• Gujarati News
  • International
  • US President Says Pakistan Has Nuclear Weapons Without Any Monitoring, India Questions US PAK Relationship

'PAK વિશ્વનો સૌથી જોખમી દેશ'-બાઇડન:કહ્યું- પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રોનો કોઈ ધણીધોરી નથી, ફાઇટર જેટ આપ્યા પછી USને બ્રહ્મજ્ઞાન લાદ્યું

2 મહિનો પહેલા

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડને પાકિસ્તાનને દુનિયાનો સૌથી ખતરનાક દેશ ગણાવ્યો છે. તેમણે કહ્યું હતું કે દુનિયાના ખતરનાક દેશોમાં લગભગ એક પાકિસ્તાન છે. તેની પાસે કોઈપણ દેખરેખ વિનાનાં પરમાણુ શસ્ત્રો છે. રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન પાસે 160 જેટલાં પરમાણુ શસ્ત્રો છે.

બાઈડન ચીન અને રશિયાને લઈને અમેરિકાની વિદેશનીતિ વિશે વાત કરી રહ્યા હતા. તેમણે એમ કહીને સમાપન કર્યું કે તેઓ પાકિસ્તાનને વિશ્વનો સૌથી ખતરનાક દેશ માને છે.

યુએસ પ્રમુખ જો બાઈડન લોસ એન્જલસમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રચારને સંબોધિત કરી રહ્યા છે.
યુએસ પ્રમુખ જો બાઈડન લોસ એન્જલસમાં ડેમોક્રેટિક પાર્ટીના પ્રચારને સંબોધિત કરી રહ્યા છે.

પાકિસ્તાનની મદદ કરે છે અમેરિકા
8 સપ્ટેમ્બરે અમેરિકાએ F-16 ફાઈટર જેટની જાળવણી માટે પાકિસ્તાનને 450 મિલિયન ડોલર એટલે કે 3,581 મિલિયનની મંજૂરી આપી હતી. છેલ્લાં ચાર વર્ષમાં ઈસ્લામાબાદને આપવામાં આવેલી આ સૌથી મોટી સુરક્ષા સહાય હતી. આમ છતાં પાકિસ્તાનને સૌથી ખતરનાક દેશ ગણાવતું બાઈડનનું નિવેદન સામે આવ્યું છે.

ભારતે US-પાકિસ્તાન સંબંધ પર સવાલ ઉઠાવ્યા
ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે અમેરિકા અને પાકિસ્તાન સંબંધ પર સવાલ ઉછાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ઈસ્લામાબાદના વોશિંગ્ટન સાથેના સંબંધ અમેરિકાના હિતમાં નથી.

જયશંકરે કહ્યું- અમેરિકા અને પાકિસ્તાનના સંબંધોથી ક્યારેય પાકિસ્તાન કે અમેરિકાને ફાયદો થયો નથી. હવે અમેરિકાને પાકિસ્તાન સાથે સંબંધો જાળવી રાખીને અમેરિકાને શું મળી રહ્યું છે એના પર ચિંતન કરવું જોઈએ. આવનારા સમયમાં બંને દેશ વચ્ચેના સંબંધો કેટલા મજબૂત અને ફાયદાકારક બની શકે છે એનો વિચાર કરવો જોઈએ.

પાકિસ્તાન પાસે ભારત કરતાં વધારે પરમાણુ હથિયારો છે
સ્વીડનની થિંક ટેન્ક સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (સિપરી રિપોર્ટ 2020)ના રિપોર્ટ અનુસાર, ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતાં વધુ પરમાણુ હથિયારો છે. હાલમાં ચીન પાસે 320 અને પાકિસ્તાન પાસે 160 પરમાણુ હથિયારો છે. ભારત પાસે 150 પરમાણુ હથિયાર છે.

રશિયા પાસે સૌથી વધુ પરમાણુ બોમ્બ છે

અત્યારે વિશ્વમાં સૌથી વધુ પરમાણુ હથિયારો રશિયા અને અમેરિકા પાસે છે. તેમની પાસે એવા પરમાણુ બોમ્બ પણ છે, જે આખા શહેરને તબાહ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...