તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

US રેસ્ક્યુ ઓપરેશન:અમેરિકાએ કહ્યું- અફઘાનિસ્તાનમાંથી હવે માત્ર 300 અમેરિકન નાગરિકોનું એરલિફ્ટ બાકી, તાલિબાન તેમને 31 ઓગસ્ટ પછી પણ જવા દેશે

વોશિંગટન ડીસીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાલિબાન 31 ઓગસ્ટ પછી પણ અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાન છોડીને જવા દેશે

અફઘાનિસ્તાનમાંથી અમેરિકન સેનાની વાપસીના હવે માત્ર બે દિવસ બાકી છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કને જાહેરાત કરી છે કે અફઘાનિસ્તાનમાં હવે માત્ર 300 અમેરિકનોને જ એરલિફ્ટ કરવાના બાકી છે. તેમને પણ સુરક્ષિત રીતે અમેરિકા લાવવામાં આવશે.

અમેરિકી રાષ્ટ્રપતિના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સલિવને કહ્યું છે કે તાલિબાન 31 ઓગસ્ટ પછી પણ લોકોને અફઘાનિસ્તાન છોડીને જવા દેશે. તેમણે કહ્યું કે તાલિબાને અમને આ વિશે વચન આપ્યું છે અને અમે એવી સ્થિતિમાં છીએ કે તાલિબાને તે વચનો પૂરા કરવા પડશે.

અફઘાનિસ્તાનમાં આતંકને કચડી શકે છે અમેરિકા
સલિવને કહ્યું કે અમેરિકા અફઘાનિસ્તાનમાં સૈન્ય તૈનાત કર્યા વગર ત્યાં આતંકને કચડી નાખવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં આ 300 લોકોએ અમને જણાવ્યુ છે કે તેઓ અફઘાનિસ્તાન છોડવા માંગે છે. અમે ઝડપથી કામ કરી રહ્યા છીએ જેથી તેમને એરપોર્ટ પર લાવવામાં આવે, પ્લેનમાં બેસાડવામાં આવે અને અફઘાનિસ્તાનથી બહાર લઈ જવામાં આવે.

જો કે એવું પણ નક્કી કરવામાં આવ્યું છે કે સપ્ટેમ્બરથી અમેરિકી સૈન્ય અફઘાનિસ્તાનમાં હાજર રહેશે નહીં, પણ અમેરિકા કાબુલ એરપોર્ટ પર બ્લાસ્ટ કરનાર આતંકવાદી જૂથ ISIS-K સામે સ્ટ્રાઈક અને અન્ય અભિયાન ચાલુ રાખશે.

બાઈડેન ફિદાયીન હુમલામાં માર્યા ગયેલા અમેરિકી સૈનિકોનું સન્માન કર્યું
ગયા સપ્તાહે કાબુલમાં થયેલા આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા 13 અમેરિકન સૈનિકોના મૃતદેહ રવિવારે અમેરિકાના ડેલવેરમાં લાવવામાં આવ્યા હતા. અહીં ડોવર એરફોર્સ બેઝ પર સંપૂર્ણ સન્માન સાથે ઉતારાયા હતા. રાષ્ટ્રપતિ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેન આજે વહેલી સવારે ડેલવેર પહોંચ્યા હતા. જ્યારે સૈનિકોનાં મૃતદેહો ડોવર એરફોર્સ બેઝ પર પહોંચ્યા ત્યારે રાષ્ટ્રપતિ અને ફર્સ્ટ લેડી સાથે સંરક્ષણ સચિવ લોયડ ઓસ્ટિન અને તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા.

અન્ય સમાચારો પણ છે...