તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બ્રિટનમાં અત્યાર સુધીમાં 1.5 કરોડ લોકોને કોરોનાની રસી લગાડવામાં આવી છે. વડાપ્રધાન બોરિસ જોનસને રવિવારે તેને માઈલસ્ટોન જેવી વાત ગણાવી છે. તેઓએ સોશિયલ મીડિયા પર કહ્યું કે આ એક અવિશ્વનિય ઉપલબ્ધિ છે. વૈજ્ઞાનિકો, ફેક્ટરી વર્કર્સ, ડિલીવરી ડ્રાઈવર્સ, NHS સ્ટાફ, વોલેન્ટિયર્સ અને જેઓએ આ આશ્ચર્યજનક ઉપલબ્ધિને સંભવ બનાવ્યા, તેમનો ઘણો જ આભાર.
UKમાં 8 ડિસેમ્બરથી શરૂ થયું હતું વેક્સિનેશન
બ્રિટનમાં કોરોના વિરૂદ્ધ વેક્સિનેશનની શરૂઆત 8 ડિસેમ્બરે થઈ હતી. 90 વર્ષના વૃદ્ધા મારગ્રેટ કીનન પહેલી બ્રિટિશ નાગરિક હતી, જેને ફાઈઝરની કોરોના વેક્સિન લગાડવામાં આવી હતી.અહીં હાલ ફાઈઝર બાયોટેક અને એસ્ટ્રાઝેનેકા-ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન લગાડવામાં આવી રહી છે.
ઇઝરાયેલામાં એર ટ્રાફિક શરૂ થશે
કોરોનાની મહામારી વચ્ચે ઇઝરાયેલમાં સરકારે થોડી છુટછાટ આપવાની શરૂ કરી દિધી છે. અહીં હવે દરરોજ 2000 વિદેશી એર પેસેન્જર્સને આવવાની મંજૂરી આપવામાં આવી છે. ડિફેન્સ મિનિસ્ટ્રીએ અહીં આવતા પેસેન્જર્સને હોટલમાં કોરોન્ટિન કરવાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. અહીં કોરોના પર કંટ્રોલ માટે 25 જાન્યુઆરીથી એર ટ્રાફિક બંધ કરી દેવાયો હતો.
બ્રિટનમાં વૈજ્ઞાનિકોનો દાવો, નવા વેરિએન્ટથી સમગ્ર દુનિયાને ખતરો
બ્રિટનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો કે કોરોના સંક્રમણનો નવો વેરિએન્ટ ટૂંક સમયમાં જ દુનિયાને પોતાની ઝપેટમાં લઈ લેશે. આ વેરિએન્ટમાંથી છુટકારો મેળવવા માટે વિશ્વને ઓછામાં ઓછા 10 વર્ષ લાગી જશે. તેમાં સૌથી વધુ સંક્રમક બ્રિટનના કેન્ટ ક્ષેત્રમાં ફેલાયેલા કોરોના વેરિએન્ટને જણાવવામાં આવે છે.
જેનેટિક સર્વિલાંસ પ્રોગ્રામના પ્રમુખ શેરોને વાયરસના મ્યૂટેશન પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે આ નવા સ્ટ્રેનના કારણે બ્રિટનમાં ફરીથી લોકડાઉન લગાડવાની આશંકા છે. આ વેરિએન્ટ 50થી વધુ દેશોમાં પહોંચી ગયો છે. જાણકારોનો દાવો છે કે આ પહેલાંના વેરિએન્ટથી 70% વધુ ઝડપથી ફેલાય છે અને લગભગ 30% વધુ ઘાતક હોય શકે છે.
અત્યાર સુધીમાં 10.9 કરોડ કેસ
વિશ્વમાં હજુ કોરોનાના 10.9 કરોડ કેસ આવી ગયા છે. જેમાંથી 8.14 કરોડ દર્દી સ્વસ્થ થઈ ગયા છે. 24.11 લાખ લોકોના મોત નિપજ્યા છે. સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં રવિવારે કુલ 64,297 નવા દર્દીઓ મળ્યા અને 1,111 લોકોના મોત નિપજ્યા છે. અહીં અત્યાર સુધીમાં 2.82 કરોડ લોકો સંક્રમિત થયા છે. 1.82 કરોડ લોકો સ્વસ્થ થયા છે જ્યારે 4.97 લાખ સંક્રમિતોએ જીવ ગુમાવ્યાં છે.
ટોપ-10 દેશ, જ્યાં અત્યાર સુધી સૌથી વધુ લોકો સંક્રમિત થયા
દેશ | સંક્રમિત | મોત | સ્વસ્થ થયા |
અમેરિકા | 28,261,470 | 497,174 | 18,224,288 |
ભારત | 10,916,172 | 155,764 | 10,619,083 |
બ્રાઝીલ | 9,834,513 | 239,294 | 8,745,424 |
રશિયા | 4,071,883 | 80,126 | 3,593,101 |
UK | 4,038,078 | 117,166 | 2,160,515 |
ફ્રાંસ | 3,465,163 | 81,814 | 238,753 |
સ્પેન | 3,056,035 | 64,747 | N/A |
ઈટાલી | 2,721,879 | 93,577 | 2,225,519 |
તુર્કી | 2,586,183 | 27,471 | 2,475,329 |
જર્મની | 2,341,701 | 65,566 | 2,119,100 |
(આ આંકડા www.worldometers.info/coronavirus/મુજબના છે.)
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.