તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વસંતી પંચમીનું પર્વ ભારત જ નહીં પાકિસ્તાનમાં પણ ધામધૂમથી મનાવાય છે. આ જ કારણ છે કે હાલમાં પેશાવરનાં બજારોમાં રોનક છવાઈ છે. લોકો બાળકોને નવાં કપડાં અપાવવા અને ડ્રાયફ્રૂટ્સ, પીળા ચોખાની ખરીદીમાં વ્યસ્ત છે. પેશાવરના હિન્દુ તેના હારુન સરબ દયાલ કહે છે કે પેશાવર સહિત દેશના અન્ય ભાગોમાં અનેક અઠવાડિયાં પહેલાં વસંત પંચમીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. બાળકો રંગબેરંગી તો વૃદ્ધો અને મહિલાઓ પીળા રંગનાં કપડાં પહેરે છે. સ્વાદિષ્ઠ વ્યંજનો તૈયાર કરાય છે.
તેમાં પીળા ચોખાની ખીર મુખ્ય હોય છે. ખરેખર પાક.ના ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના પેશાવર અને પંજાબ પ્રાંત માટે વસંત પંચમી મુખ્ય પર્વોમાં સામેલ છે. 1990ના દાયકામાં વધતા આતંકવાદ અને ધાર્મિક કટ્ટરતાએ આ રંગો ફીકા પાડી દીધા હતા. જોકે સમયની સાથે પહેલાં જેવું સૌહાર્દ દેખાવા લાગ્યું છે. પેશાવર હિન્દુઓનાં સૌથી જૂનાં શહેરો પૈકી એક છે. અહીં 70 હજારથી વધુ હિન્દુ રહેશે. પ્રાચીન મંદિર પર છે. વસંત પંચમી પર મંદિરોમાં ખાસ રોનક રહે છે.
પેશાવરનાં પ્રાચીન મંદિરના પૂજારી શકીલકુમાર કહે છે કે હિન્દુ સમુદાય પિસ્તા, બદામ, કાજુ, મગફળીનાં બોક્સ બનાવે છે. ખાસ હક્વા મીઠાઈ બનાવે છે અને પાડોશીઓને ભેટ કરે છે.
પેશાવરના સદરના જુબૈર ઈલાહી કહે છે કે વસંત પંચમી પર અમે હિન્દુ મિત્રોના ઘરે જઈએ છીએ. ભોજન કરીએ છીએ અને રાતભર ચાલતા ઉત્સવમાં સામેલ થઇએ છીએ.
આ પર્વને આંતરરાષ્ટ્રીય ઉત્સવનો દરજ્જો પ્રાપ્ત હતો
લાહોરના પત્રકાર ફુરખાન જન કહે છે કે વસંત પંચમીની રાત્રે મુસ્લિમ પરિવારો પણ નૃત્ય પાર્ટી યોજે છે. અમુક વર્ષ પહેલામ સુધી અહીં વસંત પંચમીને આંતરરાષ્ટ્રીય ઉત્સવનો દરજ્જો અપાયો હતો. શહેર રંગીન ઝંડાથી શણગારાતું હતું. સાંજ થતાં જ છતો પર સર્ચ લાઈટ લગાવાતી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.