તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Was Working In NATO Military Camp For 9 Years, Returned Home In Difficult Circumstances, Did Not Even Nap For 55 Hours; Said Talibani Are Killing Humanity

કાબુલથી પરત ફરેલા રાજસ્થાનીની આપવીતી:તાલિબાનો અફઘાનોની ઘરોમાં ઘૂસીને હત્યા કરી રહ્યા છે, મહિલાઓને ખુલ્લેઆમ સજા આપવામાં આવી રહી છે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી સવારે 9 વાગ્યે કરાઈ હતી અને અચાનક વિસ્ફોટના અવાજો ગુંજવા લાગ્યા. તાલિબાનો કાબુલ શહેરમાં આવી પહોંચ્યા હતા. મેં વિચાર્યું કે હવે ભારત જવું ક્યારેય નસીબમાં નહીં હોય અને મને તાલિબાન આતંકવાદીઓ ત્યાં જ મારી નાખશે. સારું થયું કે હું સરકારના પ્રયાસો દ્વારા સલામત રીતે ભારત પાછો ફર્યો, પરંતુ આ સમયગાળા દરમિયાન કાબુલ શહેરમાં મેં જે તાલિબાનોને જોયા હતા એ દૃશ્યો ખૂબ ડરામણાં હતાં. હું ડરને કારણે 55 કલાક સૂઈ શક્યો નહીં. આ આપવીતી સિકરના લક્ષ્મણગઢના રહેવાસી યોગેશ સૈનની છે.

યોગેશ છેલ્લાં નવ વર્ષથી અફઘાનિસ્તાનના કાબુલમાં નાટોના મિલિટરી બેસ કેમ્પમાં લોજિસ્ટિક્સ ઓફિસર હતા. 17 ઓગસ્ટે પરિસ્થિતિ વણસ્યા બાદ તેમને અમેરિકાની ફ્લાઇટ દ્વારા બચાવી કતાર લાવવામાં આવ્યા હતા. ત્યાર બાદ કતારમાં ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યા બાદ તેમને 22 ઓગસ્ટે દિલ્હી લાવવામાં આવ્યા હતા. તેમની સાથે અન્ય 32 ભારતીય પણ હતા, જેઓ કાબુલમાં તાલિબાનના વિનાશથી બચીને આવ્યા છે.

યોગેશે વર્ણેલી અફઘાનિસ્તાનની દયનીય સ્થિતિ
તાલિબાન લડાકુઓ અન્ય દેશો માટે ત્યાં કામ કરતા અફઘાનોની લોકોના ઘરમાં ઘૂસીને હત્યા કરી રહ્યા છે. મહિલાઓને જાહેરમાં સજા આપવામાં આવી રહી છે અને મેં આ બધું મારી આંખોથી જોયું છે. ત્યાં ખાદ્ય ચીજોના દર પણ આસમાને પહોંચી રહ્યા છે. સાચું કહું તો તાલિબાન હાલની પરિસ્થિતિમાં અફઘાનિસ્તાનમાં માનવતાને મારી રહ્યું છે. હું નસીબદાર હતો કે હું બચી ગયો હતો, પરંતુ અફઘાનીઓ સહિત હજી પણ લાખો લોકો ત્યાં છે, જેઓ ત્યાંથી ભાગી જવા માગે છે.

હું નાટોના મિલિટરી કેમ્પમાં હતો તો વધુ જોખમ તો નહોતું, પરંતુ ભય અને આતંકથી પોતાને દૂર નહોતો રાખી શકતો. એ સિવાય વારંવાર ભારતીય સંબંધીઓના ફોન સતત ચાલુ હતા. 16 ઓગસ્ટે પણ કાબુલ એરપોર્ટ પહોંચવાનો પ્રયત્ન કરેલો, પરંતુ બહારની સ્થિતિ અને ભીડ જોઈને પાછો મિલિટરી કેમ્પમાં જ રોકાઈ ગયો. ચારેબાજુ લોકો પોતાના ઘરની મહિલાઓ અને બાળકોને લઈને એરપોર્ટની તરફ ભાગી રહ્યા હતા અને રડી રહ્યા હતા.

હું 17 ઓગસ્ટે સવારે ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ નાટો સેનાના સહયોગથી કાબુલ એરપોર્ટ પહોચ્યોં. એ પછી બપોરે અમેરિકાની ફ્લાઇટે 32 અન્ય ભારતીયો સાથે સુરક્ષિત કતાર એરપોર્ટ પહોંચાડી દીધા. ત્યાં પહોંચ્યા પછી ભારતીય દૂતાવાસનો સંપર્ક કર્યો તો તેમણે 21 ઓગસ્ટની મોડી રાત્રે કતાર ફ્લાઇટથી 22 ઓગસ્ટની સવારે નવી દિલ્હી એરપોર્ટ પહોંચાડી દીધા.

અન્ય સમાચારો પણ છે...