તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:વાઈરસ સંકટથી મોદીની ઈમેજને નુકસાન; અતિ આત્મવિશ્વાસ અને ખોટા નિર્ણયોથી સ્થિતિ બગડી

ન્યૂયોર્ક15 દિવસ પહેલાલેખક: હરિ કુમાર 
 • કૉપી લિંક
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અભિયાન દરમિયાન એક સ્થળે લાગેલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર. - Divya Bhaskar
પશ્ચિમ બંગાળમાં ચૂંટણી અભિયાન દરમિયાન એક સ્થળે લાગેલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બેનર.
 • બીજી લહેર: વધતા જોખમ છતાં સરકારનું ધ્યાન વેપાર ચલાવવા પર વધુ રહ્યું
 • વિજ્ઞાનીઓ અને આરોગ્ય વિશેષજ્ઞોની ચેતવણીઓ અધિકારીઓએ નજરઅંદાજ કરી

તેમની કોવિડ-19 ટાસ્ક ફોર્સની બેઠક મહિનાઓથી મળી નથી. તેમના આરોગ્ય મંત્રીએ માર્ચમાં જનતાને આશ્વાસન આપ્યું હતું કે, ભારતમાં મહામારી સમાપ્ત થઈ ચુકી છે. જાન્યુઆરીના અંતમાં વર્લ્ડ ઈકોનોમિક પોરમના વર્ચ્યુઅલ સંમેલનમાં મોદીએ જણાવ્યું કે, ભારતે કોરોના પર અસરકારક રીતે કાબુ મેળવીને માનવતાને મોટા વિનાશથી બચાવી છે. હવે વાઈરસની બીજી લહેરે ભારતને દુનિયાનો સૌથી વધુ પ્રભાવિત દેશ બનાવી દીધો છે. વિજયની જાહેરાત પછી ગંભીર સંકટની સ્થિતિએ લોકોને મોદી અંગે નવેસરથી વિચારવા મજબૂર કર્યા છે.

એક સમયે દુનિયાભરના વિશેષજ્ઞ મહામારીના ભીષણ પ્રકોપથી બચવા માટે ભારતની પ્રશંસા કરતા હતા. હજુ પણ મોદીના સમર્થકો કહે છે કે, બારત વૈશ્વિક આપત્તિનો ભોગ બન્યો છે અને બીજી લહેરનું કારણ જાણવા વધુ સમયની જરૂર છે. જોકે, આરોગ્ય વિશેષજ્ઞો અને રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે, આ સ્થિતિ માટે મોદીનો અતિઆત્મવિસ્વાસ અને નેતૃત્વની પ્રભુત્વવાદી સ્ટાઈલ પણ જવાબદાર છે. ટીકાકારો કહે છે કે, તેમની સરકાર ભારતના પાટે ચડી જવાની ઈમેજ બનાવવા અને તોળાઈ રહેલા જોખમ છતાં વેપાર ખોલવા આતુર હતી. આ અંગેની માહિતી ધરાવતા કેટલાક લોકોએ કહ્યું કે, અધિકારીઓએ વિજ્ઞાનીઓની ચેતવણીને ફગાવી દીધી કે ભારતની વસતી પર જોખમ તોળાઈ રહ્યું છે અને બહુમતી લોકોમાં રોગપ્રતિકારક ક્ષમતા (હર્ડ ઈમ્યુનિટી) પેદા થઈ નથી.

દેશભરમાં વધતી વ્યથાએ મોદીના રાજકીય રીતે અજેય આભામંડળને નુકસાન પહોંચાડ્યું છે. વિરોધ પક્ષના નેતાઓએ હુમલા તેજ કર્યા છે. સત્તા પર છવાઈ જવાના કારણે મોદી તીખી ઓનલાઈન ટીકાના નિશાન પર છે. સંસદની ચૂંટણી ત્રણ વર્ષ પછી છે. તેમની સરકારમાંથી પક્ષપલટાનો કોઈ સંકેત નથી, એટલે મોદીની સત્તા સુરક્ષિત લાગે છે. તેમની સરકારે હેરાન થતા દર્દીઓને રાહત પહોંચાડવા પ્રયાસ તેજ કર્યા છે. છતાં વિશ્લેષકો માને છે કે, મોદીનો દબદબો હોવાને કારણે મોટાભાગના લોકો તેમને દેશભરમાં બીમારી અને મૃત્યુ માટે વ્યક્તિગત રીતે જવાબદાર માને છે. પોલિસી રિસર્ચ સેન્ટર, નવી દિલ્હીના આસિમ અલી કહે છે કે, વધુ દોષ મોદીની શાસન કરવાની શૈલીનો છો. મંત્રીઓની પસંદગી લાયકાતને બદલે વફાદારીને ધ્યાનમાં રાખીને કરાઈ છે. પારદર્શકતાને બદલે ગુપ્તતા અને ઈમેજ ટકાવી રાખવાને પ્રાથમિકતા અપાય છે.

ભારત વેક્સિનનો સૌથી મોટો નિર્માતા હોવા છતાં તેણે પોતાના બચાવ માટે પુરતી રસી ખરીદી નથી. સંક્રમણ વધતું હોવા છતાં મોદી અને ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણીઓમાં સતત મોટી રેલીઓ કરી છે. વિશ્લેષકો કહે છે કે, મોદી વિશેષજ્ઞોના બદલે સહયોગીઓને પ્રાથમિકતા આપે છે. ભૂલ જણાવે તો અધિકારી પર ગુસ્સો કરે છે. વિશ્વ બેન્કનું કહેવું છે કે, ભારતમાં લાંબા સમયથી જાહેર આરોગ્ય સુવિધાઓની ઉપેક્ષા થઈ રહી છે.

મતદારો વચ્ચે મોદી લોકપ્રિય
નબળા વિપક્ષ અને હિન્દુ રાષ્ટ્રવાદી સમર્થનના કારણે મોદીના સત્તામાં ટકી રહેવાની સંભાવના છે. તેમણે પોતાની છબીમાં પરિવર્તન લાવ્યું છે. ઈન્ટરનેશનલ કાર્નેગી એન્ડોમેન્ટ પીસમાં દક્ષિણ એશિયા પ્રોગ્રામના ડિરેક્ટર મિલન વૈષ્ણવ કહે છે કે, તેમના વ્યક્તિત્વમાં ચુંબકિય આકર્ષણ છે. સામાન્ય મતદારો વચ્ચે તેમની વ્યક્તિગત વિશ્વસનિયતા ઘણી વધું છે. લોકો મોદીને પસંદ છે. તેમને સાચા સાબિત કરવા રસ્તા શોધી લેશે.

ત્રણ મહિના સુધી કોવિડ ટાસ્ક ફોર્સની બેઠક નહીં
20 આરોગ્ય વિશેષજ્ઞોની કોવિડ-19 ટાસ્ક ફોર્સની મહિનામાં બે વખત બેઠક થતી હતી. ટાસ્ક ફોર્સ સંબંધિત માહિતી રાખતા ત્રણ લોકોએ કહ્યું કે, 11 જાન્યુઆરીથી 15 એપ્રિલ વચ્ચે ટાસ્ક ફોર્સની એક પણ બેઠક મળી નથી. બે લોકોએ કહ્યું કે, સરકારને વિશ્વાસ થઈ ગયો હતો કે જોખમ સમાપ્ત થઈ ગયું છે. કેટલાક વિજ્ઞાની ભારતના હર્ડ ઈમ્યુનિટી તરફ આગળ વધવાના સરકારના વલણથી ચિંતિત હતા. ત્રણ લોકો અનુસાર ચિંતિત વિજ્ઞાનીઓએ તેનો વિરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો