• Gujarati News
  • International
  • US Says Iranian Soldiers Are Teaching Russian Military To Fly Drones, 4 Days Ago Kamikaze Drones Were Launched In Kiev

રશિયાને લડવાની ટ્રેનિંગ આપી રહ્યું છે ઇરાન:USએ કહ્યું-ઇરાની સૈનિક રશિયન સેનાને ડ્રોન ચલાવવાનું શીખવી રહ્યા છે, 4 દિવસ પહેલાં કીવમાં કામીકાજે ડ્રોન છોડવામાં આવ્યાં

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

રશિયા-યુક્રેન લડાઇ છેલ્લા 8 મહિનાથી ચાલુ છે. આની વચ્ચે રશિયાએ હુમલાઓ વધારી દીધા છે. યુદ્ધમાં ઇરાની હથિયારોનો ઉપયોગ શરૂ કરી દીધો છે. હવે અમેરિકાનું કહેવું છે કે ક્રીમિયામાં ઇરાની સૈનિક રશિયાના સૈનિકોને યુદ્ધ લડવાની ટ્રેનિંગ આપી રહ્યા છે.

વ્હાઇટ હાઉસે એક બયાન આપી કહ્યું- ઇરાની સૈનિકોને રશિયન દળોની મદદ માટે ક્રીમિયા મોકલવામાં આવે છે. તેઓ રશિયન સૈનિકોને ડ્રોન ઉડાવતાં શીખવે છે. ત્યાર બાદ યુક્રેન પર હુમલા આક્રમક થવા લાગ્યા. અસલમાં ઇરાને રશિયામાં કામીકાઝે ડ્રોન મોકલ્યા છે. 4 દિવસ પહેલાં એટલે કે 17 ઓક્ટોબરે તેમણે ડ્રોનથી કીવ પર હુમલા કર્યા હતા.

ઇરાનનું રશિયા-યુક્રેન યુદ્ધ સાથે ડાયરેક્ટ કનેક્શન
અમેરિકન રક્ષા વિભાગ પેંટાગનના પ્રવક્તા જોન કર્બીએ કહ્યું- ક્રીમિયામાં ઇરાની સૈનિકોનું હોવું એ યુદ્ધમાં ઇરાનની સીધી ભાગીદારીનું પ્રમાણ છે. તે યુક્રેનના નાગરિકો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ડ્રોનથી હુમલા કરવામાં રશિયાની મદદ કરી રહ્યા છે. ક્રીમિયા એ વિસ્તાર છે જ્યાં રશિયાએ 2014માં કબજો કરી લીધો હતો.

કીવ પર ઇરાન ડ્રોનથી હુમલો, 3 લોકોનાં મોત
રશિયાએ 17 ઓક્ટોબરે ઇરાન પાસેથી ખરીદેલા કામીકાઝે ડ્રોનથી યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 3 લોકોનાં મોત થયાં હતાં. હુમલામાં ઉપયોગમાં લેવાયેલા કામીકાઝે ડ્રોનનું નામ શાહીદ-136 હતું. આ ડ્રોનને ઇરાનનું સૌથી ખતરનાક હથિયાર માનવામાં આવે છે. આ ઇરાની ડ્રોનને સુસાઇડ ડ્રોન પણ કહેવામાં આવે છે. આનું વજન 200 કિલોગ્રામ છે. આ ડ્રોનની રેન્જ 2500 કિમી. છે.

10 ઓક્ટોબરે રશિયન સેનાએ 9 શહેરો પર ફોડી 83 મિસાઇલો
રશિયાએ 10 ઓક્ટોબરે રાજધાની કીવ સમેત 9 શહેરો પર 83 મિસાઇલો વરસાવામાં આવી. આમાં 12 લોકો માર્યા ગયા હતા. રશિયાએ આ મોટો હુમલો કર્ચ બ્રિજ પર થયેલા ધમાકાના બદલામાં કરવામાં આવ્યો હતો. 8 ઓક્ટોબરે યુક્રેને રશિયાનો કર્ચ બ્રિજ ઉડાવી દીધો હતો. આ બ્રિજ રશિયાને ક્રીમિયાથી જોડે છે.

7 મહિના બાદ આક્રમક થયા હુમલા
24 ફેબ્રુઆરીએ જંગ શરૂ થયેલી રશિયા-યુક્રેન જંગની શરૂઆતમાં રશિયાએ યુક્રેનની રાજધાની કીવ પર મોટા મિસાઇલ હુમલા કર્યા હતા. જોકે યુક્રેનની તરફથી જોરદાર ટક્કર મળ્યા બાદ એપ્રિલમાં રશિયાએ કીવથી સૈનિકો પાછા બોલાવી લીધા હતા. હવે પાછા કીવ પર હુમલાઓ શરૂ કરી દીધા છે.

અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું હતું કે તેમના ઇન્ટેલિજન્સ નેટવર્કને ખબર પડી કે ઇરાન કેટલાંય હજાર ડ્રોન રશિયાને વેચવા માગે છે. તેમાંથી ઘણાં હથિયારો જેનો ઉપયોગ યુક્રેનની લડાઇમાં કરવામાં આવ્યો હતો.

રશિયાની ધમકી- અમે અમારી રક્ષા માટે કોઇ પણ હદ સુધી જઇ શકીએ છીએ
રશિયન રાષ્ટ્રપતિ બ્લાદિમિર પુતિને પણ થોડા દિવસો પહેલાં પશ્ચિમી દેશો પર 'ન્યુક્લિયર બ્લેકમેલ'નો આરોપ લગાવ્યો હોત. તેમણે કહ્યું હતું કે NATOના કેટલા ક મોટા નેતા રશિયાની વિરુદ્ધ એટમી હથિયાર ઉપયોગ કરવાની ધમકી આપી રહ્યા છે.
ત્યારે પુતિને કહ્યું હતું કે જો પશ્ચિમી દેશો અમારી પર પરમાણુ હથિયારોના ઉપયોગને લઇને બ્લેકમેલ કરશે તો રશિયા પોતાની પૂરી તાકાતથી જવાબ આપશે. અમે અમારા દેશની રક્ષા માટે કોઇ પણ હદ સુધી જઇ શકીએ છીએ. એટલા માટે પુતિને સેનાના મોબિલાઇઝેશનને લઇને એક ડિક્રી પર સાઇન કરી છે.

અન્ય સમાચારો પણ છે...