તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • Viv Richards Said Tibet Is Free, The Way Is Yet To Be Decided ..., People Said Has Your Account Been Hacked Or Not?

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આઝાદીની માંગ:વિવ રિચર્ડ્સે કહ્યું- તિબેટ આઝાદ થાય, માર્ગ નક્કી કરવાનો બાકી છે..., લોકોએ કહ્યું- તમારું એકાઉન્ટ હેક થયું કે શું?

નવી દિલ્હી/ધર્મશાલ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સ્વતંત્રતા દિવસ પર તિબેટના લોકોને પૂર્વ ક્રિકેટરે સમર્થન આપ્યું

તિબેટના નિરાશ્રિતોએ ધર્મશાલામાં તેમના દેશની આઝાદીની ઉજવણી કરી. શનિવારે 108મી વર્ષગાંઠને યાદગાર બનાવવા મેક્લિઓડગંજમાં સ્ટુડન્ટ ફોર ફ્રી તિબેટે (એસએફટી) ‘તિબેટનો રાષ્ટ્રધ્વજ ઊઠાવો..’ કાર્યક્રમ યોજ્યો. દરમિયાન, તિબેટની આઝાદીને વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ દિગ્ગજ ક્રિકેટર વિવિયન રિચર્ડ્સે પણ સમર્થન આપ્યું. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, ‘તિબેટને સ્વતંત્રતા દિવસ મુબારક. માર્ગ નક્કી કરવાનો બાકી છે.’ આ પોસ્ટ સાથે તેમણે #FreedomForTibet ટેગ કર્યું છે.

સાંજે 6 વાગ્યા સુધીમાં તેમની આ કમેન્ટ 19 હજાર વખત શૅર થઇ જ્યારે 72 હજાર લોકોએ તેને લાઇક પણ કરી. સર રિચર્ડ્સની કમેન્ટ અંગે સોશિયલ મીડિયા પર ઘણાં યુઝર્સે સવાલ કર્યા. કેટલાકે પૂછ્યું- ક્યાંક તેમનું એકાઉન્ટ હેક તો નથી થઇ ગયું? નોંધનીય છે કે 1913ની 13 ફેબ્રુઆરીએ 13મા દલાઇ લામા અને તિબેટિયનોએ તિબેટને એક સાર્વભૌમ રાષ્ટ્ર તરીકે બહાલ કરીને મંચૂ સૈન્યના નિષ્ફળ આક્રમણ બાદ તિબેટની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી.

ત્યારથી આ દિવસે દુનિયાભરના 30થી વધુ શહેરોમાં તિબેટનો સ્વતંત્રતા દિવસ મનાવાય છે. ચીને 1951માં તિબેટને તેના નિયંત્રણ હેઠળ લઇ લીધું હતું. 1959માં ચીન વિરુદ્ધ નિષ્ફળ બળવા બાદ 14મા દલાઇ લામાએ ભારતમાં શરણ લેવું પડ્યું.

લોકોએ કહ્યું- ચીને આક્રમણ કર્યું, તિબેટિયનોને અમે આશરો આપ્યો
એક યુઝરે લખ્યું- ચીને આક્રમણ કર્યું તો આપણે ભારતીયોએ તિબેટિયનોને આશરો આપ્યો. એક દિવસ તેમને ચીનમુક્ત કરાવીને તેમની માતૃભૂમિમાં પાછા મોકલીશું. અન્ય એક યુઝરે લખ્યું- તિબેટ ચીન નથી, તિબેટિયનોને મુક્ત કરવા દુનિયા કડક વલણ અપનાવે. અંતમાં વિવિયન રિચર્ડ્સે આ મુદ્દે સમર્થન બદલ આભાર માન્યો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો