તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમેરિકાની ટિપ્સ:USએ તાલિબાનને જણાવી શાસન કરવાની ફોર્મ્યુલા, જાણો અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકનના સંબોધનની મુખ્ય વાતો

વોશિંગ્ટન20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકાએ 1,23,000 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે
  • અમે દોહામાં દૂતાવાસનો ઉપયોગ અફઘાનિસ્તાનની સાથે પોતાની ડિપ્લોમસી માટે કરીશુંઃ બ્લિંકન

અમેરિકાના વિદેશમંત્રીએ મંગળવારે મોટી જાહેરાત કરતાં કહ્યું હતું કે અમેરિકાએ કાબુલમાં આવેલી પોતાની એમ્બેસીને કતાર ખસેડી છે. અમેરિકા હવે કતારથી જ અફઘાનિસ્તાનમાં ડેપ્લોમેટ મિશનની શરૂઆત કરશે. બ્લિંકને એક મોટી માહિતી આપતાં કહ્યું હતું કે અમે અફઘાનિસ્તાનમાંથી તમામ સૈનિકોને પરત બોલાવી લીધા છે.

અમેરિકાએ 1,23,000 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા
બ્લિંકને વધુમાં કહ્યું હતું કે અફઘાનિસ્તાનની સાથે અમેરિકાના જોડાણથી એક નવો અધ્યાય શરૂ થયો છે. અહીં અમે હવે અમારી ડિપ્લોમસીની સાથે આગળ વધીશું. લગભગ 6000 અમેરિકના નાગરિક સહિત 1,23,000થી વધુ લોકોને અફઘાનિસ્તાનમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.

તેમણે કહ્યું હતું કે અફઘાનિસ્તાનમાં બચાવ અભિયાન ઘણું પડકારભર્યું રહ્યું. અમે કાબુલમાં સૈન્ય અભિયાન દરમિયાન ઘણી મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કર્યો. આ દરમિયાન દૂતાવાસ અને સંકટમાં ફસાયેલા લોકો સાથે સમન્વય બનાવવો ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યો હતો.

અમેરિકાએ તાલિબાનને જણાવી શાસન કરવાની ફોર્મ્યુલા
અમેરિકાના વિદેશમંત્રી બ્લિંકને તાલિબાનને કહ્યું હતું કે જો તમે અફઘાનિસ્તાનમાં શાસન કરવા ઈચ્છો છો તો તમારે નાગરિકની સ્વતંત્રતાની પ્રતિબદ્ધતાઓ અને મૂળભૂત જવાબદારીઓને પૂરી કરવી પડશે. મહિલાઓ અને માઈનોરિટી સહિત અફઘાન લોકોના મૂળ અધિકારીઓનું સન્માન કરવું પડશે. આતંકવાદની વિરુદ્ધ પોતાની પ્રતિબદ્ધતાઓને કાયમ રાખવી પડશે. એવી સરકાર બનાવવી પડશે જે અફઘાનિસ્તાનના લોકોની જરૂરિયાતોને પૂરી કરી શકે અને તેમની આકાંક્ષાઓને પૂરી કરી શકે. આ સિવાય બ્લિંકને કહ્યું હતું કે તાલિબાને મુસાફરીની સ્વતંત્રતા આપવી પડશે.

બ્લિંકને જણાવી અમેરિકાની આગળની યોજના
હાલ અમે દોહામાં દૂતાવાસનો ઉપયોગ અફઘાનિસ્તાનની સાથે પોતાની ડિપ્લોમસીનું મેનેજમેન્ટ કરવા માટે કરીશું, જેમાં કાઉન્સિલર મામલા, માનવીય સહાયતાનું મેનેજમેન્ટ અને તાલિબાનને સંદેશ મોકલવા માટે સહયોગીઓ, ભાગીદારો અને આંતરરાષ્ટ્રીય હિતધારકોની સાથે કામ કરવાનું સામેલ છે. અહીં અમારી ટીમનું નેતૃત્વ ઈયાન મૈક્કરી કરશે, જેમણે છેલ્લા એક વર્ષથી અફઘાનિસ્તાનમાં આપણી ડેપ્યુટી ચીફ ઓફ મિશનના રૂપમાં કામ કર્યું છે. તેમણે કહ્યું હતું કે અહીં કામ કરવા માટે તેમનાથી સારું કોઈ ન હોઈ શકે.