તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • International
  • US President Says He Wanted To Overthrow Syrian President Three Years Ago, But Was Stopped Short By The Defense Minister

ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી:અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું- ત્રણ વર્ષ પહેલાં જ સિરિયાના રાષ્ટ્રપતિને ખતમ કરી દેવા માગતો હતો, રક્ષામંત્રીએ અટકાવી દીધો હતો

વોશિંગટન2 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફોટો સિરિયાની રાજધાની દમાકસનો છે, જેમાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ અને સિરિયાનો ઝંડો દેખાય છે.
  • સિરિયામાં રાષ્ટ્રપતિ બશર અલ-અસદની સરકાર છે, તેમને રશિયાનું સમર્થન છે
  • અમેરિકાએ અનેક વખત રશિયાને સિરિયામાં દખલ ન દેવાની ચેતવણી આપી છે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટો ખુલાસો કર્યો છે. આ ઘટસ્ફોટ સિરિયાના રાષ્ટ્રપતિ બશર અલ-અસદ વિશે છે. મંગળવારે ટ્રમ્પે કહ્યું હતું કે હું ત્રણ વર્ષ પહેલાં, એટલે કે 2017માં સિરિયાના લીડર બશર અલ-અસદને મારી નાખવા માગતો હતો. આ માટેનો પ્લાન પણ તૈયાર હતો, પરંતુ, જિમ મેટિસ (ત્યારના અમેરિકાના રક્ષામંત્રી)એ મને અસદને ન મારવા માટે અટકાવી દીધો હતો. મંગળવારે અમેરિકાની મધ્યસ્થી પછી ઇઝરાયેલે બહેરીન અને યુએઈ સાથે કૂટનીતિક સંબંધ સ્થાપવા માટેની સમજૂતી કરી હતી. ટ્રમ્પે જેને પોતાની મોટી સફળતા ગણાવી છે.

ટ્રમ્પે ફોક્સ ટીવીના મોર્નિંગ શોમાં આ વાત જણાવી હતી, સાથે જ એમ પણ કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે સપ્તાહમાં આ પ્રકારનો ઇન્ટરવ્યુ એક વખત તો થવો જ જોઈએ. જોકે પ્રોગ્રામના કો-હોસ્ટ ડુસીએ આ બાબતે કહ્યું હતું કે અમે દર સપ્તાહે પ્રોગ્રામ કરવાનું વચન તો નથી આપી શકતા. જો બાઈડન પણ અમને પોતાની 47 મિનિટ આ પ્રોગ્રામ માટે આપવા માટે તૈયાર હશે તો અમે તેમનું પણ સ્વાગત કરીએ છીએ.

ટ્રમ્પના નિવેદનમાં વિરોધાભાસ
અસદ મામલે ટ્રમ્પે મંગળવારે જે પણ કહ્યું એનો તેમની જૂની કહેલી વાતો સાથે મેળ ખાતો નથી. ખરેખર, ટ્રમ્પે આ પહેલાં કહ્યું હતું- હું ક્યારેય સિરિયન નેતા (ટ્રમ્પ અસદને રાષ્ટ્રપતિ કહેતા નથી)ની પાછળ પડ્યો ન હતો. અસદ પર સિરિયાના હજારો નિર્દોષ લોકોની હત્યા કરવાનો આરોપ છે. 2018માં ન્યૂયોર્ક ટાઈમ્સના સિનિયર જર્નલિસ્ટ બોબ વૂડવર્ડના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. પુસ્તકનું નામ હતું, ફિયર એટલે ડર. પુસ્તક પ્રમાણે, ટ્રમ્પને મેટિસને અસદની હત્યા કરવા માટેનો આદેશ આપ્યો હતો. જોકે પછીથી તેઓ ફરી ગયા હતા અને કહ્યું મેં આવું ક્યારેય વિચાર્યું જ નથી અને આ પ્રકારની વાતોને પુસ્તકમાં લખવી ન જોઈએ.

મેટિસે 2018ના અંતમાં રાજીનામું આપી દીધું હતું. અનેક વખત ટ્રમ્પની નિંદા થઈ, પણ મંગળવારે અસદ બાબતે ટ્રમ્પે જે ખુલાસો કર્યો એના પર મેટિસે પણ મૌન ધારણ કર્યું હતું.

બોરિંગ છે પુસ્તક
ટ્રમ્પ સોમવારે કેલિફોર્નિયામાં હતા. પરત ફરતા સમયે 480 પેજવાળા આ પુસ્તકને એરક્રાસ્ટમાં જ વાંચ્યું, પછી કહ્યું, સાચી વાત તો એ છે કે મેં પુસ્તકને સોમવારે રાત્રે જ બહુ જ જલદીમાં વાંચ્યું. આ ખૂબ જ બોરિંગ છે. આ પુસ્તક 18 ઇન્ટરવ્યુના કેટલાક ભાગ પર આધારિત છે.

ટ્રમ્પે શું કહ્યું
ટ્રમ્પે શોમાં કહ્યું, હું અસદને બહાર કાઢી નાખવા માગતો હતો. આ માટેની સમગ્ર તૈયારી કરી લીધી હતી. હું મારી નાખવા માગતો હતો. 2017માં આ માટેનો સમગ્ર ઓપરેશન પ્લાન ઘડવામાં આવ્યો હતો, પણ, મેટિસ આ માટે તૈયાર ન હતા. પછીથી મેં તેને પણ દૂર કરી દીધા હતા.

મેટિસથી અંતર
ટ્રમ્પની નારાજગી પ્રથમ વખત સામે આવી નથી. બે વર્ષ પહેલાં પણ તેમણે આ અમેરિકાના જનરલના વલણ પર નારાજગી વ્યક્ત કરી હતી. ખાસ વાત એ છે કે ટ્રમ્પ જ મેટિસને પેન્ટાગોનમાં લઈને આવ્યા હતા, પણ સિરિયા અને બીજા કેટલાક મુદ્દાઓ પર ટ્રમ્પ મેટિસમાં સહમતી ન હતી. જોકે અમેરિકાના રાષ્ટ્રપતિએ એક વખત મેટિસને મહાન જનરલ પણ કહ્યા હતા. જોકે બંને ફક્ત લગભગ એક વર્ષ માટે સાથે કામ કરી શક્યા. મેટિસે 2018ના અંતમાં રાજીનામું આપી દીધું હતું.

અમેરિકાના કમાન્ડો તૈયાર હતા
સિરિયાના લીડર અસદ પર આરોપ હતો કે તેમણે એપ્રિલ 2017માં નાગરિકો પર કેમિકલ હુમલો કરાવ્યો હતો, જેના કેટલાક ફોટો પણ સામે આવ્યા હતા. કેમિકલ હુમલાની ક્યારેય પુષ્ટિ કરવામાં આવી ન હતી, પણ, ટ્રમ્પે કહ્યું હતું કે અસદે આની કિંમત ચૂકવવી પડશે. રિપોર્ટ મુજબ, ટ્રમ્પે 2017ના અંતમાં અમેરિકન સેના અને કમાન્ડોને આદેશ આપ્યો હતો કે અસદને મારી નાખો, પણ મેટિસના કારણે આ શક્ય બન્યું નહીં. ટ્રમ્પે કહ્યું, અસદ બિલકુલ સારી વ્યક્તિ નથી.

અસદને લઈને ટ્રમ્પ આટલા કડક કેમ છે
ઘણા કારણ છે. પરંતુ, ટૂંકમાં, બે કે ત્રણ વસ્તુઓ જાણવી મહત્વપૂર્ણ છે. યુનાઇટેડ સ્ટેટ્સને ડર છે કે સીરિયા અને ઇરાન મળીને તેમના માટે મધ્ય પૂર્વ અને આરબ વિશ્વમાં મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. દાયકાઓથી સાઉદી અરેબિયા પર અમેરિકાનું વર્ચસ્વ છે. અહીં સુન્ની મુસ્લિમોનો દેશ છે. જ્યારે, ઈરાન અને સીરિયામાં વધુ શિયા છે. ટ્રમ્પનું માનવું છે કે ઈરાન-સીરિયા સાઉદી સામે ખતરો ઉભો કરી શકે છે. ઇઝરાઇલ સાથે પણ આવું જ છે. એક કારણ અહીં રશિયાએ અસદને ટેકો આપ્યો છે. ટ્રમ્પ પણ આથી નારાજ છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય આર્થિક પક્ષ પહેલાંથી વધારે સક્ષમ અને સુદૃઢ સ્થિતિમાં રહેશે. થોડાં સમયથી ચાલી રહેલી ચિંતાઓથી રાહત મળશે. પરિવારના લોકોની દરેક નાની-મોટી જરૂરિયાતો પૂર્ણ કરવામાં તમને આનંદ મળશે. નેગેટિવ...

વધુ વાંચો