• Gujarati News
  • International
  • Use Of Reusable Glass And Plastic Bottles Increased, Return To Store Deposits, 98% Return Carbon Emissions Decreased

જર્મની:રિયુઝેબલ કાચ અને પ્લાસ્ટિક બોટલનો ઉપયોગ વધ્યો, સ્ટોરમાં પાછી આપો તો ડિપોઝિટ, 98% પાછી આવતા કાર્બન ઉત્સર્જન ઘટ્યું

બર્લિન10 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સિંગલ યૂઝ ડિસ્પોઝેબલની ચેનલના માધ્યમથી સમગ્ર દેશમાં પ્રદૂષણ ઘટાડવા સફળ પ્રયોગ
  • 18 વર્ષ પહેલા આવી 300 કરોડ બોટલો તથા વસ્તુઓ ફેંકી દેવામાં આવતી હતી

જર્મનીનું કોલોન શહેર. સામાનથી ભરેલા થેલા લઈને પાછા ફરવાની જગ્યાએ અહીં વિકેન્ડ અને રવિવારે લોકો ખાલી બોટલો અને ડબાથી ભરેલા થેલા લઈને સુપરમાર્કેટ જતા દેખાય છે. આ લોકો સોફ્ટડ્રિંક્સ કે અન્ય પીણાનો ઉપયોગ કર્યા બાદ બાકીની ખાલી બોટલો પાછી કરવા આવે છે. ખરેખર જ્યારે લોકો સોફ્ટ ડ્રિંક્સ ખરીદે છે તો દુકાનદારો તેનાથી આ ખાલી બોટલો કે ડબ્બાના પૈસા પણ જમા કરાવે છે. જર્મન ભાષામાં તેને ફાંડ એટલે કે જમા રકમ કહેવાય છે. જ્યારે ગ્રાહક તેને સ્ટોર પર પાછી આપે છે તો તેમને જમા પૈસા મળી જાય છે.

એનજીઓ એન્વાયરોન્મેન્ટલ એક્શન જર્મની(ડીયૂએચ) ના ટોમસ ફિશરે ડીડબ્લ્યૂને જણાવ્યું કે 2003થી પહેલા આશરે 300 કરોડ ડિસ્પોઝેબલ બોટલો અને ડબા દર વર્ષે ખુલ્લામાં ફેંકી દેવાતા હતા. તેનાથી પર્યાવરણને નુકસાન થતું હતું. હવે જર્મની બદલાયું છે. આજે ડિસ્પોઝેબલ સામગ્રીના 98 ટકા વાપસી થઈ રહી છે. ફિશર અનુસાર તેનાથી વધુ વાપસી સંભવ નથી કેમ કે તૂટવાની સમસ્યા સર્જાય છે.

વાપસીમાં બે પ્રકારની બોટલો આવે છે. પહેલી તે જેમાં ફેક્ટરી નિર્માતા દ્વારા નક્કી જમા રકમ નક્કી છે. તેને અનેકવાર વાપરી શકાય છે અને તે કાચ કે પેટ પ્લાસ્ટિકની બનેલી હોય છે. બીજી એ છે જે ફક્ત એક વાર વપરાય છે. પછી તેને રિસાઈકલ કરાય છે. તેના પર ડિપોઝિટ સરકાર નક્કી કરે છે. આ રકમ 25 રૂપિયા જેટલી હોય છે.

યુબીએના નિષ્ણાત ગેરહાર્ડ કોશ્ચિકે કહ્યું કે ફરીવાર ઉપયોગ અને સિંગલ યૂઝ બોટલોની વાપસી થવાથી કાચા માલ, ઊર્જા અને કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થાય છે. અમુક વર્ષ પહેલા જે સ્થિતિ હતી તેની તુલનાએ અમે 70 ટકા ઓછી પીઈટી સામગ્રીનો ઉપયોગ કરી રહ્યા છીએ. રિયૂઝેબલ અને રિસાઈકલ બિઝનેસ એટલા આકર્ષક છે કે સુપર બજાર ચેઈન લીડલે તો તેનુું રિસાઈક્લિંગ ગ્રૂપ જ બનાવી દીધું છે.

કાચની બોટલો 50 વખત વપરાય છે, પ્લાસ્ટિકની 25 વખત
જ્યારે રિફિલ થઈ શકે તેવી બોટલો સ્ટોર પર આવે તો જુદી જુદી ચેનલથી થઈને આ બોટલને ઉપયોગ કરનાર ઉત્પાદકો સુધી પહોંચાડાય છે. જર્મન પર્યાવરણ એન્જસી(યુબીએ) અનુસાર એવી કાચની બોટલને ગુણવત્તામાં ઘટાડો કર્યા વિના 50 વખત ભરી શકાય છે. ફરીવાર વપરાતી પ્લાસ્ટિક બોટલોનું રિફિલિંગ 25 વખત થઈ શકે છે. જ્યારે સિંગલ યૂઝ થનાર બોટલો સ્ટોરથી એકત્રિત કર્યા બાદ રિસાઈક્લિંગ પ્લાન્ટ સુધી પહોંચાડાય છે. ત્યાં તેનાથી ફરી નવી પ્લાસ્ટિક બોટલો, કપડા કે બીજું સામાન બને છે. તેમાં ડિટર્જન્ટના ડબા પણ સામેલ હોય છે.

અન્ય સમાચારો પણ છે...