તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Vaccines Approved For Children Aged 3 To 17 In China; China Is The First Country In The World To Approve A Vaccine For A Three year old Child

ચીનની મોટી સફળતા:ચીનમાં 3 થી 17 વર્ષના બાળકો માટે વેક્સિનને મંજૂરી; ત્રણ વર્ષના બાળક માટેની વેક્સિનને મંજૂરી આપનાર દુનિયાનો પ્રથમ દેશ ચીન

બેઇજિંગ5 દિવસ પહેલા
બાળકોની વેક્સિન બાબતે ચીનમાં કરવામાં આવેલી ટ્રાયલને સફળ થયેલી જણાવવામાં આવી રહી છે.
  • અમેરિકા-બ્રિટનમાં 12 થી 17 વર્ષના કિશોરોને જ વેક્સિન આપવાની મંજૂરી
  • ચીનમાં અત્યાર સુધીમાં 72 કરોડથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી

ચીનમાં 3 થી 17 વર્ષના બાળકો માટે સિનોવેક બાયોટેકની કોરોના વેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે. ત્રણ વર્ષના બાળક માટે વેક્સિનને મંજૂરી આપનાર ચીન દુનિયાનો પ્રથમ દેશ છે. અત્યાર સુધીમાં ચીનમાં 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિન અપાવામાં આવી રહી હતી.

અમેરિકા, બ્રિટન, યુરોપ અને કેટલાક અન્ય દેશોમાં 12 થી 16 વર્ષના કિશોરોને વેક્સિન આપવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે, હજી સુધી તે પુષ્ટિ કરવામાં આવી નથી કે કયા વયના વર્ગને અને ક્યારે ચીનમાં આ વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.

અન્ય કંપનીઓએ પણ માંગી મંજૂરી
ચીનની સરકારી કંપની સિનોફાર્મએ પણ કિશોરો માટે પોતાની વેક્સિનની મંજૂરી માંગી છે. સિનોફાર્મ વેક્સિન માટે સિનોવેકની ટેક્નિકનો જ ઉપયોગ કરી રહી છે. જ્યારે એક તરફ કંપની કેનસીનો બાયોલોજિક્સ6 યજિ 17 વર્ષના બાળકો-કિશોરો માટે વેક્સિન બનાવી રહી છે. તેની ટેક્નિક સિનોવેકથી અલગ છે. તેની વેક્સિનના બીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે.

ટ્રાયલ સફળ: બૂસ્ટર ડોઝ આપતા એક સપ્તાહમાં 10 ગણા વધુ એન્ટિબોડી
સિનોવેકના બીજા તબક્કાની ટ્રાયલ ચાલી રહી છે. ટ્રાયલ દરમિયાન વોલંટિયરોને વેક્સિનના બે નિયમિત ડોઝ આપવામાં આવ્યા. ત્યાર બાદ ત્રીજો બૂસ્ટર ડોઝ પપણ આપવામાં આવ્યો. આ દરમિયાન પહેલાની અપેક્ષાએ એક સપ્તાહમાં એન્ટિબોડીનું લેવલ 10 અને 15 દિવસ બાદ 20 ગણું જોવા મળ્યું. જો કે હજી કંપનીને એન્ટિબોડી જો કે, અત્યારે કંપનીને એન્ટિબોડીના સમયની લાંબા ગાળાની સમીક્ષાની જરૂર છે. તે પછી અધિકારીઓની ભલામણ લેવામાં આવશે કે ત્રીજી ડોઝ ક્યારે આપવામાં આવશે.

વેક્સિન સલામત અને અસરકારક હોવાનું જણાયું
સિનોવેક બાયોટેકના CEO યિન વેઇદોંગે જણાવ્યુ હતું કે પહેલા અને બીજા તબક્કાની ટ્રાયલમાં હજારો વોલંટિયરોને સામેલ કરવામાં આવ્યા હતા. આ વેક્સિન પુખ્ત વયના લોકોની જેમ જ બાળકો પાટે પણ સંપૂર્ણ રીતે સલામત અને અસરકારક હોવાનું જાણવા મળ્યુ છે. સમાન વેક્સિન, સમાન ડોઝ અને સમાન પ્રક્રિયાનો ઉપયોગ ત્રણથી 17 વર્ષના બાળકો-કિશોરો માટે પણ કરી શકાય છે.

અત્યાર સુધીમાં 72 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી
ચીનમાં ત્રણ જૂન સુધીમાં 72.3 કરોડ લોકોનું વેક્સિનેશન કરવામાં આવ્યું છે. આ વર્ષના અંત સુધીમાં 1.4 અબજની જનસંખ્યામાંથી 80% લોકોને વેક્સિનેશન કરવાનો અંદાજો છે.