યુદ્ધ પહોંચશે ચરમસીમાએ?:ફરી એક વખત ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા પુતિન, રશિયા-યુક્રેન યુદ્ધમાં ન્યૂક્લિયર હુમલાનું જોખમ વધ્યું

એક મહિનો પહેલા

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ફરી એક વખત ન્યૂક્લિયર હુમલાનું જોખમ વધી ગયું છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન એક સપ્તાહમાં બીજી વખત ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા છે. પહેલાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં પુતિનની સાથે એક વ્યક્તિ ઊભી હતી અને તેમના હાથમાં ન્યૂક્લિયર બ્રીફકેસ દેખાઈ હતી. હવે બેલારુસથી એક વીડિયો સામે આવ્યો છે, જેમાં પુતિન ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા છે.

બેલારુસમાં પુતિન તેમના સિક્યોરિટી ગાર્ડ સાથે.
બેલારુસમાં પુતિન તેમના સિક્યોરિટી ગાર્ડ સાથે.

પુતિન ઘણીવાર ધમકી આપી ચૂક્યા છે અને હવે તેમના હાથમાં ન્યૂક્લિયર બ્રીફકેસની જે તસવીરો સામે આવી રહી છે એ વધારે જોખમી છે. 7 દિવસની અંદર પુતિન બીજીવાર ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા છે. પુતિનની રણનીતિ શું છે અને અંતે તેમની ઈચ્છા શું છે એ સવાલ આખી દુનિયાને સતત ડરાવી રહ્યો છે.

ઝેલેન્સ્કી ઘણીવાર રશિયા તરફથી યુક્રેન પર કેમિકલ એટેકની આશંકા વ્યક્ત કરી ચૂક્યા છે. હવે ઝેલેન્સ્કીએ મોરિયુપોલમાં કેમિકલ હુમલાની શક્યતા પણ રજૂ કરી છે. બીજી બાજુ પુતિન પણ ઘણી વાર નિવેદન આપી ચૂક્યા છે કે જો અન્ય કોઈ દેશે યુક્રેનની મદદ કરી તો તેઓ પરમાણુ હુમલો પણ કરી શકે છે. બુધવારે પુતિને રશિયાના પૂર્વમાં અંતરિક્ષ પ્રક્ષેપણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. આ દરમિયાન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને કહ્યું હતું કે યુક્રેનમાં રશિયા તેના સૈન્ય અભ્યાસમાં મહાન લક્ષ્ય મેળવશે. તેમના દેશને એકલું પાડી શકાશે નહીં. એ સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે વિદેશી શક્તિઓને રશિયાને એકલું પાડવામાં સફળતા નહીં મળે.

આ પહેલાં પણ પુતિન એકવાર ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા હતા.
આ પહેલાં પણ પુતિન એકવાર ન્યૂક્લિયર બ્રીફકેસ સાથે દેખાયા હતા.

રશિયા રક્ષામંત્રાલયે દાવો કર્યો છે કે યુક્રેની સૈનિકોનો મોરિયુપોલના સ્ટીલ પ્લાન્ટમાંથી ભાગવાનો પ્રયત્ન નિષ્ફળ કરવામાં આવ્યો છે. એમાં 50 સૈનિકનાં મોત થયાં છે. 42 સૈનિકે રશિયા સામે આત્મસમર્પણ કર્યું છે. રશિયા રક્ષામંત્રાલયે બ્લેક સીમાં હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે.

નોંધનીય છે કે યુક્રેનના મોરિયુપોલની હાલત હજી પણ ખૂબ ખરાબ છે, કારણ કે હજી અહીં રશિયન સેના ઘેરો નાખી રહી છે. એક સમયે 4 લાખથી વધુ વસતિ ઘરાવતું શહેર અત્યારે સાવ જર્જરિત સ્થિતિમાં છે. મારિયુપોલના મેયરે દાવો કર્યો છે કે રશિયન હુમલામાં 10 હજારથી વધારે સૈનિકોનાં મોત થયાં છે.

બીજી બાજુ, યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ યુદ્ધના કેદીઓ માટે રશિયન સમર્થક રાજનેતા વિક્ટર મેદવેદચુકની અદલા-બદલીનો પ્રસ્તાવ મૂક્યો છે. બુધવારે એક સંબોધનમાં તેમણે કહ્યું હતું કે અમારી સેના માટે આ પ્રમાણેની શક્યતાઓ પર વિચાર કરવો ખૂબ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...