સિલિકોન વેલી બેંકના પ્રશ્ન પર બાઈડેને ચાલતી પકડી:40 લાખથી વધુ વખત જોવાયો VIDEO; જાસૂસી બલૂનની ​​ઘટના બાબતના સવાલ પર પણ આવું જ કર્યું હતું

વોશિંગ્ટન11 દિવસ પહેલા
  • કૉપી લિંક

સિલિકોન વેલી બેંક ક્રાઈસીસે અમેરિકાની સરકાર સામે મુશ્કેલીઓ ઉભી કરી રહી હોય તેવું લાગે છે. સોમવારે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનને આ ક્રાઈસીસ પર સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કોઈ જવાબ આપ્યો ન હતો. આટલું જ નહીં તેમણે ઈવેન્ટમાંથી ઉભા થઈને ચાલતી પકડી હતી.

આ ઘટનાનો વીડિયો અત્યાર સુધીમાં 40 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ પ્રેસ કોન્ફરન્સમાં અધવચ્ચે છોડીને ચાલ્યા ગયા હોય. આ પહેલા પણ બાઈડેને ચીનના સ્પાઈ બલૂનની ​​ઘટના પર પ્રેસ કોન્ફરન્સ બોલાવી હતી. ઘટના વિશે જણાવ્યા બાદ જ્યારે બાઈડેનને સવાલ કરવામાં આવ્યો તો તેઓ જવાબ આપ્યા વિના જ કોન્ફરન્સમાંથી જતા રહ્યા હતા.

પત્રકારે બાઈડેનને પૂછ્યું - શું તમે ખાતરી આપી શકો છો કે ભવિષ્યમાં આવી ક્રાઈસીસ નહીં થાય?
રાષ્ટ્રપતિ જો બાઈડેન વ્હાઇટ હાઉસમાં "બેંકિંગ સિસ્ટમની જાળવણી અને ઐતિહાસિક આર્થિક સુધારાના રક્ષણ" વિષય પર બોલી રહ્યા હતા. ભાષણ પૂરું થયા પછી રિપોર્ટરે રાષ્ટ્રપતિ બાઈડેને સવાલ કર્યો હતો કે તમે આ (સિલિકોન વેલી બેંક ક્રાઇસિસ) વિશે શું જાણો છો, આવું કેમ થયું? અને શું તમે અમેરિકનોને ખાતરી આપી શકો છો કે આવું આગળ નહીં થાય?, પરંતુ જો બાઈડેને આ સવાલનો જવાબ આપ્યા વિના જ ચાલતી પકડી હતી.

રાષ્ટ્રપતિ જો બાઈડેન વ્હાઇટ હાઉસમાં "બેંકિંગ સિસ્ટમની જાળવણી અને ઐતિહાસિક આર્થિક સાધારાના રક્ષણ" બાબતે સંબોધન કરી રહ્યા હતા.
રાષ્ટ્રપતિ જો બાઈડેન વ્હાઇટ હાઉસમાં "બેંકિંગ સિસ્ટમની જાળવણી અને ઐતિહાસિક આર્થિક સાધારાના રક્ષણ" બાબતે સંબોધન કરી રહ્યા હતા.

પત્રકારને કહ્યું 'સન ઓફ બિચ'
ગયા વર્ષે જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને લાઇવ માઇક્રોફોન પર પત્રકાર પ્રત્યે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. પછી વ્હાઇટ હાઉસના ફોટો સેશનના પ્રસંગે, રાષ્ટ્રપતિ જો બાઈડેને લાઇવ માઇક્રોફોન પર ફોક્સ ન્યૂઝના પત્રકારને 'સન ઓફ બિચ' કહ્યું હતું.

પત્રકારે બાઈડેનને પૂછ્યું હતું કે દેશમાં સતત વધી રહેલી મોંઘવારીને કારણે મિડ ટર્મ ઈલેક્શનમાં તમારી પાર્ટીને કેટલું નુકસાન થશે. આ અંગે બાઈડેને કહ્યું કે તેનાથી નુકસાન નહીં ફાયદો થશે અને આ પછી તેમણે પત્રકારને 'સ્ટુપિડ સન ઓફ બિચ' કહ્યું હતું.

દેશની નાણાકીય વ્યવસ્થા સુરક્ષિત છે: રાષ્ટ્રપતિ બાઈડેન
સોમવારે જ રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું હતું કે દેશની નાણાકીય વ્યવસ્થા સુરક્ષિત છે. અમે વચન આપીએ છીએ કે સિલિકોન વેલી બેંકના પતનનાં પરિણામે થયેલા કોઈપણ નુકશાનને કરદાતાઓની ઉપર ઝીંકવામાં આવશે નહીં. આ મામલાને લગતા બે લોકોના જણાવ્યા અનુસાર, બાઈડેન પ્રશાસન અલાસ્કાના પેટ્રોલિયમ-રિચ નોર્થ સ્લોપ પર મેજર વિલો ઓઈલ પ્રોજેક્ટને મંજૂરી આપી રહ્યા છે.

HSBCએ સિલિકોન વેલી બેંકને ખરીદી
HSBCએ અમેરિકાની સિલિકોન વેલી બેંકનું યુકે યુનિટ ખરીદ્યું છે. આ ડીલ માત્ર 1 પાઉન્ડ એટલે કે લગભગ 99 રૂપિયામાં થઈ છે. સંપાદનની કિંમત માત્ર નામ માટે છે, કારણ કે સિલિકોન વેલી બેંકનું સમગ્ર દેવાને સરકારનું બેકઅપ છે. એટલે કે આ ડીલ પછી HSBCએ કોઈ લોન ચૂકવવાની રહેશે નહીં.

HSBCએ અમેરિકાની સિલિકોન વેલી બેંકના UK યુનિટને ખરીદી લીધું છે.
HSBCએ અમેરિકાની સિલિકોન વેલી બેંકના UK યુનિટને ખરીદી લીધું છે.

HSBCએ કહ્યું કે 10 માર્ચ સુધી, સિલિકોન વેલી બેન્ક UK લિમિટેડ પર લગભગ 5.5 અબજ પાઉન્ડની લોન હતી અને લગભગ 6.7 અબજ પાઉન્ડની રકમ જમા હતી. 31 ડિસેમ્બર 2022ના પુરા થયેલા ફાઈનાન્સિયલ વર્ષમાં SVB UKએ 88 મિલિયન પાઉન્ડનો પ્રોફિટ બિફોર ટેક્સ નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...