બાઇડને ટ્રમ્પને ડેમોક્રેસી માટે ખતરો ગણાવ્યો:US પ્રેસિડન્ટે કહ્યું- ટ્રમ્પ લોકશાહીના દુશ્મન છે, લોકોના અધિકારને છીનવવા માગે છે

વોશિંગ્ટનએક મહિનો પહેલા

અમેરિકામાં 8 નવેમ્બરે થનારા મિડટર્મ ઈલેક્શન પહેલાં રાષ્ટ્રપતિ જો બાઈડને ડોનાલ્ડ ટ્રમ્પ પર શાબ્દિક પ્રહારો કર્યા છે. બાઈડને કહ્યું હતું કે ટ્રમ્પ અને તેની રિપબ્લિકન પાર્ટી દેશ માટે ખતરો છે.

તેમણે કહ્યું હતું કે ટ્રમ્પ અને તેમના સમર્થક અમેરિકાની ડેમોક્રેસીના દુશ્મન છે. તેમના રાજમાં દેશમાં લોકશાહીની ગેરન્ટી નથી. તેઓ દેશને પાછળ લઈ જવા માગે છે. તેઓ એક એવું અમેરિકા બનાવવા માગે છે, જ્યાં લોકોની પાસે ન તો પ્રાઈવસીનો અધિકાર હશે, ન કોઈ અન્ય પ્રકારનો કોઈ અધિકાર હશે.

રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું- આપણા દેશમાં આજે ઘણુંબધું થઈ રહ્યું છે, જે સામાન્ય નથી.
રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું- આપણા દેશમાં આજે ઘણુંબધું થઈ રહ્યું છે, જે સામાન્ય નથી.

ઈક્વિલિટી પર હુમલો થઈ રહ્યો છે
ફિલાડેલ્ફિયાના પેન્સિલવેનિયામાં એક સ્પીચ દરમિયાન જો બાઈડને કહ્યું હતું કે લાંબા સમયથી અમે પોતાને આશ્વાસન આપ્યું છે કે અમેરિકામાં લોકશાહીની ગેરન્ટી છે, જોકે હવે એવું નથી. તેમણે ટ્રમ્પની મેક અમેરિકા ગ્રેટ અગેઇન વિચારધારોનો સપોર્ટ કરનારની પણ નિંદા કરી. તેમણે કહ્યું હતું- સમાનતા અને લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આપણે અવાજ ઉઠાવવો પડશે. લોકશાહીને બચાવવી પડશે.

રાજકીય હિંસાની નિંદા કરી
તેમણે વધુમાં જણાવ્યું હતું કે અમેરિકામાં પોલિટિકલ વાયોલન્સને સ્થાન નથી. તેમનો ઈશારો ગત વર્ષે થયેલી હિંસા તરફ હતો. અમેરિકામાં 6 જાન્યુઆરી 2021ના રોજ કેપિટલ હિલ પર પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હુમલો કર્યો હતો. તેઓ ટ્રમ્પની હારથી નારાજ હતા. તેને રાષ્ટ્રપતિ ચૂંટણીનાં પરિણામોને પલટાવવાની કોશિશ ગણવામાં આવી હતી.

મિડ ટર્મ ઈલેક્શનની પ્રાઈમરીમાં બાઈડન પાછળ
નવેમ્બરમાં થનારી ચૂંટણીની પ્રાઈમરી મેમાં થઈ હતી. અમેરિકાની ચૂંટણીમાં પ્રાઈમરી દરમિયાન બંને પ્રમુખ પાર્ટીઓના ઉમેદવાર લોકોની વચ્ચે જાય છે અને લોકપ્રિયતાના આધાર પર ફરી પોતાની પાર્ટીમાં ઉમેદવાર મેળવે છે. સર્વેમાં રાષ્ટ્રપતિ જો બાઈડનની ડેમોક્રેટિક પાર્ટી, પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીથી પાછળ રહી છે.

સર્વેમાં અલગ-અલગ મુદ્દાઓ પર ડેમોક્રેટિક પાર્ટીને 44 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. જ્યારે રિપબ્લિકન પાર્ટીને 47 ટકા લોકોનું સમર્થન મળ્યું છે. લોકોની ડેમોક્રેટિક પાર્ટી પ્રત્યે સૌથી વધુ વધતી નારાજગી મોંઘવારી છે. 41 ટકા લોકોનું કહેવું છે કે વધતી મોંઘવારી પર કાબૂ મેળવવા માટે રિપબ્લિકન પાર્ટી વધુ સારી સાબિત થશે.

અન્ય સમાચારો પણ છે...