અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનની સુરક્ષામાં ગંભીર ચૂકનો એક મામલો જોવા મળ્યો. જેના પગલે અમેરિકી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનને શનિવારે ડેલવેરના રેહોબોથ બીચમાં એક સલામત ગૃહમાં લઈ જવામાં આવ્યા હતા, કારણ કે એક ખાનગી વિમાને દરિયા કિનારે આવેલા નાના શહેરમાં તેમના વેકેશન હોમની ઉપરની એરસ્પેસનું ઉલ્લંઘન કર્યું હતું.
નો ફ્લાય ઝોનમાં વિમાન દેખાતા જ લશ્કરી જેટ ઉડ્યા
ઘટના નજરે જોનારા લોકોએ રાત્રે 12:45 વાગ્યાની આસપાસ બાઈડેનના પડોશમાં એક નાનું સફેદ વિમાન ઊડતું જોયું, જે FAA એરસ્પેસ પ્રતિબંધોનું ઉલ્લંઘન હતું. ઘટનાની થોડી મિનિટો પછી, બે લશ્કરી વિમાનોએ શહેરની ઉપર ઉડાન ભરી.
આ ઘટના પછી રાષ્ટ્રપતિ બિડેનના કાફલાને તેમના નિવાસસ્થાનથી દૂર ફાયર સ્ટેશન પર લઈ જવામાં આવ્યો, જ્યાં રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલાને લઈ જતી એક SUV બિલ્ડિંગની અંદર ગઈ અને સિક્રેટ સર્વિસે વિસ્તાર ક્લીયર કરવાનું શરૂ કર્યું હતું.
વિમાન અને વિમાન ચાલક અંગે તપાસ શરૂ
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સંભવિત ખતરાનું મૂલ્યાંકન કર્યા બાદ રેહોબોથ એવન્યુ પરનો ટ્રાફિક 20 મિનિટથી વધુ સમય માટે બંધ કરવામાં આવ્યો હતો. બાઈડેન અને તેમના પત્નીને બાદમાં તેમના નિવાસસ્થાને લઈ જવામાં આવ્યા હતા. યુએસ સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થોની ગુગલીએલ્મીએ જણાવ્યું હતું કે ઘૂસી આવેલા વિમાનને તાત્કાલિક પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. આ વિમાન અને વિમાન ચાલક અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.