યુક્રેન જઈ શકે છે બાઇડન:યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીને મળવા કિવ પહોંચશે US પ્રેસિડન્ટ, કમલા હેરિસ અને વિદેશમંત્રી પણ સાથે જાય એવી શક્યતા

એક મહિનો પહેલા

રશિયા-યુક્રેન વચ્ચે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડન ટૂંક સમયમાં જ કિવ જાય એવી શક્યતા છે. હકીકતમાં યુક્રેનને સમર્થન આપવા વ્હાઈટ હાઉસ તરફથી એક હાઇ લેવલ ડેલિગેશન કિવ જવાનું છે. ત્યાર પછી બાઈડન અથવા કમલા હેરિસ યુક્રેન જાય એવી પણ શક્યતાઓ રજૂ કરવામાં આવી છે. બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસને 9 એપ્રિલે ત્યાંની મુલાકાત લીધી હતી.

ઝેલેન્સ્કીની સાથે મુલાકાતની શક્યતા
આ મુલાકાત દરમિયાન અમેરિકા પોતાને યુદ્ધમાં યુક્રેનની સાથે દેખાડવા માગે છે. આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે તેઓ વાતચીત કરે એવી પણ શક્યતા છે. રિપોર્ટ્સ પ્રમાણે જો બાઈડન અને કમલા હેરિસ સિવાય અમેરિકન વિદેશમંત્રી એન્ટી બ્લિંકન અને રક્ષા-સચિવ લોયડ ઓસ્ટિન પણ કિવ જાય એવી શક્યતા છે. જોકે આ વિશે હજી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી.

9 એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન કિવ ગયા હતા. યુદ્ધ વચ્ચે યુક્રેનમાં સ્થિતિ જોવા રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે કિવના રસ્તાઓ પર ફર્યા હતા.
9 એપ્રિલે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન કિવ ગયા હતા. યુદ્ધ વચ્ચે યુક્રેનમાં સ્થિતિ જોવા રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી સાથે કિવના રસ્તાઓ પર ફર્યા હતા.

આ પહેલાં એપ્રિલ મહિનામાં બ્રિટન, યુરોપિયન યુનિયન, ઓસ્ટ્રિયા, પોલેન્ડના રાષ્ટ્રપ્રમુખ પણ યુક્રેનની મુલાકાત લઈ ચૂક્યા છે.

યુક્રેનને સતત મદદ કરી રહ્યું છે અમેરિકા
યુદ્ધ દરમિયાન અમેરિકા સતત યુક્રેનને મદદ કરી રહ્યું છે. તાજેતરમાં જ અમેરિકાએ યુક્રેનને 800 મિલિયન ડોલરની મદદની જાહેરાત કરી છે. આમ અત્યારસુધી અમેરિકાએ યુક્રેનની કુલ 3 બિલિયન ડોલરથી વધારે મદદ કરી દીધી છે.

રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન પોલેન્ડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોલેન્ડમાં નાટો સાથે હાજર અમેરિકન સૈનિકો સાથે મુલાકાત કરી હતી
રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડન પોલેન્ડ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પોલેન્ડમાં નાટો સાથે હાજર અમેરિકન સૈનિકો સાથે મુલાકાત કરી હતી

યુદ્ધ શરૂ થયા પછી પોલેન્ડ જઈ ચૂક્યા છે બાઈડન
જો બાઈડન આ પહેલાં જાન્યુઆરી 2017માં વાઈસ-પ્રેસિડન્ટ તરીકે યુક્રેનની મુલાકાતે ગયા હતા. રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી રાષ્ટ્રપતિ બાઈડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પોલેન્ડની મુલાકાતે પહોંચ્યાં હતાં. ત્યાં તેમણે યુક્રેન તરફથી યુદ્ધ કરતા અમેરિકાના સૈનિકો સાથે મુલાકાત કરી હતી. જોકે તેઓ કિવની મુલાકાત પ્રથમ વખત કરવાનાં છે.

અન્ય સમાચારો પણ છે...