યુક્રેન મુદ્દે અમેરિકા અને રશિયા એકબીજાની સામ-સામે આવી ગયા છે અને હવે આ મુદ્દો યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી શકે છે. સોમવારે આ મુદ્દે કેટલાક મહત્વના અપડેટ આવ્યા છે. ન્યૂયોર્ક ટાઈમ્સના એક અહેવાલ પ્રમાણે અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડન ટૂંક સમયમાં ઉત્તરી યુરોપ અને બાલ્ટીક દેશોમાં પોતાના સહયોગીઓની સુરક્ષા માટે મોટા નિર્ણય લેશે. અહીં હજારોની સંખ્યામાં અમેરિકી સૈનિક કોઈપણ સમયે કૂચ કરી શકે છે. ફાઈટર જેટ્સ અને વોરશિપ પણ ગોઠવી દેવામાં આવશે. આ ઉપરાંત અમેરિકાએ યુક્રેનમાં રહેલા પોતાના દૂતાવાસના અધિકારીઓને કહ્યું છે કે તે પોતાના પરિવારના સભ્યોને તાત્કાલિક અમેરિકા પરત મોકલે
યુદ્ધની સ્થિતિ માટે તૈયારી
અહેવાલ પ્રમાણે બાઈડન એ વાત સમજી ચુક્યા છે કે રશિયા કોઈપણ સમયે યુક્રેન પર હુમલો કરી શકે છે. તેને લીધે ઉત્તરી યુરોપ અને બાલ્ટીક દેશો પર જોખમ સર્જાશે. આ પૈકી મોટાભાગના અમેરિકાના સહયોગી છે. જેને લીધે બાઈડન હજારોની સંખ્યામાં અમેરિકી સૈનિક ઉપરાંત ફાઈટર જેટ્સ તથા વોરશિપ્સ આ દેશોમાં ગોઠવવા માટે આદેશ કોઈપણ સમયે આપી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો આ યુદ્ધ થશે તો અમેરિકા વિરુદ્ધ રશિયા બની જશે.
વાતચીતથી કોઈ આશા નથી
રશિયાના અડગ વલણ એટલે સુધી છે કે રવિવારે જિનેવામાં યોજાયેલી રશિયા અને અમેરિકી વિદેશ મંત્રીઓની વાતચીતનું એટલું જ પરિણામ આવ્યું કે આ મુદ્દે વધુ વાતચીત યોજાશે. જોકે તે ક્યારે યોજાશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. આ સંજોગોમાં અમેરિકાએ પણ આ યુદ્ધમાં સીધા જ ઉતરવાનું મન બનાવી લીધુ છે.
શનિવારે મૈરીલેન્ડમાં પેન્ટાગનના અધિકારીઓએ બાઈડન સમક્ષ રશિયાનો સામનો કેવી રીતે કરવો તે અંગે અનેક વિકલ્પો રજૂ કરવામાં આવ્યા, આ પૈકી એક રશિયા પર સૈન્ય દબાણ બનાવવા માટે તેના નજીકના દેશોમાં અમેરિકાના સૈનિકો, ફાઈટર જેટ્સ અને વોરશિપ ગોઠવવામાં આવે. 1થી 5 હજાર US સૈનિક આ દેશોમાં કોઈપણ સમયે મોકલી શકે છે.
US એમ્બેસીને આદેશ
અમેરિકાના વિદેશ વિભાગે રવિવારે મોડી રાત્રે કીવ (યુક્રેનની રાજધાની)માં પોતાની એમ્બેસીને એક આદેશ આપ્યો હતો. તેમણે એમ્બેસીના અધિકારીઓને કહ્યું કે તેઓ પાતના પરિવારના સભ્યોને તાત્કાલિક અમેરિકા પરત મોકલે. જોકે, એમ્બેસી અત્યારે ખાલી છે અને તેને બંધ કરવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે કેટલાક રાજદ્વારીને પણ યુક્રેન છોડવા કહેવામાં આવ્યું છે. લેવલ 4 (એટલે જોખમ નજીક)ની ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. એટલે કે અમેરિકાના નાગરિકોને યુક્રેન ન જાય.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.