તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાની મહામારી વચ્ચે હવે વિશ્વ યુદ્ધનું જોખમ શરૂ થઈ ગયું છે. રશિયાના સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, આગામી ચાર સપ્તાહમાં દુનિયા વિશ્વ યુદ્ધની સાક્ષી બનશે. કોરોના સંકટ વચ્ચે જો વિશ્વ યુદ્ધ શરૂ થશે તો તેના પરિણામ વિશે વિચારીને જ દુનિયાના લોકોમાં ધ્રૂજારી આવી જશે.
રશિયા-યુક્રેન સીમા પર વધતા તણાવથી વિશ્વ યુદ્ધની આશંકા વધી ગઈ છે. સૈન્ય નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે, જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો એક મહિનાની અંદર જ દુનિયાને કોરોના સંકટની વચ્ચે જ ભીષણ યુદ્ધનો સામનો કરવો પડે તેવી શક્યતા છે. રશિયાએ તણાવ વધવાની સ્થિતિમાં તાજેતરમાં જ તેમની વિવાદિત સીમા પર તેમના 4,000 સૈનિકો મોકલ્યા છે. રશિયન સેનાની આ હલચલના કારણે યુરોપ હાઈ એલર્ટ પર છે. તેના પછીથી વિશ્વ યુદ્ધનું જોખમ પણ વધી ગયું છે.
Day 3: #Russia Military build up continues near Ukraine border.
— Joyce Karam (@Joyce_Karam) April 2, 2021
Video of military vehicles, tanks today reportedly from city of Karsnodar: pic.twitter.com/ItgkKyI1jo
આગામી થોડા સપ્તાહોમાં શરૂ થઈ શકે છે યુદ્ધ
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે સ્વતંત્ર રશિયન સૈન્ય વિશ્લેષક પાવેલ ફેલગેનહરે કહ્યું છે કે, જે પ્રમાણેની સ્થિતિ છે તેને જોઈને એવું કહેવું ખોટું નથી કે, આગામી થોડા સપ્તાહોમાં યુરોપીયન અથવા વિશ્વ યુદ્ધ જેવું મોટું જોખમ સામે આવવાનું છે. પાવેલ ફેલગેનહરે કહ્યું કે, જોખમ વધી રહ્યું છે અને ઝડપથી વધી રહ્યું છે. મીડિયામાં ભલે આ વિશે વધારે વાત ના થતી હોય પરંતુ અમને ખુબ ખરાબ સંકેતો દેખાઈ રહ્યા છે.
સીમા પર રશિયન ટેન્કોની હલચલ વધી
રશિયન સૈન્ય નિષ્ણાતો પાવેલ ફેલગેનહરે કહ્યું કે, જો યુદ્ધ શરૂ થશે તો તે માત્ર બે દેશો સુધી જ સીમિત નહીં રહે. તેમાં યુરોપીય વિશ્વ સ્તર પર યુદ્ધનું સ્વરૂપ લે તેવી ક્ષમતા છે. ફેલગેનહરનું આ નિવેદન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના તે આદેશ પછી આવ્યું છે જેના અંતર્ગત તેમણે ટેન્ક અને અન્ય બખ્તરબંધ વાહનો સાથે 4,000 રશિયન સૈનિકોની વિવાદિત સીમા પર મોકલ્યા છે. ત્યારપછી યુરોપે પણ તેમની સેનાને હાઈ એલર્ટ કરી દીધી છે.
રશિયાએ કહ્યું- ગભરાવાની જરૂર નથી
ગયા સપ્તાહે યુક્રેનના કમાન્ડર ઈન ચીફ રુસલાન ખોમચે સંસદમાં કહ્યું હતું કે, રશિયન સંઘ અમારા દેશ પ્રત્યે આક્રમક નીતિ રાખે છે. રશિયાએ ઓછામાં ઓછા 25 ટેક્ટિક ગ્રૂપને બોર્ડર એરિયામાં તહેનાત કર્યા છે. આ બધા યુક્રેનની સીમા પર પહેલેથી તહેનાત રશિયન સૈનિકો સિવાયના છે. જ્યારે રશિયાનું કહેવું છે કે, તેમની સેનાની મુવમેન્ટથી કોઈએ ગભરાવાની જરૂર નથી. તેઓ કોઈ યુદ્ધની તૈયારી નથી કરી રહ્યા.
આ કારણોથી થઈ શકે છે વિશ્વ યુદ્ધ
નોંધનીય છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે જો યુદ્ધ થશે તો તે વિશ્વ યુદ્ધમાં ફેરવાઈ જાય તેના ઘણાં કારણો છે. પહેલાં તો એ કે રશિયા અને અમેરિકા વિરોધી છે અને યુક્રેન અમેરિકાનું ખાસ છે. તેથી જો રશિયા યુક્રેનને નુકસાન પહોંચાડશે તો અમેરિકા તેનો સાથે આપશે અને આ રીતે અન્ય દેશો પણ તેમની સાથે જોડાશે. તાજેતરમાં જ અમેરિકાથી સૈન્ય હથિયારોથી ભરેલી એક કાર્ગો શિપ યુક્રેન પહોંચી હતી. આ વિશે રશિયાએ ઘણો વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે, રશિયા પહેલેથી જ યુક્રેન અને અમેરિકાના સંબંઘો ખાસ થવાના કારણે ગુસ્સે છે.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.