• Gujarati News
  • International
  • US Vice President Kamala Harris Has More Bank Balances Than President Biden, And He Is Also Ahead In Book Royalties.

લેખાં-જોખાં:અમેરિકાના ઉપપ્રમુખ કમલા હેરિસનું બેંક બેલેન્સ પ્રમુખ બાઇડનથી વધુ, પુસ્તકોની રોયલ્ટીમાં પણ તેઓ જ આગળ

વૉશિંગ્ટનએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંયુક્ત રોકડમાં પણ હેરિસ દંપતીની પાસે બાઇડન દંપતીથી વધુ રકમ

અમેરિકાની ઉપ પ્રમુખ કમલા દેવી હેરિસે બેંક બેલેન્સના મામલામાં રાષ્ટ્રપ્રમુખ જો બાઇડનને પછાડી દીધા છે. બાઇડનના બે બેંક ખાતામાં લગભગ 6.70 કરોડ રૂપિયા છે. જ્યારે હેરિસના અંગત બેંક ખાતામાં 11.70 કરોડ રૂપિયા જમા છે. તેમનું એક ખાતું પોતાના પતિ ડગ એમહૉફની સાથે પણ છે જેમાં 4 કરોડ રૂપિયા છે. રાષ્ટ્રપ્રમુખ બાઇડેનની પત્ની જિલ બાઇડેનના સેવાનિવૃત્તિ આવક તરીકે પોતાના ખાતામાં 1.20 કરોડ રૂપિયા છે. હેરિસના પતિ ડગ એમહૉફના સેવાનિવૃત્ત ખાતામાં લગભગ 7.80 કરોડ રૂપિયા છે.

પુસ્તકોની રોયલ્ટીમાં પણ હેરિસ રાષ્ટ્રપ્રમુખ બાઇડનથી આગળ છે. 2019માં હેરિસે ‘ધ ટ્રૂથ્સ વી હોલ્ડ’ શિર્ષકથી પુસ્તક લખ્યું હતું. બીજું પુસ્તક ‘સુપરહીરોઝ આર એવરીવેર’માં હેરિસે બાળકોને એ સારા પણાને ઓળખવા માટે પ્રોત્સાહિત કર્યા, જે લોકો પોતાના દૈનિક જીવનમાં તેમના માટે કરે છે. આ પુસ્તકના કવર પેજ પર હેરિસ પોતે પણ કૈરિકૈચરના રૂપમાં જોવા મળી. વર્ષ 2019માં પોતાના બંને પ્રકાશિત પુસ્તકોથી હેરિસે 3.5 કરોડ રૂપિયાથી વધુ રોયલ્ટી તરીકે કમાયા.

બીજી તરફ રાષ્ટ્રપ્રમુખ બાઇડને 2018માં ‘પ્રોમિસ મી ડૈડ’ શિર્ષકના પુસ્તકમાં, વર્ષ 2014 અને 2015માં પોતાના ઉપરાષ્ટ્રપ્રમુખ પદના કાર્યકાળ દરમિયાન પોતાના સૌથી મોટા દીકરા બીયૂ બાઇડેનને બ્રેન કેન્સરના કારણે ગુમાવ્યાની હચમચાવતી ઘટનાથી બહાર આવવાની પોતાની વાત વ્યક્ત કરી હતી. પરંતુ તેઓ પોતાના પુસ્તકથી માત્ર 39 લાખ રૂપિયા સુધીની જ રોયલ્ટી કમાવી શક્યા.

બાઇડેન પર છે લગભગ 77 લાખ રૂપિયાની ત્રણ ઉધારી
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડનની હાલમાં પગારથી વાર્ષિક કમાણી 3.5 કરોડ રૂપિયા છે, તેમાંથી તેઓ બાઇડને સેલ્ટિક કૈપ્રી નામની કંપનીને 23 લાખનું ચૂકવણું કર્યું. આ ઉપરાંત રાષ્ટ્રપ્રમુખ બાઇડનની 3 ઉધારી છે જે 77 લાખ રૂપિયા સુધીની છે.

અન્ય સમાચારો પણ છે...