મ્યાનમારમાં સત્તાપલટાના વિરોધમાં સેનાનો આતંક:લોકશાહીના સમર્થક ભિક્ષુકોને આગમાં ફેંકી દીધા, ગોલ્ડન સ્તૂપની પાસે માત્ર વિનાશના જ અવશેષો વધ્યા

એક મહિનો પહેલા
  • મ્યાનમારમાં આંગ સાન સૂને સત્તા પર દૂર કરવામાં આવ્યા બાદ જુંટા સેનાએ ફેબ્રુઆરી 2021માં સત્તા કબજે કરી હતી

લોકતંત્ર સમર્થક ભિક્ષુકોના ગામ 'બિન'માં મ્યાનમાર સેનાએ ગત વર્ષે 2021માં આગ લગાડી દીધી હતી. એવું એટલા માટે કેમકે આ ગામમાં લોકો સૈન્યના વિરોધી અને લોકશાહીના સમર્થક હતા. સેનાએ આ વિરોધને ડામવા માટે બિન સહિત લગભગ 100 ગામોને ભસ્મીભૂત કરી દીધા. વિરોધના ખાળવા માટે સૈન્ય જુંટાના 100 જવાનોએ 5500થી વધુ વસતિવાળા બિન ગામમાં આગ લગાડી દીધી. જેના કારણે શહેરનો મોટા ભાગનો વિસ્તાર સળગીને ખાક થઈ ગયો.

મ્યાનમારના યાંગૂનમાં સૈન્ય સત્તાપલટા બાદ તેના વિરૂદ્ધ પ્રદર્શનો થયા, જેને સેનાએ દબાવવાનો પ્રયાસ કર્યો. તસવીરમાં- બિન ગામમાં જોવા મળતો વિનાશ.
મ્યાનમારના યાંગૂનમાં સૈન્ય સત્તાપલટા બાદ તેના વિરૂદ્ધ પ્રદર્શનો થયા, જેને સેનાએ દબાવવાનો પ્રયાસ કર્યો. તસવીરમાં- બિન ગામમાં જોવા મળતો વિનાશ.

આગ પછી માત્ર જોવા મળે છે વિનાશના દ્રશ્યો
આગના કારણે બિન ગામમાં ગોલ્ડન સ્તૂપની પાસે વિનાશના જ અવશેષો વધ્યા છે.સેનાના આતંકની તસવીર એક પત્રકારે ફેબ્રુઆરીમાં પોતાના કેમેરામાં કેદ કરી હતી. અમેરિકા આ ઘટનાને અત્યાર સુધીનો સૌથી મોટો નરસંહાર માને છે. મ્યાનમારમાં નેશનલ લીગ ફોર ડેમોક્રેટિક પાર્ટીના નેતા આંગ સાન સૂને સત્તા પર દૂર કરવામાં આવ્યા બાદ જુંટા સેનાએ ફેબ્રુઆરી 2021માં સત્તા કબજે કરી હતી.

  • આ વર્ષમાં જ 52 હજારથી વધુ લોકો સગૈંગ અને મૈગવે પ્રાંતમાંથી પલાયન કરી ચુક્યા છે.
  • 2017માં સેનાએ રોહિંગ્યાના હજારો ઘર સળગાવી દીધા હતા, જેમને દેશ છોડીને ભાગવું પડ્યું હતું.
  • 26 લેખકોને જુંટા શાસને ગત વર્ષે જેલમાં બંધ કર્યા હતા. આ લેખકો લોકશાહીના સમર્થક હતા.
અન્ય સમાચારો પણ છે...