તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેક્સિનેશનને સંજીવની માનીને સંક્રમણ પર કાબૂ મેળવ્યો:યુદ્ધના ધોરણે વેક્સિનેશનથી બદલાઈ અમેરિકાની તસવીર, બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને હવે માસ્ક વિના ફરવાની છૂટ

ન્યૂયોર્ક15 દિવસ પહેલાલેખક: મોહમ્મદ અલી
રાષ્ટ્રપતિ બાઇડને 4 જુલાઈએ કોવિડથી મુક્તિનો દિવસ નક્કી કર્યો છે. આ દિવસે અમેરિકાનું લક્ષ્ય એ છે કે સમગ્ર જનસંખ્યાનું સંપૂર્ણ વેક્સિનેશન.
  • અમેરિકામાં 3 મહિના પહેલાં જ કોવિડથી મહાપ્રલય જેવી સ્થિતિ જોવા મળી રહી હતી, હવે સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે
  • દેશની 40% વસતિને બંને ડોઝ આપવામાં આવ્યા છે, 55% વસતિને એક ડોઝ મળ્યો છે

અમેરિકા કોરોનાવાયરસના સૌથી ખરાબ તબક્કામાંથી પસાર થઇ ચૂક્યું છે. આનું કારણ એ છે કે ટ્રમ્પ વહીવટ દરમિયાન થયેલી ભૂલોમાંથી બોધપાઠ લઈ બાઈડન વહીવટીતંત્રે ઝડપથી સંક્રમણને અટકાવવા માટે કાર્યવાહી કરી છે. ઘણા નિષ્ણાતો માને છે કે જ્યારે 20મી જાન્યુઆરીએ બાઈડને શપથ લીધા ત્યારે વેક્સિનેશનને સંજીવની તરીકે લીધું હતું.

વિશ્વમાં સૌથી ઝડપથી શરૂ કરવામાં આવેલા વેક્સિનેશનને કારણે કોરોનાથી મૃત્યુ અને કોવિડના નવા કેસોમાં ઘટાડો થયો છે. બાઈડને દેશમાં જ વેક્સિન ઉત્પાદનને ઝડપી બનાવ્યું. મોડર્ના અને ફાઇઝર જેવી વેક્સિન કંપનીઓએ શરૂઆતમાં જણાવ્યું હતું કે તેઓ 100 દિવસમાં 100 મિલિયન ડોઝ બનાવવાના બાઈડનના લક્ષ્યને પૂર્ણ કરી શકશે નહીં, આથી બાઈડને દેશની બહાર કાચા માલની નિકાસ પર પ્રતિબંધ લગાવવા માટે કાયદો લાગુ કર્યો, જેથી વેક્સિનનું ઉત્પાદન યુદ્ધના ધોરણે થઈ શકે.

ત્યાર બાદ બાઈડને 100 દિવસમાં લક્ષ્યાંક વધારી 200 મિલિયન કર્યો અને લક્ષ્ય ડેડલાઇનથી એક અઠવાડિયામાં પૂર્ણ કર્યું. માત્ર લોકોને વેક્સિન આપીને અમેરિકા વાયરસ પર કાબૂ મેળવવામાં સક્ષમ થઈ ગયું કે હવે સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) વેક્સિનના બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને ફરજિયાત માસ્ક પહેરવાથી મુક્તિ આપી દીધી છે. નાના ગ્રુપમાં આ લોકો હવે બહાર પણ ફરી શકે છે.

રાષ્ટ્રપતિ બાઇડને 4 જુલાઈને કોવિડથી મુક્તિનો દિવસ નક્કી કર્યો છે. આ દિવસે અમેરિકાનું લક્ષ્ય એ છે કે સમગ્ર વસતિનું સંપૂર્ણ વેક્સિનેશન થાય. સીડીસીના ડિરેક્ટર રશેલ વેલેન્સકી કહે છે કે અમને કોવિડ -19 સંક્રમણમાં તીવ્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. આનું કારણ ફક્ત અને ફક્ત ઝડપી વેક્સિનેશન કાર્યક્રમ છે.

એ રસપ્રદ છે કે 3 મહિના પહેલાં જ્યારે વેક્સિનેશન અભિયાન શરૂ થઈ રહ્યું હતું ત્યારે વેલેન્સ્કીએ કોવિડને કારણે થતી વિનાશની ચેતવણી આપી હતી. યુએસમાં ભારતીય અમેરિકન સર્જન જનરલ ડો.વિવેક મૂર્તિ પણ આ સફળતા પાછળ યુદ્ધના ધોરણે ચલાવવામાં આવેલું વેક્સિનેશનને જ માની રહ્યા છે. અમેરિકામાં આ વાયરસથી 3.2 કરોડ લોકોને સંક્રમણ લાગ્યું હતું અને 5.7 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

અડધાથી વધુ રાજ્યોમાં સુધારો, ત્રણ મહિનાથી નવા કેસ, મૃત્યુ અને હોસ્પિટલાઇઝેશન; બધામાં ઘટાડો
છેલ્લાં બે અઠવાડિયાંમાં અમેરિકાનાં અડધાથી વધુ રાજ્યોમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે. બુધવારે અમેરિકામાં સરેરાશ 54 હજાર નવા કેસ દરરોજ આવી રહ્યા છે, પરંતુ પાછલાં બે અઠવાડિયાંની સરખામણીએ 24% કરતાં ઓછા છે. વર્જિન આઇસલેન્ડ, કોલમ્બિયા સહિતનાં 11 રાજ્યોમાં આ વખતે 30%નો ઘટાડો છે. હોસ્પિટલાઇઝેશનમાં 9%નો ઘટાડો થયો છે. આ મુદ્દે 7-દિવસની સરેરાશ 5100 છે. મૃત્યુમાં પણ 6%નો ઘટાડો થયો છે.

દરરોજ નોંધાતા નવા કેસમાં ઘટાડો, દરેક વ્યક્તિને વેક્સિન આપવામાં આવી રહી

દરરોજ 33 લાખ લોકોને વેક્સિન લગાવાઈ રહી, તેમને પણ જેઓ ગેરકાયદે રીતે અમેરિકામાં રહી રહ્યા છે

વેક્સિનેશન અભિયાન એટલું ઝડપી છે કે ડૉક્યુમેન્ટ જોયા વિના જ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. ભલે તે વ્યક્તિ ગેરકાયદે રીતે અમેરિકામાં રહી છે. અમેરિકામાં દરરોજ 33 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. હવે 14.3 કરોડ પુખ્ત વયના અથવા 55 ટકા વસતિને ઓછામાં ઓછો એક ડોઝ મળી ચૂક્યો છે. લગભગ 40 ટકા વસતિને બંને ડોઝ અપાઈ ચૂક્યા છે.

રાહત: વાર્ષિક 55 લાખથી ઓછી આવક ધરાવતા 16 કરોડ પરિવારોને આર્થિક સહાય, બેરોજગારને ભથ્થું

ટ્રમ્પ અને બાઈડને આખું વર્ષ ઘણા ટ્રિલિયન ડોલર ચૂકવીને અમેરિકનોની મદદ કરી છે. ટ્રમ્પે ગયા વર્ષે 66 લાખ કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું. જો બાઇડને સત્તા સંભાળી તો 140 લાખ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી. વાર્ષિક 55 લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા 16 કરોડ પરિવારોને એક લાખ અને દરેક સભ્યદીઠ 37 હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. જ્યારે 10 મહિના સુધી 30-60 લાખ બેરોજગાર લોકોને મહિને 87 હજાર રૂપિયા આપ્યા.

92 ટકા લોકોને સમયસર બીજો ડોઝ લગાવ્યો

અમેરિકામાં રાષ્ટ્રવ્યાપી અને યુદ્ધના ધોરણે વેક્સિનેશનથી એ પણ ફાયદો થયો છે કે અત્યારસુધીમાં પ્રથમ ડોઝ મેળવનારા 92 ટકા લોકોએ સમયસર બીજો ડોઝ પણ લીધો છે. નિષ્ણાતો કહે છે કે પ્રથમ ડોઝ શરીરમાં કોવિડ વાયરસ સામે લડવા માટે પ્રોટીન ઉત્પન્ન કરે છે અને બીજો ડોઝ ઇમ્યુનિટીનું સુરક્ષાકવચ બનાવે છે. સાન ફ્રાન્સિસ્કો ખાતેની યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાં ચેપી રોગોનાં નિષ્ણાત મોનિકા ગાંધી કહે છે કે 92 ટકા લોકોએ સમયસર બીજો ડોઝ લઈ લીધો છે. આ એક મોટી સિદ્ધિ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો