પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ તાજેતરની UAEની મુલાકાત દરમિયાન દેશ માટે લોન માગતી વખતે માનસિક તણાવ અને ખચકાટનો સામનો કરવો પડ્યો હતો તે વિશે કહી રહ્યો છે.
શાહબાઝના કહેવા પ્રમાણે, પાકિસ્તાનના વઝીર-એ-આઝમ તરીકે મને UAEમાં જે બાબતોનો સામનો કરવો પડ્યો હતો તેનો ઉલ્લેખ કરવો જરૂરી છે. ત્યાં મારે ઘણી શરમનો સામનો કરવો પડ્યો.
શાહબાઝ એક અઠવાડિયા પહેલા વિદેશ પ્રવાસે ગયા હતા. તેમણે જિનેવા ક્લાઈમેટ સમિતિમાં હિસ્સો લીધો હતો. ત્યાર પછી સાઉદી અરબ અને UAE ગયા હતા. ત્રણેય જગ્યાએ તેમણે લોન માગી હતી. સાઉદીએ બે અને UAEએ એક અરબ ડોલર ગેરંટી ડિપોઝિટ આપવાનો વિશ્વાસ અપાવ્યો હતો.
પહેલા જાણો વીડિયોમાં શાહબાઝ શું કહી રહ્યા છે...
હું બે દિવસ પહેલા UAE થઈને આવ્યો છું. ત્યાંના સદર (રાષ્ટ્રપતિ) મારા મોટા ભાઈ મોહમ્મદ બિન ઝાયેદ છે. તેમણે ખૂબ પ્રેમથી મારી સાથે વર્તન કર્યું. અગાઉ મેં નક્કી કર્યું હતું કે હું તેમની પાસેથી વધુ લોન નહીં માંગું, પણ પછી છેલ્લી ઘડીએ મેં નક્કી કર્યું અને તેમની પાસેથી વધુ લોન માગવાની હિંમત એકઠી કરી. મેં તેમને કહ્યું- સર, તમે મારા મોટા ભાઈ છો. મને બહુ શરમ આવે છે, પણ શું કરું, હું બહુ લાચાર છું. તમે બધા અમારી અર્થવ્યવસ્થા વિશે જાણો છો. તમે મને વધુ એક અબજ ડોલર આપો.
સેના સામે દેવાના રોદડા રડે છે
ગયા અઠવાડિયે, શરીફે મુખ્ય અતિથિ તરીકે પાકિસ્તાની સેનાના પાસિંગ આઉટ પરેડ સમારોહમાં હાજરી આપી હતી. ત્યારે પણ તેમણે દેશના દેવાની વાત કરી હતી. રાષ્ટ્રપતિ આરિફ અલ્વી પણ અહીં આર્મી ચીફ અને ISI સાથે હાજર હતા. આર્મી ચીફ જનરલ અસીમ મુનીર અને ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ નદીમ અંજુમની સામે શાહબાઝ શરીફનું આ નિવેદન મહત્વનું માનવામાં આવતું હતું, કારણ કે પાકિસ્તાનના કુલ બજેટનો સૌથી મોટો હિસ્સો સેના પર ખર્ચવામાં આવે છે અને દર વર્ષે તેમાં 10%નો વધારો થાય છે.
શરીફે પરેડમાં કહ્યું- મારા માટે આ ખૂબ જ શરમની વાત છે કે દરેક વખતે આપણે લોન માગવી પડે છે. તે વધુ ખરાબ લાગે છે કારણ કે પાકિસ્તાન પરમાણુ શક્તિ છે. હું કહેવા માગુ છું કે દેશ તરીકે ક્યાં સુધી આપણે દેવા પર નિર્ભર રહીશું. દેશ ચલાવવાનો આ સાચો રસ્તો નથી અને ન તો આપણે આ રીતે દેશને સાચી દિશામાં લઈ જઈ શકીએ છીએ. આપણે એ પણ વિચારવું જોઈએ કે આજે નહીં તો કાલે આ દેશને પણ આ દેવું પરત કરવાનું છે.
સાઉદી અરબ અને UAEનો ઉલ્લેખ
માગ્યું દાન અને મળી લોન
સાઉદીએ કેવી રીતે આપ્યો ફટકો?
2020માં જ્યારે સાઉદીએ પાકિસ્તાનને લોન પર 3 બિલિયન ડોલરનું વધુ તેલ આપ્યું ત્યારે એક શરત રાખવામાં આવી હતી. સાઉદીએ કહ્યું હતું કે તે 36 કલાકની નોટિસ પર આ પૈસા ઉપાડી શકે છે. પાકિસ્તાને વ્યાજ પણ ચૂકવવું પડશે અને આ માત્ર ગેરંટી મની હશે. મતલબ કે પાકિસ્તાન તેનો ખર્ચ કરી શકશે નહીં. આ વખતે પણ પરિસ્થિતિ બદલાઈ નથી. તેથી, તે સ્પષ્ટ છે કે જૂની શરતો ચાલુ રહેશે.
2019માં, સાઉદી ક્રાઉન પ્રિન્સ સલમાન પાકિસ્તાનની મુલાકાતે ગયા હતા. ત્યારે ઈમરાન ખાન વડાપ્રધાન હતા અને તેમણે પોતે કાર ચલાવી હતી. ત્યારે પણ સલમાને પાકિસ્તાનમાં 10 અબજ ડોલરનું રોકાણ કરવાનું વચન આપ્યું હતું. 3 વર્ષ પછી પણ વચન પાળ્યું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.