તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

કોરોનાને અટકાવવા અંગે ટ્રમ્પ પર સવાલ:ચૂંટણી પહેલા પ્લાઝ્મા થેરેપીને મંજૂરી આપવા માટે અમેરિકન રાષ્ટ્રપતિએ દબાણ કર્યુ, હવે વેક્સીન અંગે અધિકારીઓએ ચિંતા વ્યક્ત કરી

વોશિંગ્ટન6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાષ્ટ્રપતિએ કહ્યું હતું કે, ફુડ એન્ડ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ તરફથી પ્લાઝ્મા થેરેપીને મંજૂરી મળી
  • તેમણે કહ્યું હતું કે, હવે મોટા પાયે પ્લાઝ્મા થેરેપીનો ઉપયોગ કરી શકાશે.

આ ઓગસ્ટનો ત્રીજો સપ્તાહ હતો. રિપબ્લિકન કન્વેન્શનમાં થોડાક જ દિવસ બાકી હતા. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ અંગે ઉતાવળા હતા. સાથે જ વ્હાઈટ હાઉસના અધિકારી એ અંગે ચિંતિત હતા કે કેવી રીતે કોરોના મહામારી સામે લડવા માટે દેશે બીજુ પગલું ભરી લીધું છે તે બતાવવામાં આવે.

તેના માટે બ્લડ પ્લાઝ્મા એટલે કે સાજા થયેલા દર્દીઓના લોહીથી બિમાર દર્દીઓની સારવાર કરવાની મંજૂરી આપવાની હતી. લગભગ બે સપ્તાહથી ઈમરજન્સીમાં તેના ઉપયોગની મંજૂરી અટકી ગઈ હતી. નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થે તેના બિનસરકારી હોવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

તેના માટે 19 ઓગસ્ટે ટ્રમ્પે NIHના ડાયરેક્ટર ડો. ફ્રાન્સિસ કોલિન્સને ફોન કર્યો. તેમને એક નાનકડો મેસેજ આપ્યો કે આ કામને શુક્રવાર સુધી પુરુ કરાવવામાં આવે. જે શુક્રવાર સુધી ન થઈ શક્યું. રવિવાર સુધી ફુડ એન્ડ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના રેગ્યુલેટર NIHની શંકાઓને દુર કરવા માટે છેલ્લી ઘડીએ કરવામાં આવતો ડેટા રિવ્યૂ પુરો કરી શક્યા ન હતા.

શું હતું વ્હાઈટ હાઉસનું પ્રેશર કેમ્પેઈન?
પરંતુ કન્વેન્શનના અવસરે રાષ્ટ્રપતિએ FDA તરફથી પ્લાઝ્મા થેરેપીને મંજૂરી મળવાની જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યું કે, આનો હવે મોટા પાયે ઉપયોગ કરી શકાશે. આનાથી મોત 35% ઘટી જશે. ટ્રમ્પે કોલિન્સને કરેલો ફોન વ્હાઈટ હાઉસનું એક પ્રેશર કેમ્પેઈન હતું. જે દેશની સરકારી હેલ્થ એજન્સીઓ પર પોતાની મરજી ચલાવવા માટે કરવામાં આવ્યો હતો.

વૈજ્ઞાનિકોને વેક્સિન તૈયાર કરવા માટે દબાણ થવાનો ભય
પ્લાઝ્મા થેરેપીને મંજૂરી આપીને વ્હાઈટ હાઉસ બતાવવા માંગતુ હતું કે, જે મહામારીએ દેશમાં 1 લાખ 92 હજાર લોકોના જીવ લીધા છે, તેની સામે લડવામાં પ્રગતિ થઈ છે. આ એક એવી ક્ષણ હતી, જેના પછી અમેરિકન વૈજ્ઞાનિક અને સરકારી સ્વાસ્થ્ય વિભાગ સાથે જોડાયેલા રેગ્યુલેટરોને લાગવા લાગ્યું કે, ટ્રમ્પ ચૂંટણી પહેલા વેક્સિન લાવવા માટે પણ આવું જ દબાણ કરી શકે છે.તે વેક્સિનના બિનસરકારી હોવા અને તેના સુરિક્ષત હોવાની કસોટીઓ પર સાચા સાબિત થયા વગર જ મંજૂરી આપવા માટે કહી શકે છે.

પ્લાઝ્મા થેરેપીને મંજૂરી આપવા વાળી રાતે શું થયું હતું
પ્લાઝ્મા થેરેપીને મંજૂરી આપવાની જાહેરાત કરવાની રાતે કોલિન્સને વ્હાઈટ હાઉસ આવવા માટે કહેવાયું હતું. તેમને એક કોરોના વાઈરસ ટેસ્ટ આપવામાં આવ્યો અને રૂજવેલ્ટ રૂમમાં આવવા માટે કહી દીધું. આ રૂમમાં ટ્રમ્પ અને અન્ય વ્હાઈટ હાઉસ ઓફિશિયલ્સ પહેલાથી હાજર હતા.

આ લોકોએ બ્રીફિંગ રૂમમાં પત્રકારો સાથે વાત કરી. આ બધાની વચ્ચે ડો. કોલિન્સ અને ડો. પીટર માર્ક્સ લાચાર બનીને બધુ જોતા રહ્યા. ડો. પીટર FDAના એ ટોપ રેગ્યુલેટરમાંથી એક છે, જેમની પર વેક્સિનને મંજૂરી આપવાની પ્રોસેસ અને તેમાં કોઈ પણ પ્રકારની દખલગીરી ન થવા દેવાની જવાબદારી છે.

વ્હાઈટ હાઉસે પ્લાઝ્માથી સારવારને અતિશયોક્તિથી રજુ કરી
વ્હાઈટ હાઉસના અધિકારીઓએ પ્લાઝ્માથી બિનસરકારી સારવાર થવાની વાતને અતિશયોક્તિથી રજુ કરી. ત્યારપછીથી જ આ થેરેપી અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ, જે બીજા દિવસ સુધી ચાલી હતી. જાહેરાત પછી કોલિન્સ વ્હાઈટ હાઉસમાંથી નીકળી ગયા.

પરંતુ પ્લાઝ્માને મંજૂરી આપનારા માર્કને ઓવલ ઓફિસ સુધી લઈ જવાયા. તેમને ટ્રમ્પ અને અન્ય ઘણા વરિષ્ઠ સહયોગીઓ સાથે મુલાકાત કરાવવા માટે લઈ જવાયા હતા. ટ્રમ્પ ત્યાં અન્ય બીજા લોકો સાથે કપ કેક અને વ્હાઈટ આઈસિંગ સાથે ઉજવણી કરી રહ્યા હતા.

NIHના ડાયરેક્ટરની ઉજવણી કરતા ટ્રમ્પ સાથે મુલાકાત કરાવાઈ
માર્કે મંજૂરી મળ્યાના એક દિવસ પછી એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તે રાષ્ટ્રપતિ તરફથી તેમને પ્લાઝ્માને મંજૂરી આપવા માટે ધન્યવાદ મળવાથી થોડા હેરાન છે. જો કે, તેમણે કહ્યું હતું કે, ટ્રમ્પ સાથે તેમની મુલાકાત ઘણા ઓછા સમય સુધી થઈ હતી. આટલા ઓછા સમયની મુલાકાતનો કોઈ અર્થ ન હતો.

ઘણા સ્વાસ્થ્ય અધિકારીઓએ આ વાત સાંભળી તો તેમણે કહ્યું કે, હવે તેમને એ વાતની બીક લાગે છે કે રાજકારણ અને વિજ્ઞાનને જોડતી કડી નબળી પડી ગઈ છે. હવે બધુ એવા સમયે થયું છે, જ્યારે જનતા પહેલાથી જ આ વાત અંગે ચિંતિત છે કે વેક્સિન અને સારવારની આકારણીમાં રાજકીય દબાણ કરવામાં આવી રહ્યું છે.​​​​​​​

વેક્સિન અંગે બે બાજુ અથડામણ જોવા મળી રહી છે
ચૂંટણીમાં માત્ર સાત સપ્તાહનો સમય બાકી છે. એવામાં અમેરિકામાં વેક્સિન અને સારવાર અંગે બે બાજુ ઘર્ષણ જોવા મળી રહ્યું છે. જેમાંથી એક એવા વૈજ્ઞાનિકો અને ડોક્ટર્સ છે જે રિસર્ચ, ડેટા અને બિમારીના રિવ્યૂના આધાર પર કામ કર છે.

તો બીજા એવા રાષ્ટ્રપતિ છે જેમના મનમાં વિજ્ઞાન માટે સન્માન જ નથી. તે કોરોના વાઈરસને અટકાવવા માટે તેમની રાજકીય નિષ્ફળતાથી ઘાયલ થયા છે. તે એવું દેખાડવાનો પ્રયાસ કરી રહ્યા છે કે તે અમેરિકાના લોકોને કોરોના વેક્સિન અને દવા ઝડપથી આપવા માટે મક્કમ છે.​​​​​​​

વેક્સિનને મંજૂરી અપાવવી કઠિન હોઈ શકે છે
સરકારી વૈજ્ઞાનિક અને ફાર્માસ્યૂટિકલ કંપનીઓએ રાજકીય લાભ માટે લોકોની સુરક્ષા સાથે સમજૂતી થતી અટકાવવા માટે પગલા ભરવાના શરૂ કરી દીધા છે. તે સાર્વજનિક રીતે કહી રહ્યા છે કે કોરોના મહામારી સામે લડવા માટે વિજ્ઞાન સાથે જોડાયેલા નિર્ણય લેવામાં ઈમાનદાર રહેશે.

FDA કમિશનર ડો. સ્ટીફન હેને કહ્યું કે, બહારના એક્સપર્ટની એડવાઈઝરી કમિટિ દ્વારા વેક્સિનને મંજૂરી આપવામાં આવશે. આનાથી આ પ્રક્રિયા પહેલા કરતા વધુ મજબૂત બનશે. વેક્સિનનો ઈમરજન્સીમાં ઉપયોગ કરવાના સ્ટાન્ડર્ડ્સ માટે નવી ગાઈડલાઈન્સ પણ લાવવામાં આવી શકે છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- લાભદાયક સમય છે. કોઇપણ કાર્ય તથા મહેનતનું સંપૂર્ણ ફળ મળશે. ફોન કોલ દ્વારા કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળવાની સંભાવના છે. માર્કેટિંગ અને મીડિયાને લગતાં કાર્યો ઉપર ધ્યાન આપો. નેગેટિવઃ- કોઇપણ પ્રક...

વધુ વાંચો