તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિનું ખરાબ કૃત્ય:મહિલા સહાયકના ગુપ્ત ભાગને સ્પર્શ કરવાના પ્રયાસનો વીડિયો વાયરલ

એક મહિનો પહેલા
 • કૉપી લિંક
વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર દૂતેર્તેની ખૂબ જ નિંદા કરવામાં આવી રહી છે. - Divya Bhaskar
વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર દૂતેર્તેની ખૂબ જ નિંદા કરવામાં આવી રહી છે.
 • ખરાબ કૃત્ય અંગે ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિની નિંદા કરવામાં આવી રહી

ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો દૂતેર્તે અનેક વાર વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. આ વખતે પણ તેમણે કંઈક એવું કર્યું છે જેના કારણે તેમની ભારે નિંદા કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે, જેમાં દૂતેર્તે તેમના ઘરે એક મહિલા સહાયકના ગુપ્ત ભાગને સ્પર્શ કરવાના પ્રયાસ કરતાં નજરે પડી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ
આપને જણાવી દઈએ કે આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા પર દૂતેર્તેની ખૂબ જ નિંદા કરવામાં આવી રહી છે. એવામાં આ બાબતે સ્પષ્ટતા કરતાં પ્રેસિડેન્શિયલ પેલેસે એક નિવેદન જાહેર કર્યું છે. પ્રેસિડેન્શિયલ પેલેસે દ્વારા કહેવામા આવ્યું છે કે દૂતેર્તે વીડિયોમાં ફ્ક્ત પ્લેફુલ થવાના પ્રયાસ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા દક્ષિણ કોરિયામાં એક ભાષણ દરમિયાન વચ્ચે જ દૂતેર્તેએ એક વિદેશી ફિલિપાઈન્સ કાર્યકર્તાને ચુંબન કરી લીધું હતું, ત્યારબાદ પણ તેમની ખૂબ જ નિંદા કરવામાં આવી હતી.

દૂતેર્તે પહેલા પણ વિવાદમાં રહ્યા છે
આ પહેલા પણ દૂતેર્તે પોતાની ખરાબ હરકતોને લઈને વિવાદમાં રહ્યા છે. અગાઉ દૂતેર્તે દક્ષિણ કોરિયાના પ્રવાસ પર ગયા હતા. આ દરમિયાન ત્યાં તેમણે ફિલિપાઈન્સના શ્રમિકો માટેના એક આયોજિત કાર્યક્ર્મમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે બે યુવતીઓને એક પુસ્તકની નકલ મફત આપવા માટે સ્ટેજ પર બોલાવી હતી. જ્યારે પ્રથમ યુવતી સ્ટેજ પર આવી હતી ત્યારે દૂતેર્તેએ યુવતીને ભેટી પડ્યા હતા અને તેના ગાલ પર ચુંબન કર્યું હતું.

આ પહેલા દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમમાં દૂતેર્તેએ યુવતીને કિસ કરી હતી.
આ પહેલા દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન એક કાર્યક્રમમાં દૂતેર્તેએ યુવતીને કિસ કરી હતી.

જ્યારે બીજી યુવતી સ્ટેજ પર આવી ત્યારે દૂતેર્તેએ તેને પુસ્તકને બદલે હોઠ કિસ કરવાની વાત કરી હતી. તે યુવતી સામે ઇશારો કરતાં રહ્યા. આ દરમિયાન યુવતી ખચકાઈ હતી અને દૂતેર્તેએ આગળ આવીને​​​​​​​ તે યુવતીને કિસ કરી લીધી હતી. આ પછી તેમણે કહ્યું કે આ કિસ ફક્ત મજા માટે અને ત્યાં હાજર લોકોના મનોરંજન માટે જ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો