તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મહામારીમાં મહાસત્તાનો સાથ:અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું- ભારતમાં કોરોનાને નાથવા માટે અમે વધુ મદદ મોકલવા તૈયાર

વૉશિંગ્ટન3 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે અમે આ પ્રકારની મદદ કરતા સમયે ભારતને એક મિત્ર, એશિયાઈ ક્વોડનું સભ્ય અને વૈશ્વિક પરિવારના રૂપે કરી રહ્યા છીએ. - Divya Bhaskar
અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે અમે આ પ્રકારની મદદ કરતા સમયે ભારતને એક મિત્ર, એશિયાઈ ક્વોડનું સભ્ય અને વૈશ્વિક પરિવારના રૂપે કરી રહ્યા છીએ.

કોરોનાની લડાઈમાં ભારતની મદદ માટે આગળ આવવાની સાથે એકવાર ફરી અમેરિકાએ વૈશ્વિક મહામારીને હરાવવા માટે પહેલ કરી છે. ભારતીય મૂળની અમેરિકાની ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે કોરોના મહામારીની શરૂઆતમાં જ્યારે અમારી હોસ્પિટલોમાં બેડ વધ્યા હતા, ત્યારે ભારતે તેઓને સહાયતા કરી હતી. આજે અમે ભારતની આ પરિસ્થિતિમાં એની પડખે ઊભા છીએ. અમે ભારતને એક દોસ્તની સાથે એશિયાઈ ક્વોડનાં સદસ્યનાં રૂપમાં તથા વૈશ્વિક સમુદાયનાં ભાગરૂપે પણ જોઈ રહ્યા છીએ.

મહામારીને નાથવા માટે વધુ સહાયતા મોકલીશું
ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે કહ્યું હતું કે ભારતમાં કોરોના મહામારીના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. મહામારીમાં પરિવારજનોને ગુમાવનારાઓની વેદનાને હું સમજી શકું છું. અમે ભારતને પહેલાથી જ ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કન્સન્ટ્રેટર, એમ-95 માસ્ક અને કોરોનાનાં દર્દીઓની સારવાર માટે રેમડેસિવિર ઈન્જેક્શન સહિત મેડિકલ સહાયતા આપી હતી. આની સાથે અમે ભારતમાં મહામારીને નાબૂદ કરવા માટે સંપૂર્ણ સહાયતા આપવા માટે તૈયાર છીએ.

વેક્સિન પર પેટન્ટ સસ્પેન્ડ કરવાનો નિર્ણય

  • કમલા હેરિસે કહ્યું કે ભારત અને અન્ય દેશોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની વધુ સહાયતા કરવા માટે અને વેક્સિનેશનની ગતિને વધારવા માટે કોવિડ વેક્સિનના પેટન્ટને સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.
  • કમલા હેરિસે કહ્યું હતું કે 26 એપ્રિલે રાષ્ટ્રપતિ જો બાઈડને અમારા સમર્થનની રજૂઆત કરવા માટે પ્રધાનમંત્રી મોદી સાથે વાતચીત કરી હતી. ત્યારપછી શુક્રવારે 30 એપ્રિલના રોજ અમેરિકાએ ભારતને રાહત સામગ્રી આપી હતી.
  • આની પહેલા અમેરિકાના રક્ષા મંત્રી લોયડ ઓસ્ટિને ગુરૂવારે કહ્યું હતું કે અમેરિકા કોરોના વાયરસની બીજી લહેર વિરૂદ્ધ તડપી રહ્યું છે. ભારતનાં હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સ માટે અમે તમામ પ્રયાસ કરી રહ્યા છીએ.

અત્યારસુધી 4 વિમાન મદદ લઈને ભારત આવ્યા છે
અમેરિકા પણ ભારતની પડખે ઊભું છે. વળી સતત ભારતને આરોગ્યલક્ષી ઉપકરણોં પણ આપી રહ્યા છે. અમેરિકાથી એક વિમાન 2 મેના રોજ એન્ટી વાયરલ દવા રેમડેસિવીરની 1.25 લાખ બોટલ લઈને આવ્યા છે. આ મેડિકલ સહાયતા લઈને આવેલું ચોથું વિમાન છે. આની પહેલા અમેરિકાનું વિમાન પણ એક હજાર ઓક્સિજન સિલિન્ડરો, રેગ્યુલેટરો અને અન્ય સામગ્રીઓ લઈને 1 મેના રોજ ભારતમાં આવ્યું હતુ. આની પહેલા 30 એપ્રિલે અમેરિકાથી તાત્કાલિક સહાયતા માટે 2 વિમાન ભારત પહોંચ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...