તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈન્ડિયન રેસ્ટોરાંને બાઇડનનું સમર્થન:US પ્રેસિડેન્ટે ઈન્ડિયન રેસ્ટોરાંના માલિકને કહ્યું- તમામ પ્રકારની મદદ કરવા માગું છું, રેસ્ટોરાંમાં પણ આવીશ

વોશિંગ્ટન10 દિવસ પહેલા

કોરોનાને લીધે સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પ્રતિકૂળ અસર થઈ છે. નાના કારોબારીઓને પણ ઘણું નુકસાન થયું છે. તાજેતરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને આવા જ એક નાના કારોબારી સાથે વાતચીત કરી અને તેમના બિઝનેસની સ્થિતિ અંગે જાણકારી મેળવી હતી. આ દરમિયાન તેમણે એટલાન્ટામાં એક ભારતીય રેસ્ટોરાં- 'નોન-સ્ટોપ'ના માલિક નીલ અને સમીર ઈદનાની સાથે વાતચીત કરી. બાઈડને કહ્યું કે જો તેઓ એટલાન્ટા આવશે તો તેમની રેસ્ટોરાંમાં આવવાનો પ્રયત્ન ચોકક્સપણે કરશે.

કારોબારીએ કહ્યું- કોરોનાથી કારોબાર ઠપ્પ થઈ ગયો
13 ફેબ્રુઆરીના રોજ વ્હાઈટ હાઉસ તરફથી એક વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. તેમા બાઈડને નીલ અને સમીર સાથે કોરોનાકાળની સમસ્યાઓ અંગે માહિતી મેળવતા દેખાયા છે. વાતચીતમાં નીલે જવાબ આપ્યો કે ગયા વર્ષની શરૂઆતથી મહામારીને લીધે 75 ટકા કારોબાર ઠપ્પ થઈ ગયો. પહેલા તેમણે રેસ્ટોરાંમાં 20-25 કર્મચારી હતા, હવે તે 15થી 20 કર્મચારી રહ્યા છે.

નીલ અને સમીર ભાઈ છે. તેમણે જાન્યુઆરી 2011માં ફૂડ ટ્રકથી નોન-સ્ટોપની શરૂઆત કરી હતી.
નીલ અને સમીર ભાઈ છે. તેમણે જાન્યુઆરી 2011માં ફૂડ ટ્રકથી નોન-સ્ટોપની શરૂઆત કરી હતી.

તમામને વેક્સિનેશનથી સ્થિતિ સુધરશે
બાઈડને વર્તમાન સ્થિતિની સૌથી મોટી જરૂરિયાત અંગે પૂછ્યું. આ અંગે નીલે કહ્યું કે વર્તમાન સમયમાં સૌથી મોટી જરૂરિયાત વેક્સિનેશન છે. વેક્સિન લગાવ્યા બાદ અગાઉની માફક તમામ લોકો બહાર નિકળી શકશે. ત્યારે જ નાના કારોબારીઓની સ્થિતિમાં સુધારો થશે.

બાઈડને રેસ્ક્યૂ પ્લાન અંગે જાહેરાત કરી
બાઈડને નીલ અને સમીર સાથે વાતચીતમાં નબળા પડી રહેલા અર્થતંત્રનો સામનો કરવા માટે રેસ્ક્યૂ પ્લાન પણ શેર કર્યો. તેમણે કહ્યું કે નાના કારોબારીઓ માટે 10 અબજ ડોલર (726 અબજ રૂપિયા)થી વધારેની આર્થિક મદદની યોજના તૈયાર કરવામાં આવી છે. બાઈડને કહ્યું કે વર્તમાન સમયમાં આપણે થોડા વધારે નહીં, પણ મહત્તમ રોકાણ કરવાનું રહેશે. અમે તમને તમામ પ્રકારની મદદ ઉપલબ્ધ કરાવશું, જેથી તમે કોરાના સામે લડવા સાથે પોતાના બિઝનેસને ફરીથી ઉભો કરી શકો.

10 વર્ષ જૂની છે નોન સ્ટોપ રેસ્ટોરન્ટ
જાન્યુઆરી,2011માં સમીર અને નીલે ફૂડ ટ્રેકથી નોન સ્ટોપની શરૂઆત કરી હતી. આશરે એક વર્ષ સુધી બન્ને ભાઈ પોતાના દ્વારા તૈયાર કરેલા ભોજન લોકોને ખવડાવી રહ્યા છે. સપ્ટેમ્બર,2012માં બન્નેએ પહેલી રેસ્ટોરાં એટલાન્ટામાં ખોલી હતી. ત્યારબાદ વર્ષ 2014માં બીજી રેસ્ટોરાં ખોલી હતી. આજે તેમની જ્યોર્જિયામાં 3 રેસ્ટોરાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો