તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:પાક.નું ફન્ડિંગ અમેરિકા રોકે, પ્રતિબંધની માંગ

વોશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તાલિબાનના કાબુલ પર કબજા પછી ઈસ્લામાબાદની મુખ્ય મસ્જિદ પર તાલિબાની ઝંડો ફરકતો હતો. આ પીછેહટ કરનારા અમેરિકનોના મોં પર તમાચો હતો. પાકિસ્તાન ખુલ્લેઆમ અલ કાયદા અને તાલિબાન વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકાનું ભાગીદાર રહ્યું છે અને છતાં ત્યાં આવાં દૃશ્યો દેખાયાં. છેલ્લા બે દસકાથી પાકિસ્તાને અમેરિકા પાસેથી અબજો ડૉલરની મદદ લીધી છે. અમેરિકા પણ કબૂલી ચૂક્યું છે કે, અમે આપેલા ભંડોળમાંથી ઘણા પૈસાનો પાકિસ્તાને દુરુપયોગ કર્યો છે. અમેરિકા-પાકિસ્તાન સંબંધ શરૂઆતથી દંભી રહ્યા છે. અમેરિકા જે તાલિબાન સામે લડતું હતું તેમને આઈએસઆઈએ જ સર્જ્યા હતા.

પાકિસ્તાનના કબીલા નેતાઓ પણ જણાવે છે કે ત્રણ મહિનાથી તાલિબાન સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કરતા હતા ત્યારે પાકિસ્તાન સેનાએ તેમને મદદ મોકલી હતી. આ નિર્ણય પણ અમેરિકાને તમાચો હતો. પાકિસ્તાનમાં સીઆઈએના પૂર્વ સ્ટેશન હેડ રોબર્ટ એલ ગ્રેનિયર કહે છે કે પાકિસ્તાન અને આઈએસઆઈ વિચારે છે કે અફઘાનિસ્તાનમાં તેઓ જીતી ગયા છે, પરંતુ પાકિસ્તાનીઓએ વિચારવું જોઈએ કે તેઓ શું ઈચ્છે છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા પછી પશ્ચિમી દેશોમાં પાકિસ્તાનની રહીસહી પ્રતિષ્ઠા પણ ધૂળ થઈ ગઈ છે. દુનિયાભરમાં પાકિસ્તાન પર પ્રતિબંધની માંગ થઈ રહી છે.

વિદેશી ફન્ડિંગના અભાવમાં પાકિસ્તાન કાબુલમાં નવા શાસકોની મદદથી અફીણનો વેપાર તેજ કરવા પ્રયત્નશીલ છે. હવે કોઈ શંકા નથી કે પાકિસ્તાનમાં તાલિબાન અને બીજા આતંકી જૂથો ઝડપથી પગપેસારો કરશે. તો પાકિસ્તાનીઓ માટે સવાલ એ છે કે તેઓ એક તૂટેલા દેશનું શું કરશે જે તેમના માટે ઈનામ છે? યુએનમાં પાક.ના પૂર્વ રાજદૂત મલીહા લોદી કહે છે કે, યુદ્ધથી તબાહ દેશ પર શાસન કરવું અસલી પરીક્ષા હશે અને તાલિબાનોને શાસનનો બિલકુલ અનુભવ નથી. યુદ્ધ વખતે પણ અમેરિકનોએ પાકિસ્તાનની બેવડી નીતિ સહન કરી છે કારણ કે, તેમની પાસે વિકલ્પ ન હતો.

તેઓ પાકિસ્તાનનાં બંદરો અને હવાઈ ક્ષેત્રોમાંથી અફઘાનિસ્તાનમાં જરૂરી અમેરિકન સૈન્ય ઉપકરણો મોકલતા હતા. અમેરિકન અધિકારીઓના મતે, અફઘાનિસ્તાન યુદ્ધ વખતે પાકિસ્તાને તાલિબાનને સલાહ, ફન્ડિંગ અને તાલીમ આપી. પાકિસ્તાન અફઘાનિસ્તાનની મદદથી ભારત વિરુદ્ધ કટ્ટર માહોલ ઊભો કરવા માંગે છે. ઓબામા એડમિનિસ્ટ્રેશનમાં દ. એશિયાના પૂર્વ સલાહકાર બ્રૂસ રીડેલ કહે છે કે પાક. સેનાનું માનવું છે કે અફઘાનિસ્તાન ભારત વિરુદ્ધ વ્યૂહાત્મક નીતિ ઘડશે, જે તેમનું ઝનૂન છે.

ફ્રાન્સ શુક્રવાર રાત સુધી કાબુલમાં બચાવકાર્ય કરશે
ફ્રાન્સે કહ્યું છે કે તેઓ કાબુલ એરપોર્ટ પરથી પોતાના નાગરિકોને શુક્રવાર રાત સુધી જ બહાર કાઢશે. જિન કાસ્ટેક્સે ગુરુવારે કહ્યું કે અમેરિકન અને અન્ય મિત્ર દેશોની 31 ઓગસ્ટની ડેડલાઈનના કારણે ફ્રાન્સે આ નિર્ણય કર્યો છે.

પાકિસ્તાન અમારું બીજું ઘર, તેને કશું થવા નહીં દઈએ
તાલિબાન પ્રવક્તા જબીબુલ્લાહ મુજાહિદે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે પાકિસ્તાન અમારું બીજું ઘર છે. અમે અમારા ઘર વિરુદ્ધ કશું થવા નહીં દઈએ. ભારત-પાક. વિવાદ મુદ્દે તેમણે કહ્યું કે, બંને દેશે સાથે બેસીને આ વિવાદનો ઉકેલ લાવવો જોઈએ.

તાલિબાને હમીદ કરઝઈ અને અબ્દુલ્લાને નજરબંધ કર્યા
તાલિબાને પૂર્વ પ્રમુખ હમીદ કરઝઈ અને રાષ્ટ્રીય સુલહ પરિષદના અધ્યક્ષ અબ્દુલ્લા અબ્દુલ્લાને નજરબંધ કરી લીધા છે. તેમની સુરક્ષા પણ હટાવી લેવાઈ છે. આ બંને નેતા તાલિબાન સાથે સરકાર બનાવવાની વાતચીતમાં સામેલ હતા.

સંકટ: અમેરિકન વિઝાને લાયક 2.5 લાખ લોકો છૂટી જશે
અમેરિકા રોજ 20 હજાર લોકોને કાબુલમાંથી બહાર કાઢી રહ્યું છે. છતાં અમેરિકન વિઝાને લાયક આશરે 2.5 લાખ લોકો છૂટી જશે. વૉરટાઈમ એલાઈઝ ગ્રૂપે અફઘાન રોજગારના આંકડાનું વિશ્લેષણ કરીને આ આંકડો જાહેર કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...