તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમેરિકા ભારતની મદદે:ભારતમાં કોરોનાવાયરસના કહેર વચ્ચે અમેરિકાએ મોકલી મદદ, ઓક્સિજન-સિલિન્ડર લઈને નીકળ્યાં બે વિમાન

વોશિંગ્ટન17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતમાં કોરોનાવાયરસનો કહેર જારી છે. એવામાં અમેરિકાની વાયુસેનાનાં બે વિમાન રાહત સામગ્રી લઈને નીકળી ચૂક્યા છે. અમેરિકાના સંરક્ષણમંત્રી લોઈડ ઓસ્ટિને ટ્વીટ કરીને જણાવ્યું હતું કે વિમાન સી-5M સુપર ગેલેક્સી અને સી-17 ગ્લોબમાસ્ટર ।।। ભારત આવવા નીકળી ગયાં છે.

આ વિમાનો ઓક્સિજન-સિલિન્ડર્સ, રેગ્યુલેટર, રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ, N95 માસ્ક અને પલ્સ ઓક્સિમીટર લઈને આવી રહ્યાં છે. સૂત્રોએ જણાવ્યું હતું કે ભારતે અમેરિકા પાસેથી મેડિકલ સપ્લાઈની માગ કરી હતી, જેમાં વેક્સિનના તૈયાર ડોઝની સાથે સાથે રૉ મટીરિયલ્સ પણ સામેલ છે.

અમેરિકાનાં વિમાનો ઓક્સિજન-સિલિન્ડર્સ, રેગ્યુલેટર, રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ, N95 માસ્ક અને પલ્સ ઓક્સિમીટર લઈને આવી રહ્યાં છે.
અમેરિકાનાં વિમાનો ઓક્સિજન-સિલિન્ડર્સ, રેગ્યુલેટર, રેપિડ ડાયગ્નોસ્ટિક કિટ, N95 માસ્ક અને પલ્સ ઓક્સિમીટર લઈને આવી રહ્યાં છે.

એવું જણાવાયું છે કે મેડિકલ સપ્લાઈ લઈને એક અમેરિકન વિમાન શુક્રવારે ભારત પહોંચે એવી સંભાવના છે, જ્યારે રશિયન વિમાન ગુરુવારે મોડી રાતે પહોંચી ગયું હતું. ભારત અમેરિકા અને અન્ય દેશો પાસેથી રેમડેસિવિર, ટોસિલિઝુમેબ અને ફેવિપેરવિર જેવી મહત્ત્વની દવાઓની ખરીદી પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.

અમેરિકા ઉપરાંત અન્ય દેશોએ પણ લંબાવ્યો મદદ માટે હાથ
અમેરિકા ઉપરાંત રશિયા, ફ્રાંસ, જર્મની, ઓસ્ટ્રેલિયા, આયર્લેન્ડ, બેલ્જિયમ, રોમાનિયા, લક્ઝમબર્ગ, સિંગાપોર, પોર્ટુગલ, સ્વીડન, ન્યૂઝીલેન્ડ, કુવૈત અને મોરેશિયસ સહિત અનેક મુખ્ય દેશોએ ભારતને મહામારી સામે લડવા માટે મેડિકલ સહાયની ઘોષણા કરી છે.

આ અગાઉ ભારતીય વાયુસેના બેંગકોક, સિંગાપોર અને દુબઈથી 12 ખાલી ક્રાયોજેનિક ઓક્સિજન કન્ટેનર ભારત લાવી હતી. ભારત કોરોનાવાયરસના સંક્રમણની બીજી અને વધુ ઘાતક લહેરનો સામનો કરી રહ્યું છે. ભારતમાં અનેક રાજ્યોની હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજન અને બેડનો અભાવ જોવા મળ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો