અર્થતંત્રને વેગ આપવા નિર્ણય:અમેરિકાનું 663 લાખ કરોડ રૂપિયાનું કોરોના રાહત પેકેજ, બેરોજગારોને માર્ચ મહિના સુધી દર સપ્તાહે 300 ડૉલર

વોશિંગ્ટન2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
વ્હાઇટ હાઉસ - ફાઇલ તસવીર. - Divya Bhaskar
વ્હાઇટ હાઉસ - ફાઇલ તસવીર.
 • વાર્ષિક 75 હજાર ડૉલરની કમાણી કરનારને 600 ડૉલર અપાશે
 • અમેરિકી સંસદે અર્થતંત્રને વેગ આપવા પેકેજને મંજૂરી આપી
 • અત્યારસુધીમાં જાહેર થયેલા પેકેજમાં વિશ્વનું સૌથી મોટું પેકેજ

અમેરિકી અર્થતંત્રને વેગ આપવા અમેરિકી સંસદે સોમવારે 900 અબજ ડૉલર, એટલે કે 663 લાખ કરોડ રૂપિયાના કોરોના રાહત પેકેજને મંજૂરી આપી છે. વિશ્વભરના દેશો તરફથી જાહેર કરાયેલા રાહત પેકેજનું આ સૌથી મોટું પેકેજ છે. આ જાહેરાતને પગલે બ્રિટન સિવાયના અન્ય દેશોનાં શેરબજારમાં તેજી જોવા મળી હતી. બીએસઈ સેન્સેક્સ પણ 452 પોઈન્ટ વધીને બંધ આવ્યો હતો.

પ્રત્યેક બાળકને 600 ડોલરની સહાય
આ પહેલાં અમેરિકી સંસદનાં બંને ગૃહોએ 900 અબજ ડૉલરના કોરોના રાહત પેકેજને મંજૂરી આપી હતી. હાઉસમાં 359-53 વોટથી આ પ્રસ્તાવને મંજૂરી મળી હતી. ત્યાર બાદ ઉપલા ગૃહ સેનેટમાં પણ 92-6થી મંજૂરી મળી ગઈ હતી. આ રાહત પેકેજ હેઠળ બેરોજગારોને દર સપ્તાહે 300 ડૉલરની મદદ કરાશે. આ ઉપરાંત વાર્ષિક 75 હજાર ડૉલર કમાતા લોકોને 600 ડૉલરની મદદ કરાશે. પ્રત્યેક બાળકને સરકાર તરફથી 600 ડૉલરની વધારાની સહાય મળશે. આ પેકેજની જોગવાઈ મુજબ, કોરોના રોગચાળાને કારણે સૌથી વધુ પ્રભાવિત વેપાર-ધંધા, શાળાઓ અને આરોગ્ય સેવાઓને મદદ કરાશે.

પ્રોત્સાહન પેકેજમાં શું હશે?

 • બેરોજગારોને માર્ચ મહિના સુધી દર સપ્તાહે 300 ડૉલર અપાશે.
 • બાળકને 600 ડૉલરની મદદ.
 • વાર્ષિક 75 હજાર ડૉલર કમાતા લોકોને 600 ડૉલરની મદદ.
 • રસી વિતરણ માટે 8 અબજ ડૉલર.
 • નાના વેપારીઓ માટે 284 અબજ રૂપિયાનો પેચેક-પ્રોટેક્શન પ્રોગ્રામ.
 • કોવિડ તપાસ માટે 20 અબજ ડૉલર.
 • અમેરિકી નાગરિકોને મફત રસી માટે 20 અબજ ડૉલર.
 • 31 જાન્યુઆરી સુધી હાઉસિંગ લોન મોરેટોરિયમ.
 • 25 અબજ ડૉલરની મકાન ભાડા સહાય.
 • 15% વસતિ માટે ન્યૂટ્રિશન ફૂડ માટે 13 અબજ ડૉલર.
 • શિક્ષણક્ષેત્રમાં 82 અબજ ડૉલર.
 • ટ્રાન્સપોર્ટ માટે 45 અબજ ડૉલરની સહાય.