તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

US કોર્ટનો આદેશ:અમેરિકી યુનિવર્સિટીના સ્ત્રી રોગ નિષ્ણાતે દર્દીઓનું જાતીય શોષણ કર્યું, હવે 8 હજાર કરોડ રૂપિયાનો દંડ ચૂકવશે

2 મહિનો પહેલા
અમેરિકાની સાઉથ યૂનિવર્સિટીમાં પ્રકાશમાં આવેલો જાતીય સતામણીનો કિસ્સો આખા દેશમાં ચર્ચિત રહ્યો હતો. આ કિસ્સો 2018માં સામે આવ્યો હતો; ત્યારપછી યૂનિવર્સિટીએ વધુ તપાસ હાથ ધરી હતી.
  • 2018માં જાતીય શોષણનો કેસ સામે આવ્યા બાદ યુનિવર્સિટીએ વધુ તપાસ હાથ ધરી હતી

અમેરિકાની સાઉથ કેલિફોર્નિયા યુનિવર્સિટી ઓફ અમેરિકા (UAC) જાતીય શોષણના કેસોની બાબતે 1.1 અરબ ડોલર, એટલે કે લગભગ 8 હજાર કરોડ રૂપિયા વળતર પેઠે ચૂકવશે. યુનિવર્સિટીના સ્ત્રૈણ રોગ વિશેષજ્ઞ ડૉ. જ્યોર્જ ટિન્ડલ પર તેમના દર્દીઓ ઉપર જાતીય શોષણ અને દુર્વ્યવહારના આરોપ મૂકાયા હતા. કોર્ટે ત્રણ અલગ અલગ કેસોમાં આ વળતર આપવાનો આદેશ કર્યો છે.

યુનિવર્સિટીએ આને એક ખરાબ ફેઝ તરીકે જણાવ્યો અને આરોપી ડૉ. જ્યોર્જ ટિંડલના વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. તેઓએ આને એક ખરાબ અંત પણ માન્યો હતો. યુનિવર્સિટીના બોર્ડ ઓફ ટ્રસ્ટીના અધ્યક્ષ રિક કારૂસોએ કહ્યું હતું કે, 'યુનિવર્સિટી તે તમામ વસ્તુઓનું રક્ષણ ન કરી શકી, જે આપણા બધા માટે સૌથી વધુ મહત્વ ધરાવતી હતી.' આ સમગ્ર બનાવના પગલે યુનિવર્સિટીની છબી પર ભારે નુકસાન પહોંચ્યું છે.

2018ના કેસમાં, 500 મહિલાઓએ ફરિયાદ નોંધાવી હતી
આ કેસ 2018માં સામે આવ્યો હતો. ત્યારે 500 જેટલી મહિલાઓએ યૂનિવર્સિટી વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેના પગલે યુનિવર્સિટીમાં ફરિયાદ કેન્દ્ર ઊભુ કરાયું હતું. જેમાં યુનિવર્સિટીના વિદ્યાર્થી અને પૂર્વ વિદ્યાર્થીઓને હોટલાઈન અને વેબસાઇટ પર તેમની ફરિયાદો દાખલ કરવા અપીલ કરાઈ હતી. જેના માટે લગભગ 3.5 લાખ વિદ્યાર્થીઓને મેઈલ મોકલાયા હતા.

અત્યાર સુધીનું સૌથી મોટું વળતર
UACના દાવા મુજબ, છેલ્લા કેટલાક વર્ષોમાં યુનિવર્સિટીને ઘેરી લેતા ઘણા બધા કેસો સામે આવ્યા હતા. આમાંથી, વર્ષ 2018માં પ્રકાશમાં આવેલા કેસોના સમાધાન અર્થે 21.5 કરોડ ડોલર (આશરે 1,558 કરોડ રૂપિયા) ચૂકવાયા હતા. પરંતુ બીજા કેસમાં કેટલી રકમની ચૂકવણી કરવામાં આવી તેની માહિતી જાહેર કરાઈ નહોતી. તે જ સમયે ત્રીજો કરાર 85.2 કરોડ ડોલર (આશરે 6,173 કરોડ રૂપિયા)નો હતો. આવા કિસ્સાઓના પગલે આપવામાં આવેલા વળતરમાં આ સૌથી મોટી રકમ હતી.

2016માં સૌથી પહેલી ફરિયાદ કરાઈ હતી
એક વિદ્યાર્થીનીએ 2016 દરમિયાન આ મામલે પ્રથમ વખત ફરિયાદ નોંધાવી હતી. તેણીએ કહ્યું હતું કે, 'એક ડૉકટર દ્વારા તેનું જાતીય શોષણ કરાયું હતું'. ત્યારપછી તેની ફરિયાદના આધારે શોધખોળ હાથ ધરાતા સામે આવ્યું હતું કે, આ પહેલો કિસ્સો નથી! આવા તો બીજા ઘણા કિસ્સાઓ પહેલા બની ચૂક્યા હતા, જેમાં છોકરીઓ અને સ્ત્રી રોગ ચિકિત્સકોનું જાતીય શોષણ કરાયું હતું.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો