટકાવી દીધું છે. સીક્રેટ મિલિટ્રી બેસની માહિતી અમેરિકાની જાસૂસી એજન્સીને સેટેલાઈટથી ક્લિક કરવામાં આવેલી તસ્વીરના માધ્યમથી મળી છે. એજન્સીને ત્યાં એક મોટી બિલ્ડિંગ બનાવવા માટે મોટા-મોટા ખાડા કરવાની માહિતી મળી છે.

અબુધાબીથી 80 કિલોમીટર દૂર છે પોર્ટ
ચીન જે પોર્ટ પર પોતાનો બેસ બનાવી રહ્યું હતું. તે અબુધાબીના ઉત્તરમાં 80 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીં ચીનની કંપની ચાઈના ઓસિયન શિપિંગ(ગ્રુપ)ની કંપની COSCO શિપિંગ ગ્રુપે અહીં એક મોટું કમર્શિયલ કન્ટેનર બનાવ્યું છે. ચીને તપાસથી બચવા માટે લાંબા સમય સુધી આ સાઈટને કવર કરીને રાખી હતી. જોકે તક મળતા જ અમેરિકાએ પોતાના સેટેલાઈટથી તેને કેપ્ચર કર્યા હતા.

ચીનના આ પગલાથી UAE-USના સંબંધ ખતરામાં
રિપોર્ટ પ્રકાશમાં આવ્યા પછી UAEએ આ અંગે સ્પષ્ટતા કરી છે. સંયુક્ત અરબ અમીરાતે ચીનના બાંધકામ અંગે માહિતી હોવાની વાતથી ઈન્કાર કર્યો છે. ચીનના આ પગલાથી બે જુના સહયોગીઓની વચ્ચે તિરાડ પડતી દેખાઈ રહી છે. UAEએ આ મુદ્દા પર અમેરિકાની સાથે બેઠક કરવાની શરૂ કરી છે. UAEએ આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે સીક્રેટ મિલેટ્રી બેસ માટે તેમણે ચીન સાથે કોઈ કરાર કર્યો નથી.

અબુધાબીને ચેતવણી આપી ચૂક્યા છે બાઈડન
ચીને ખાડી દેશોમાં પગ પેસારો કરવાનું શરૂ કર્યું છે. સીક્રેટ મિલિટ્રી બેસ પર ચીને કોઈ જવાબ આપ્યો નથી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અબુધાબીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન જાયદને મળીને ચીનને લઈને પોતાની ચિંતા જાહેર કરી ચૂક્યા છે. બાઈડને જાયદને સીધુ કહ્યું હતું કે અબૂધાબીની ચીન સાથેની નજીકતા અમેરિકા સાથેના તેમના સંબંધો ખરાબ થવાનું કારણ બની શકે છે.

અન્ય સમાચારો પણ છે...