તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઈમ મેગેઝિનમાંથી...:અમેરિકામાં લગ્ન અને ડેટિંગ માટે વેક્સિનની શરત, તેના આધારે સગપણ નક્કી થઈ રહ્યાં છે

વોશિંગ્ટનએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વેક્સિનેશન લોકોની સામાજિક પ્રાથમિકતાઓમાં નવેસરથી પરિવર્તન લાવ્યું
 • વાઈરસ સામે રક્ષણ આપતી વેક્સિન આપવાની શરૂઆત થયા બાદ લોકોના સંબંધો પર અસર થવા લાગી

કોરોના વાઈરસ મહામારીએ છેલ્લા 1 વર્ષથી અસંખ્ય લોકોનું સામાજિક જીવન અસ્ત-વ્યસ્ત કરી રાખ્યું છે. અમેરિકામાં ઘણા લોકો માટે વેક્સિનેશનથી સ્થિતિમાં પરિવર્તનની શરૂઆત થઇ રહી છે. વેક્સિને લોકો માટે નવા પ્રકારની સામાજિક દુવિધા પેદા કરી છે. લોકો તેમના પરિજનો, મિત્રોને મળી રહ્યા નથી. તે વિચારે છે કે વેક્સિન લાગ્યા બાદ મુલાકાત કરશે. લગ્ન અને અન્ય સમારોહમાં એવા આમંત્રિત લોકોની અપેક્ષા રખાય છે કે જેમણે વેક્સિન લઈ લીધી હોય તો જ તેઓ આવે. એટલું જ નહીં લોકો ડેટિંગ માટે વેક્સિનની શરત રાખવા લાગ્યા છે.

સરકારી એજન્સી સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ(સીડીસી)એ વેક્સિન લઈ ચૂકેલા લોકોને ઘરની અંદર માસ્ક પહેર્યા વિના અમુક મિત્રો કે એવા સ્વસ્થ લોકોને મળવાની સલાહ આપી છે જેમણે વેક્સિન નથી લીધી. 23 માર્ચ સુધી અમેરિકામાં ફક્ત 13.5% લોકોને વેક્સિનના બંને ડૉઝ આપ્યા હતા. મોટા ભાગના લોકોને વેક્સિન ન મળવાથી તમામ પ્રકારના સંબંધોમાં તણાવ છે. અમુક લોકો પોતાની કે પરિજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખી મુલાકાત નથી કરી રહ્યા. ઘણા લોકો વેક્સિન મામલે આવનારા લોકોની સ્થિતિના હિસાબે તેમના સામાજિક કાર્યક્રમ નક્કી કરી રહ્યા છે. એક રીતે સામાજિક કોડ આકાર પામી રહ્યો છે. વેક્સિનથી વંચિત લોકો વચ્ચે અધિરતાની ભાવના પણ છે. માર્ચમાં ટાઈમ/હેરિસ સરવેમાં 60% લોકો પરિજનો અને મિત્રોને વેક્સિન લેવા માટે પ્રેરિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

માર્ચમાં લગ્નનાં વસ્ત્રો વેચતી મલ્ટિ નેશનલ ચેન ડેવિડ બ્રાઈડલ દ્વારા સોશિયલ મીડિયા પર થયેલા એક સરવેમાં સગાઈ કરી ચૂકેલા 20 ટકા લોકોએ કહ્યું કે તે પોતાનાં લગ્નમાં મહેમાનો માટે વેક્સિન ફરજિયાત કરશે. ડિસેમ્બર 2020માં લગ્નનાં વસ્ત્રોની બ્રાન્ડ બર્ડી ગ્રેના આવા જ એક સરવેમાં 35 ટકા લોકોએ જણાવ્યું કે તેમની પણ આવી જ યોજના છે.

સિએટલમાં રહેતા 28 વર્ષીય ક્લિનિક રિસર્ચ કોઓર્ડિનેટર સુખમણી કહલો કહે છે કે તે અને તેમના ડૉક્ટર મંગેતરે નક્કી કર્યું છે કે તે તેમનાં લગ્નના રિસેપ્શનમાં વેક્સિન ફરજિયાત કરશે. દરેક મહેમાન પાસે અપેક્ષા રખાશે કે તે વેક્સિન લીધા પછી જ આવે. સુખમણી કહે છે કે તેનાથી ઘણા લોકોને માઠું લાગશે. મારા અમુક મિત્રો અને સંબંધીઓએ વેક્સિન ન લેવાનો નિર્ણય કર્યો છે પણ અમે આ મામલે સમાધાન નહીં કરીએ. મહિનાઓ સુધી અલગ રહ્યા બાદ લોકોમાં પોતાના પ્રિયજનોને મળવાની ઉત્સુકતા સ્વાભાવિક છે. એટલા માટે વધારેમાં વધારે લોકો પોતાના કાર્યક્રમ મિત્રો અને સંબંધીઓના વેક્સિનેશનને ધ્યાનમાં રાખીને બનાવી રહ્યા છે.

પરિચયમાં વેક્સિનેશનની સ્થિતિ પૂછે​​​​​​​ છે
ડેટિંગ એપ્સે ધ્યાન આપ્યું કે પોતાની પ્રોફાઈલમાં વેક્સિન શબ્દનો ઉલ્લેખ કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે. લોકો સુરક્ષાની સ્થિતિના આધારે પાર્ટનરની પસંદગી કરવા માગે છે. ઓહાયોની વતની 26 વર્ષીય નતાલીએ જ્યારે ડેટિંગ એપ કોફી મીટ્સ બજેલ પર લોગ ઈન કર્યું તો તેમની સ્ક્રીન પર એક પોપ અપ મેસેજ આવ્યો. તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે વેક્સિન લીધી છે. એપ દ્વારા આવી જાણકારી માગવામાં આવતા તેમને આશ્ચર્ય થયું હતું. નતાલી પિતાને મળવા બેચેન છે. તે વેક્સિન લઈ ચૂક્યા છે પણ સાવકી માએ વેક્સિન લીધી નથી.

30% લોકો વેક્સિનના વિરોધી
વેક્સિન લેવાથી બચનારા લોકો તેમના સંબંધીઓ અને મિત્રો માટે મુશ્કેલ સ્થિતિ પેદા કરી રહ્યા છે. પ્યૂ રિસર્ચ સેન્ટર અનુસાર ફેબ્રુઆરી 2021માં 30 ટકા અમેરિકીઓએ કહ્યું કે તે કોરોના વેક્સિન નહીં લે. બીજી બાજુ માર્ચમાં એક્સિયોસ / ઈપસોસ સરવેમાં 30 ટકા લોકોએ કહ્યું કે જ્યાં સુધી તેમની સાથે સગપણ ધરાવતા લોકો વેક્સિન નહીં લે તે તેમના કાર્યક્રમોમાં સામેલ નહીં થાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો