તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને સ્પષ્ટ કરી દીધું છે કે પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કોઈ પણ પ્રકારની ગુપ્ત માહિતી આપવામાં નહીં આવે. બાઈડનના જણાવ્યા પ્રમાણે, ટ્રમ્પનું વર્તન ચોંકાવનારું છે, તેમની પર વિશ્વાસ ન કરી શકાય. બાઈડનનું આ નિવેદન પણ ચોંકાવનારું છે. જો કે, અમેરિકામાં એ પરંપરા રહી છે કે પૂર્વ રાષ્ટ્રપતિને વર્તમાન રાષ્ટ્રપતિને જેટલી ગુપ્ત માહિતી એટલે કે ઈન્ટેલિજેન્સ બ્રીફિંગ આપવામાં આવે એટલી જ અપાય છે.એવામાં બાઈડનનો નિર્ણય ટ્રમ્પની વધુ એક ફજેતી ગણવામાં આવી શકે છે.
જીભ લપસવાનું જોખમ
CBS ચેનલને આપેલા ઈન્ટરવ્યૂમાં બાઈડને ટ્રમ્પ પર સખત ટિપ્પણી કરી. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, એ સાચું છે કે આપણા અહીં પૂર્વ રાષ્ટ્રપતિને ઈન્ટેલિજેન્સ બ્રીફિંગ કરવાની પરંપરા છે, પણ આ વખતે પરંપરા પુરી નહીં કરાય. જો તે માંગ પણ કરશે તો પણ અમે તેમને માહિતી નહીં આપી શકીએ.
બાઈડને વધુમાં કહ્યું કે, મને નથી લાગતું કે, હવે ટ્રમ્પને ગુપ્ત સૂચનાઓ હાંસિલ કરવાની કોઈ જરૂર છે.આનાથી શું ફાયદો થશે? તે શું કરી લેશે? તેમની જીભ લપસવાનું જોખમ તો હંમેશા રહે છે. જો તે કંઈ કહી દેશે તો?
આ નિવેદનનું મહત્વ
અમેરિકન ઈતિહાસમાં લાંબા સમયથી આ પરંપરા રહી છે કે પૂર્વ રાષ્ટ્રપતિની માંગ હોય તો તેમને ઈન્ટેલિજેન્સ બ્રીફિંગ આપવામાં આવે છે, જે વર્તમાન રાષ્ટ્રપતિને આપવામાં આવે છે. જો કે, હજી સુધી ટ્રમ્પે જાતે કોઈ પણ પ્રકારની ઈન્ટેલિજેન્સ બ્રીફિંગ માટે રિક્વેસ્ટ નથી કરી.
ટ્રમ્પ પહેલા પણ બ્રીફિંગ પર ધ્યાન નહોતા આપતા
CNNના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે ટ્રમ્પ વ્હાઈટ હાઉસમાં હતા, ત્યારે પણ દરરોજ ઈન્ટેલિજેન્સ બ્રીફિંગ નહોતા જોતા. પરંપરામાં તેમણે દરરોજ ચેક કરવાનું હતું, પણ તે સપ્તાહમાં માત્ર બે કે ત્રણ વખત આ રિપોર્ટ્સને જોતા હતા. 6 જાન્યુઆરીએ અમેરિકન સંસદની બહાર અને અંદર જે હિંસા થઈ, તેના પછી તો ટ્રમ્પ ખલયાનક તરીકે સામે આવ્યા છે. આ હિંસામાં એક મહિલા અને એક પોલીસ અધિકારી સહિત પાંચ લોકોના મોત થયા છે. ટ્રમ્પ પર મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 8 ફેબ્રુઆરી પછી તેમને ગમે ત્યારે નિવેદન આપવા માટે સેનેટમાં બોલાવવામાં આવી શકે છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.