તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • Vaccine Recipients Are Offered Free Food, Beer alcohol marijuana At The Restaurant; In China, Free Ice Cream Is A Source Of Intimidation

વેક્સિનેશન વધારવા અનોખી સ્ટ્રેટેજી:વેક્સિન લેનારને રેસ્ટોરન્ટમાં ફ્રી ફૂડ, બીયર-દારૂ-ગાંજાની ઓફર; ચીનમાં ક્યાંક ફ્રી આઈસક્રીમ તો ક્યાંક ધાક-ધમકીનો સહારો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં જૂની દિલ્હી અને કનૉટ પ્લેસની ઘણી હોટલમાં વેક્સિન લેનારને ફૂડ પર 25-30%ની છૂટ અપાઈ રહી છે

ભારતમાં કોરોનાના બીજા તબક્કાએ કહેર વરસાવ્યું છે. અત્યારે લાખો કેસ પ્રતિદિવસ ભારતમાં મળી આવે છે. તેવામાં આખી દુનિયા પણ આ મહામારીથી પરેશાન થઈ ગઈ છે. તજજ્ઞોની સલાહ પર ધ્યાન કેન્દ્રીત કરીએ તો આ મહામારીને રોકવા માટેનો સૌથી મજબૂત ઉપાય વેક્સિનેશનનો છે. પરંતુ આમાં દુનિયા 2 ભાગમાં વહેંચાઈ ગઈ છે.

એક તરફ એવા દેશો જ્યાં કોરોનાની એકપણ વેક્સિન ઉપલબ્ધ નથી. તો બીજી બાજુ એવા દેશો પણ છે, જ્યાં વિવિધ કંપનીઓની વેક્સિન છે પરંતુ મોટાભાગના નાગરિકો તેને લેવા માટે તૈયાર નથી.

તમામ દેશોમાં વેક્સિનના ડોઝ લેવા માટે લોકોને આકર્ષવા માટે વિવિધ નુસ્ખાઓ હાથ ધરાયા છે. જેમકે ક્યાંક ફ્રીમાં ફૂડ આપતી હોટલોની ઓફર, તો ક્યાંક ફ્રીમાં બીયર અને ગાંજો આપવાની પણ ઓફર કરાઈ રહી છે.

ચીનમાં લોકોને વેક્સિન લેવા પ્રેરિત કરવા માટે દ્વીમુખી કાર્યપ્રણાલી ચાલી રહી છે. એક તરફ કેટલાક શહેરો સારી ઓફર આપીને લોકોને આકર્ષિત કરી રહી છે. તો અન્ય કેટલાક શહેરો ફરજિયાત વેક્સિન લેવા માટે લોકોને આદેશ આપી રહ્યા છે. હેનાન પ્રાંતના એક શહેરમાં સ્થાનીક સરકારે વેક્સિન ના લેનારને નોકરીમાંથી કાઢી મૂકવાની વાત કરી હતી. તેની સાથે એના બાળકોના શૈક્ષણિક અભ્યાસ અને પોતાના મકાનની પણ સુરક્ષા જોખમાય તેવી ચેતવણી પણ આપી હતી. તો ચલો આપણે જાણીએ દુનિયામાં વેક્સિન લેગાવવા માટે કેવી-કેવી ઓફરો આપી લોકોને આકર્ષવામાં આવે છે.....

ચીનમાં ઘણા વિસ્તારોમાં જોર-જબરદસ્તીથી વેક્સિનેશન

દુનિયામાં વેક્સિનેશન કાચબાની ગતિએ, હજુસુધી પ્રતિ 100 લોકોમાં માત્ર 9 ડોઝ લાગ્યા છે.