• Gujarati News
  • International
  • Village Councils Like Panchayats Formed In China, Anti government Voices Raised, Rights Abolished In 4 Years

ભાસ્કર ખાસ:ચીનમાં પંચાયતો જેવી વિલેજ કાઉન્સિલ બનાવી, સરકાર વિરોધી સ્વર ઊઠ્યો તો 4 વર્ષમાં ખતમ કર્યા અધિકાર

ન્યુયોર્ક16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોમ્યુનિસ્ટ પાર્ટી નક્કી કરે છે પ્રજાતંત્ર નિયમ

ચીન ત્રણ હજાર સાંસદોની સાથે દુનિયાની સૌથી મોટી સંસદ હોવાનો દાવો કરે છે. પ્રજાતંત્રના નામે બે મોંઢાની વાતો છે. ચીને 1980માં ભારતની પંચાયતી રાજ વ્યવસ્થાને અનુસરી સત્તાના વિકેન્દ્રીકરણના નામે વિલેજ કાઉન્સિલની રચના કરી. થોડાક દસકા સુધી તો આ કાઉન્સિલ કામ કરતી રહી પરંતુ છેલ્લાં ચાર વર્ષ દરમિયાન આ વિલેજ કાઉન્સિલમાં સરકારના વિરોધમાં સ્વર ઊઠવા લાગ્યા તો ચીનની સરકારે આ કાઉન્સિલોના અધિકારો લગભગ ખતમ કરી દીધા છે.

ચીનમાં મહિલા તસ્કરીના મામલા વધી રહ્યા છે અને તેને રોકવા માટે કોઈ કડક કાયદા નથી. અનેકવાર આવા મામલા વિલેજ કાઉન્સિલમાં આવે છે. બે વર્ષ પહેલાં શાંક્સી પ્રાંતમાં આવો જ મામલો સામે આવ્યો જેમાં મહિલાને વેચી દેવામાં આવી હતી. વિલેજ કાઉન્સિલમાં અપરાધીઓ વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા પરંતુ કોમ્યુનિસ્ટ પાર્ટીના ઉચ્ચ પદાધિકારીઓ આ મામલા સાથે જોડાયેલા હોવાના કારણે કોઈ કાર્યવાહી ન થઈ શકી.

છેલ્લાં બે વર્ષ દરમિયાન ચીનમાં કોરોનાના કારણે લૉકડાઉન અને અન્ય પ્રતિબંધોની વિરુદ્ધ ગ્રામીણ સ્તર પર લોકોએ અવાજ ઉઠાવવાનો પ્રયાસ કર્યો પરંતુ કોમ્યુનિસ્ટ પાર્ટીના પદાધિકારીઓએ તેને દબાવી દીધો. મળતી માહિતી મુજબ ચીન દુનિયાની સમક્ષ ગ્રામીણ ક્ષેત્રોમાં સત્તાના વિકેન્દ્રીકરણના નામે આ વિલેજ કાઉન્સિલનું સંચાલન કરે છે પરંતુ ત્યાં સત્તાનું સાચું સુકાન કોમ્યુનિસ્ટ પાર્ટી અને સરકાર સમર્થક લોકોની પાસે જ રહે છે.

વિલેજ કાઉન્સિલના નિર્ણય લાગુ નથી થઈ શકતા
કોમ્યુનિસ્ટ પાર્ટી અંતત: અપરાધિક સંહિતાને કડક બનાવવાના નિર્ણય લઈ શકે છે. યેલ લૉ સ્કૂલના ચાંગહાઓ વેઈ કહે છે કે સરેરાશ ચાર વર્ષ ચીનમાં તેનું એક નવું રૂપ મળે છે. વિલેજ કાઉન્સિલ તરફથી લેવામાં આવેલા નિર્ણય લાગુ જ નથી થઈ શકતા.

અન્ય સમાચારો પણ છે...