તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • International
  • US President's Son Embroiled In Controversy, Wastes Millions Of Dollars Behind Callgirl drugs expensive Cars; Data Leaked From His Laptop

બધે કાગડા કાળા જ હોય!:USના રાષ્ટ્રપતિનો પુત્ર વિવાદોમાં સપડાયો, કોલગર્લ-ડ્રગ્સ-મોંઘી ગાડીઓ પાછળ લાખો ડોલર વેડફ્યા; એના લેપટોપમાંથી ડેટા લીક થયો

2 મહિનો પહેલા
USના રાષ્ટ્રપતિ જૉ બાઈડન (ડાબે) એમના પુત્ર હંટર બાઈડન (જમણે) સાથે (ફાઈલ તસવીર)
  • એક લાખથી વધુ મેસેજો, 1.50 લાખ ઈ-મેઈલ અને 2000 ફોટાઓથી ઘટસ્ફોટ થયો

ભારતમાં પણ અવાર-નવાર મોટાભાગે સત્તાધીશ નેતાઓના દીકરાઓની જોર-જબરદસ્તી અને મનમાનીના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે. કેટલાક સત્તાધીશ નેતાઓના છોકરાઓ નશામાં પૂર ઝડપે ગાડી દોડાવીને લોકોને અડફેટે લેતા હોય છે, તો કેટલાક પોલીસ પ્રશાસન સહિત સામાન્ય જનતાને હેરાન કરતા હોય છે. તેવામાં અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાઈડનના પુત્ર હંટર બાઈડન અંગે પણ ઘણાબધા ઘટસ્ફોટો કરાઈ રહ્યા છે. જેમાં હંટર બાઈડન કોલગર્લ અને ડ્રગ્સ પાછળ અવાર-નવાર લાખો ડોલર વેડફી રહ્યો છે એવી જાણકારી પ્રાપ્ત થઈ છે.

સૂત્રોના આધારે દાવો કરાયો છે કે હંટર બાઈડન લક્ઝુરીય કાર પાછળ પણ ઘણાબધા ડોલર ઉડાવી રહ્યો છે. આટલું જ નહીં પરંતુ એના પિતાનો આટલો ઉચ્ચ-હોદ્દો હોવા છતાં હંટરે ટેક્સ ચોરીના કેસમાં જેલ જવાનો ડર પણ જણાવ્યો હતો. આ તમામ ઘટસ્ફોટો એના લેપટોપમાંથી લીક થયેલા ડેટાના આધારે કરવામાં આવ્યા છે.

બેફામ ખર્ચથી દેવામાં ડૂબ્યો
ડેઈલી મેઈલે તજજ્ઞોની સહાયતાથી હંટરના લેપટોપમાંથી 1 લાખ 3 હજાર ટેક્સ્ટ મેસેજ, 1.54 લાખ ઈ-મેઈલ અને 2 હજારથી વધુ ફોટાઓ મેળવ્યા હતા. જેની મદદથી ઘણા બધા ધટસ્ફોટો થયા હતા. પ્રાપ્ત થયેલા ડેટાના આધારે ડેઈલી મેઈલે દાવો કર્યો હતો કે 2013થી 2016 સુધી 42 કરોડ રૂપિયાની આવક હોવા છતાં એમના પુત્રના બેદરકારી ભર્યા ખર્ચ કરવાને પગલે એ દેવામાં ડૂબી ગયો હતો.

લક્ઝુરીયસ કાર અને કોલગર્લ પાછળ લાખો ડોલર વેડફ્યા
જ્યારે હંટરની મોટાભાગની બિઝનેસ ડીલ રદ્દ થઈ ગઈ હતી અને એના વિરૂદ્ધ ફેડરલ ઈન્વેસ્ટિગેશનની તપાસના આદેશ ચાલી રહ્યા હતા, ત્યારે હંટરે એક મેઈલમાં લખ્યું હતું કે મને જેલમાં મોકલી દેવામાં આવશે એનો ડર સતાવી રહ્યો છે. તેઓએ 2014માં પોર્શે અને ઓડી, 2018માં ફોર્ડ રેપ્ટર ટ્રેક અને 80 હજાર ડોલરની એક બોટ, એક રેન્જ રોવર, લેન્ડ રોવર, BMW અને શેવરોલે ટ્રક સહિત ઘણા લક્ઝુરીયસ વાહનોની ખરીદી કરી હતી. હંટરે લાખો ડોલર્સ સ્ટ્રીપર્સ અને કોલગર્લ ઊપર પણ ખર્ચ કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...