તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • After The UAE And Bahrain, Now The US Strategy Is Of Putting Pressure On Iran By Signing A Peace Agreement Between Israel And Saudi Arabia, The Main Target Is China.

શાંતિની શતરંજ:યુએઈ અને બહેરીન પછી હવે ઈઝરાયેલ અને સાઉદી વચ્ચે શાંતિ સમજૂતી કરાવીને ઈરાન પર દબાણ લાવવાનો અમેરિકાનો વ્યૂહ, મૂળ નિશાન ચીન પર

વોશિંગ્ટન15 દિવસ પહેલા
  • કૉપી લિંક
બુધવારે વોશિંગ્ટનમાં સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ સાથે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો. પોમ્પિયોએ સ્પષ્ટ કર્યુ છે કે અમેરિકા ઈચ્છે છે કે ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા પણ ડિપ્લોમેટિક સંબંધો વધારે.
  • સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન હાલ અમેરિકાની મુલાકાતે છે.
  • સાઉદી અરેબિયા અને અમેરિકા મળીને ઈરાન પર દબાણ લાવવાની કોશિશ કરી રહ્યા છે.

અમેરિકા ખાડી દેશો અને ઈઝરાયેલ વચ્ચે શાંતિ સ્થાપવાની કોશિશના માર્ગે ઝડપથી આગળ વધી રહ્યું છે. યુએઈ અને બહેરીન પછી હવે સાઉદી અરેબિયા પણ ઈઝરાયેલની સાથે શાંતિ સમજૂતી કરી શકે છે. અમેરિકા તેમાં મધ્યસ્થી કરી રહ્યું છે. સાઉદી અરેબિયાના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ હાલના દિવસોમાં, અમેરિકાની મુલાકાતે છે. બુધવારે રાત્રે તેમણે અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો સાથે મુલાકાત કરી હતી. તેના પછી બંને નાતાઓ મીડિયા સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા.

પોમ્પિયોની સીધી વાત
અમેરિકા અને સાઉદી વચ્ચે ઈઝરાયેલને લઈને વાતચીત ચાલી રહી છે. આ મામલે પોમ્પિયોએ સ્પષ્ટ કહ્યું-અમે ઈચ્છીએ છીએ કે યુએઈ અને બહેરીનની જેમ સાઉદી અરેબિયા પણ ઈઝરાયેલની સાથે ડિપ્લોમેટિક સંબંધો સ્થાપે. અમને પૂરેપૂરી આશા છે કે સાઉદી સરકાર આ મામલે ગંભીરતાથી વિચાર કરી રહી છે. અમને એ આશા પણ છે કે સાઉદી અરેબિયા પેલેસ્ટાઈનના નેતાઓને ઈઝરાયેલ સાથે વાતચીત માટે તૈયાર કરશે.

ટ્રમ્પની કોશિશ
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ખાડી દેશો અને ઈઝરાયેલ વચ્ચે ડિપ્લોમેટિક સંબંધો સ્થાપવાની કોશિશોમાં વ્યસ્ત છે. યુએઈ, બહેરીન અને કતાર એવું કરી ચૂક્યા છે. પરંતુ સાઉદી અરેબિયા વિના આ કોશિશ અધૂરી છે. ટ્રમ્પ તેને અબ્રાહમ એકોર્ડ કે છે. તેનો હેતુ મધ્યપૂર્વ એટલે કે મિડલ ઈસ્ટમાં શાંતિ સ્થાપવાનો છે. ઈઝરાયેલે પણ પોતાનું વલણ નરમ કર્યુ છે. યુએઈ સાથે સમજૂતી પછી ઈઝરાયેલની નેતન્યાહુ સરકારે વેસ્ટ બેન્કમાં યહુદીને વસાવવાનું મિશન થોડા સમય માટે ટાળ્યું છે.

ઈરાન પર દબાણનો વ્યૂહ
એક તરફ ચીન છે કે જે ઈરાનને પોતાની તરફ કરવાની કોશિશ કરી રહ્યું છે. ઈરાન યમનનના વિદ્રોહીઓની મદદ કરી રહ્યું છએ. આ સાઉદી અરેબિયાની સરહદને સ્પર્શતા વિસ્તારોમાં હુમલા કરી રહ્યા છે. હવે અમેરિકા ઈઝરાયેલ અને સાઉદી અરેબિયાને સાથે લાવીને ઈરાન પર દબાણ લાવવા ઈચ્છે છે. તેણે પરમાણુ હથિયાર કાર્યક્રમને લઈને ઈરાન પર નવા પ્રતિબંધ પણ લગાવ્યા છે. બીજીતરફ, સાઉદી અરેબિયા સાથે નવી શસ્ત્ર સમજૂતી પણ કરવા જઈ રહ્યું છે. ઈઝરાયેલ અને સાઉદી અરેબિયા વચ્ચે સમજૂતી થાય છે તો ઈરાનની સાથે જ ચીન પર દબાણ વધશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ અનુભવી તથા ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ સાથે મુલાકાત તમારી વિચારધારામાં પણ પોઝિટિવ પરિવર્તન લાવશે. જીવન સાથે જોડાયેલાં દરેક કાર્યને કરવાની સારી દૃષ્ટિ પ્રાપ્ત થશે. આર્થિક સ્થિતિ...

વધુ વાંચો