• Gujarati News
  • International
  • Vice President Cristina Survives When The Trigger Is Tripped At The Last Minute; Arrest Of The Assailant

આર્જેન્ટીનાનાં વાઇસ-પ્રેસિડેન્ટની હત્યાનો પ્રયત્ન કરાયો:હુમલાખોરે માથા પર જ બંદૂક તાકી, છેલ્લી ઘડીએ ટ્રિગર ફસાઈ જતાં ક્રિસ્ટિના બચી ગયા; VIDEO

બ્યૂનસ આયર્સએક મહિનો પહેલા
  • પિસ્તોલનું ટ્રિગર ફસાઈ જવાથી હુમલાખોર ફાયરિંગ કરી શક્યો નહીં
  • આરોપી પકડાઈ ગયો

આર્જેન્ટીનાની પોલીસે વાઇસ-પ્રેસિડન્ટ ક્રિસ્ટિના ફર્નાન્ડિઝ પર પિસ્તોલ વડે હુમલો કરનારી શંકાસ્પદ વ્યક્તિને પકડી લીધી છે. પોલીસે કહ્યું હતું કે આરોપી ઉપરાષ્ટ્રપતિની હત્યા કરવાના ઈરાદે આવ્યો હતો.

ટ્રિગર ફસાઈ જવાથી ઉપરાષ્ટ્રપતિનો જીવ બચી ગયો
પ્રેસિડન્ટ આલ્બર્ટો ફર્નાન્ડિઝે કહ્યું હતું- જે પિસ્તોલથી હુમલાખોરે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો એમાં પાંચ ગોળી હતી. છેલ્લી ઘડીએ પિસ્તોલનું ટ્રિગર ફસાઈ જવાથી હુમલાખોર ફાયરિંગ કરી શક્યો નહીં, જેથી જીવ બચી ગયો. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે આરોપી બ્રાઝિલનો રહેવાસી છે. તેનું નામ ફર્નાન્ડો આન્દ્રે સબાગ મોન્ટિએલ છે.

ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. નજીકમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો હતો. નજીકમાં હાજર લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

ક્રિસ્ટિના સમર્થકો વચ્ચે હાજર હતા
આ ઘટના ગુરુવારે રાત્રે બની હતી. ક્રિસ્ટિના પોતાના ઘરની બહાર સમર્થકો વચ્ચે હાજર હતા. આ દરમિયાન એક અજાણી વ્યક્તિ પોઈન્ટ બ્લેન્ક પિસ્તોલ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. નજીકમાં હાજર લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

પોલીસ હુમલાખોરની ઓળખ કરી રહી
આર્જેન્ટીનાના સુરક્ષામંત્રીએ સ્થાનિક ન્યૂઝ ચેનલ C5Nને જણાવ્યું હતું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. હુમલાખોરે ઉપરાષ્ટ્રપતિના ચહેરાની ખૂબ નજીક પિસ્તોલ તાકી દીધી હતી. ઘટના દરમિયાન અફરાતફરી મચી ગઈ હતી. જેવી શંકાસ્પદ વ્યક્તિ-ક્રિસ્ટિના સામે દેખાયો કે તેમના સિક્યોરિટી ગાર્ડ એક્શનમાં આવતાં હુમલાખોરની ધરપકડ કરવામાં આવી હતી.

ક્રિસ્ટિનાના ઘરની બહાર સમર્થકો કેમ હતા?
ક્રિસ્ટિના 2007-2015 સુધી રાષ્ટ્રપતિ રહ્યા હતા. આ દરમિયાન તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો. આ કેસની સુનાવણી હજુ ચાલી રહી છે. તેમની સામે ચાલી રહેલા કેસના વિરોધમાં તેમના સમર્થકો ઘરની બહાર રેલી કાઢી રહ્યા હતા.

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની પણ હત્યા કરવામાં આવી હતી

આ વર્ષે 8 જુલાઈએ જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્ઝો આબેની એક અભિયાન દરમિયાન હત્યા કરવામાં આવી હતી. હુમલાખોરે ખૂબ જ નજીકથી આબેને ગોળી મારી દીધી હતી. હુમલાખોર પ્રથમ ફાયરિંગ ચૂકી ગયો હતો. આ પછી જેવા જ આબે પાછળ ફર્યા, તેમને બીજી ગોળી છાતીમાં વાગી કઈ હતી અને તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. સિક્યોરિટી ગાર્ડે હત્યારાને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...