તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાલિબાનનું શાસન LIVE:તાલિબાને કહ્યું-પાકિસ્તાનને આંતરિક બાબતમાં દરમિયાનગીરી કરવા દેવાશે નહીં; કાબુલથી સેના પાછી બોલાવ્યા બાદ US વિદેશ મંત્રી કતાર પહોંચ્યા

19 દિવસ પહેલા
  • તાલિબાને પંજશીરમાં ગવર્નર હાઉસ પર પોતાનો ધ્વજ લહેરાવ્યો

પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના ચીફ લેફ્ટિનેન્ટ જનરલ ફૈઝ હમીદના અફઘાનિસ્તાન યાત્રા સમયે તાલિબાને સ્પષ્ટતા કરી છે. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લાહ મુઝાહિદે સોમવારે ભાર આપી કહ્યું છે કે તે પાકિસ્તાન સહિત કોઈપણ દેશને અફઘાનિસ્તાનની આંતરિક બાબતમાં દરમિયાનગીરી કરવાની મંજૂરી અપાશે નહીં.

બીજી બાજુ અફઘાનિસ્તાનમાંથી સેના પાછી બોલાવ્યા બાદ પ્રથમ વખત અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન રક્ષા સચિવ લોયડ ઓસ્ટિન સાથે સોમવારે કતાર પહોંચ્યા છે. તેઓ કેટલાક અગ્રણી નેતાઓ સાથે બેઠક યોજી શકે છે.

પંજશીર પર તાલિબાની લડાકુઓએ સોમવારે જીતનો દાવો કર્યો છે. આ દરમિયાન પંજશીરના લડાકુઓ અને નોર્ધન અલાયંસની સેનાએ અહમદ મસૂદના નેતૃત્વમાં સમગ્ર અફઘાનિસ્તાનમાં વિદ્રોહની ઘોષણા કરી દીધી છે. AFP ન્યૂઝ એજન્સીના સૂત્રોના આધારે આ વાતનો દાવો કરવામાં આવ્યો છે.

આ પહેલા સવારે તાલિબાને પંજશીરના ગર્વનર હાઉસ પર તાલિબાની ધ્વજ લહેરાતો એક વીડિયો જાહેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેમણે સમગ્ર પંજશીર પર કબ્જો કરી લીધો છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક તસવીર ઝડપથી વાઈરલ થઈ રહી છે. આ તસવીરમાં એક પાકિસ્તાની એરફોર્સના લડાકુ વિમાનને પંજશીરના લડાકુઓ દ્વારા ઠેર કર્યાની વાત કહેવામાં આવી રહી છે. જોકે, આ વાતની પુષ્ટિ નથી થઈ શકી.

નોર્ધન અલાયંસના ચીફ મસૂદના કાજિકિસ્તાન ભાગી જવાના સમાચાર
નોર્ધન અલાયંસના વડા અહમદ મસૂદ કાજિકિસ્તાન ભાગી ગયાના અહેવાલો છે, જેના કારણે પંજશીરમાં તાલિબાન સામે બળવો થયો હતો. જોકે તાલિબાન સમર્થકોને ટાંકીને કેટલાક મીડિયા અહેવાલોએ આ દાવો કર્યો હતો.

દરમિયાન પંજશીરના સમર્થકોએ કહ્યું છે કે મસૂદ ઘાટીમાં છે. તેમનો દાવો છે કે મસૂદ છેલ્લી ઘડી સુધી પંજશીરમાં રહેશે. તેઓ દુશ્મનોને પીઠ બતાવનારાઓમાં નથી. સવારે એવી પણ માહિતી મળી હતી કે પાકિસ્તાની દળોએ તાલિબાનના સમર્થનમાં પોતાનું વિમાન પંજશીર ખીણમાં મોકલ્યું છે. પાકિસ્તાની હવાઈ હુમલા બાદ અફઘાનિસ્તાનના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરઉલ્લાહ સાલેહ તાજિકિસ્તાન ભાગી ગયા છે.

ધ્વસ્ત થયો પંજશીરનો કિલ્લો, હવે સમગ્ર અફઘાનિસ્તાન પર તાલિબાનનો કબજો; રેઝિસ્ટન્સ ફોર્સે કહ્યું- લડાઈ ચાલુ જ રહેશે
છેવટે પંજશીર પણ તાલિબાન સામે હારી ગયું છે. રેઝિસ્ટન્સ ફોર્સના લડવૈયાઓએ તાલિબાનને કઠિન લડત આપી, પરંતુ રવિવારની લડાઈ બાદ તાલિબાનની જીત થઈ છે. તાલિબાને પંજશીરમાં ગવર્નર હાઉસ પર પોતાનો ધ્વજ લહેરાવ્યો હતો. હવે આખું અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં છે. તાલિબાને ધ્વજ ફરકાવતો એક વીડિયો પણ જાહેર કર્યો હતો. તાલિબાનના આ દાવા બાદ રેઝિસ્ટન્સ ફોર્સે કહ્યું હતું કે પંજશીર ઘાટીમાં લડાઈ ચાલુ જ રહેશે.

પંજશીરમાં ગવર્નર હાઉસ પર તાલિબાને પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો અને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યાની જાહેરાત કરી હતી.
પંજશીરમાં ગવર્નર હાઉસ પર તાલિબાને પોતાનો ધ્વજ ફરકાવ્યો હતો અને સમગ્ર અફઘાનિસ્તાન પર કબજો કર્યાની જાહેરાત કરી હતી.

તાલિબાને કહ્યું- દેશ યુદ્ધની જાળમાંથી બહાર આવ્યો
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે અફઘાનિસ્તાનમાં તાલિબાનના વિરોધનો છેલ્લો કિલ્લો પણ જીતી લેવામાં આવ્યો છે. આખરે દેશ યુદ્ધના વમળમાંથી બહાર આવી ગયો છે. અલ્લાહના આશીર્વાદથી અને દેશના લોકોના સમર્થનથી, દેશને સુરક્ષિત કરવાના અમારા પ્રયત્નો રંગ લાવ્યા છે.

ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વીટ કરીને પંજશીર પર જીત મેળવ્યાની જાહેરાત કરી હતી.
ઝબીઉલ્લાહ મુજાહિદે ટ્વીટ કરીને પંજશીર પર જીત મેળવ્યાની જાહેરાત કરી હતી.

પંજશીરમાં પાકિસ્તાની પાયલોટોના હવાઈ હુમલા બાદ ફરાર થયા સાલેહ
પંજશીરમાં રેઝિસ્ટન્સ ફોર્સના ઠેકાણાં પર રવિવારે હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના મીડિયા અહેવાલો અનુસાર, આ હુમલાઓ પાકિસ્તાની પાયલોટો દ્વારા કરવામાં આવ્યા હતા. પંજશીરમાં રેઝિસ્ટન્સ ફોર્સના પ્રમુખ અગ્રણી નેતા અને દેશના પૂર્વ-ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહ જે ઘરમાં રોકાયા હતા એના પર હેલિકોપ્ટર દ્વારા હુમલો કરાયો હતો. આ પછી સાલેહ તાજિકિસ્તાન ચાલ્યા ગયા. અહેમદ મસૂદ પંજશીરમાં જ સુરક્ષિત જગ્યાએ હોવાના સમાચાર છે. તાલિબાને રવિવારે દાવો કર્યો હતો કે ટૂંક સમયમાં જ પંજશીરને મસૂદ પરિવારથી સ્વતંત્ર જાહેર કરવામાં આવશે અને હવે એ ઘાટીમાં તાલિબાનનો સંચાલક પણ હશે અને એવું જ થયું.

અનેક મોટા કમાન્ડર માર્યા ગયા
રવિવારે પંજશીરમાં લડાઈમાં પંજશીરના અનેક મોટા કમાન્ડર માર્યા ગયા છે. તેમાં સૌથી મુખ્ય પ્રમુખ ફહીમ દશ્તી છે. તે પંજશીરનો પ્રવકતા હતો. આ સિવાય મસૂદ પરિવાર સાથે જોડાયેલા કમાન્ડર પણ માર્યા ગયા છે, જેમાં ગુલ હૈદર ખાન, મુનીબ અમીરી અને જનરલ વુદાદનો સમાવેશ થાય છે. તાલિબાન સૂત્રોએ કેટલાક ટોચના પંજશીર કમાન્ડરોનાં મૃત્યુની પુષ્ટિ કરી હતી. હવે મસૂદ જૂથ દ્વારા પણ આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

US સેનેટરે કહ્યું- અમેરિકાની સેનાએ ફરી અફઘાનિસ્તાન જવું પડશે
અમેરિકાની સેના અફઘાનિસ્તાનથી પરત અમેરિકા પહોંચી ગઈ છે. 31 ઓગસ્ટની સમયમર્યાદાના એક દિવસ પહેલાં સેનાએ અફઘાનિસ્તાન છોડી દીધું હતું, પરંતુ હવે યુએસ સેનેટર લિન્ડસે ગ્રાહમે કહ્યું હતું કે અમેરિકાની સેનાએ ફરીથી અફઘાનિસ્તાન જવું પડશે. નજીકના ભવિષ્યમાં આવું થવાનું નક્કી છે.

અમેરિકી સૈન્યએ 31 ઓગસ્ટની સમયમર્યાદાના એક દિવસ પહેલાં અફઘાનિસ્તાન છોડી દીધું હતું. હજુ પણ કેટલાક અમેરિકનો અફઘાનિસ્તાનમાં રેસ્ક્યૂ કરવાની રાહ જોઈ રહ્યા છે.
અમેરિકી સૈન્યએ 31 ઓગસ્ટની સમયમર્યાદાના એક દિવસ પહેલાં અફઘાનિસ્તાન છોડી દીધું હતું. હજુ પણ કેટલાક અમેરિકનો અફઘાનિસ્તાનમાં રેસ્ક્યૂ કરવાની રાહ જોઈ રહ્યા છે.

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટી રિપબ્લિકનના સેનેટર ગ્રાહમે કહ્યું હતું કે તમે ટ્રમ્પને પસંદ કરો કે ન કરો, પરંતુ તમારે એ સ્વીકારવું પડશે કે તાલિબાનોએ સુધારો કર્યો નથી. તેમની વિચારસરણી વિશ્વની આધુનિકતા સાથે મેળ ખાતી નથી. તેઓ અફઘાનિસ્તાનના લોકો પર તેમની જૂની વિચારસરણી લાદી દેશે અને સૌથી મહત્ત્વની બાબત એ છે કે તાલિબાન અલકાયદાના વિકાસ માટે સુરક્ષિત સ્થાન આપશે. તમે તાલિબાનના ભરોસે કોઈ દેશ છોડી ન શકો.

અમેરિકી સૈન્યએ પંજશીર રેઝિસ્ટન્સમાં મદદ કરવી જોઈએ
બીબીસીને આપેલા એક ઈન્ટરવ્યુમાં ગ્રાહમે કહ્યું હતું કે અફઘાનિસ્તાનથી યુએસ આર્મીને બોલાવવી એ ભૂલ હતી, પરંતુ એ પણ સાચું છે કે નજીકના ભવિષ્યમાં અમેરિકાની સેનાને અફઘાનિસ્તાનમાં મોકલવામાં આવશે. ઈરાક અને સિરિયામાંથી સૈનિકો પાછા ખેંચ્યા બાદ અમેરિકાએ ફરી ત્યાં સૈનિકો મોકલ્યા હતા. ઈરાકમાં આજે પણ 5000 યુએસ સૈનિકો કેમ છે? તેમણે કહ્યું હતું કે હું સૂચન કરું છું કે અફઘાનિસ્તાનમાં પંજશીર રેઝિસ્ટન્સની મદદ કરવી જોઈએ.

અન્ય સમાચારો પણ છે...