• Home
  • International
  • Speaking on the question of media I have never been against wearing a mask, it should be worn at the right time and place

ટ્રમ્પ પ્રથમ વખત માસ્કમાં જોવા મળ્યા / મીડિયાના સવાલ પર બોલ્યા- હું ક્યારેય માસ્ક પહેરવાનો વિરોધી ન હતો, તેને યોગ્ય સમય અને જગ્યાએ પહેરવો જોઈએ

X

  • ટ્રમ્પ વોલ્ટર રીડ મિલિટ્રી હોસ્પિટલમાં ઘાયલ જવાનોને મળવા ગયા હતા
  • માસ્ક પર પ્રેસિડેન્સિયલ સીલ લાગેલું હતું, આ પહેલા ટ્રમ્પ ક્યારેય માસ્કમાં જોવા મળ્યા નથી

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 02:47 PM IST

વોશિંગ્ટન.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શનિવારે પ્રથમ વખત જાહેરમાં માસ્ક પહેરેલા જોવા મળ્યા છે. તેઓ રીડ મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા ઘાયલ જોવાનોને મળવા ગયા હતા. તેમણે કાળો માસ્ક પહેર્યો હતો અને તેની પર પ્રેસિડેન્શિયલ સીલ લાગેલું હતું. મીડિયાએ તેમને માસ્ક પહેવરવા અંગે સવાલ કર્યો તો તેમણે કહ્યું કે હું ક્યારેય માસ્ક પહેરવાની વાતનો વિરોધી ન હતો. તેમણે આ મુદ્દે કહ્યું કે માસ્કને પહેરવાનો ચોક્કસ સમય અને જગ્યા હોય છે.

ટ્રમ્પે વધુમાં કહ્યું કે તમને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે મારી પાસે હમેશાં એક માસ્ક હોય જ છે. મારું માનવું છે કે જ્યારે તમે હોસ્પિટલમાં જાવા છો અને ખાસ કરીને જ્યારે કોઈ સૈનિક સાથે તમારે વાત કરવાની હોય છે, જેનું તાજેતરમાં જ ઓપરેશન કરવામાં આવ્યું હોય તો આવા સંજોગોમાં માસ્ક પહેરવું સારું છે.

ટ્રમ્પ પર દબાણ વધ્યું
સીએનએનના રિપોર્ટ મુજબ વ્હાઈટ હાઉસના સહયોગીઓ અને રાજકીય સલાહકારોના અભિયાનના કારણે ટ્રમ્પે માસ્ક પહેરવાનો નિર્ણય કર્યો છે. ટ્રમ્પની સાથેના બીજા સ્ટાફે પણ કાળા માસ્ક પહેર્યા હતા.

વ્હાઈટહાઉસમાં પણ મળ્યા છે કોરોના પોઝિટિવ કેસ
અમેરિકામાં કોરોના સંક્રમણ રોકવા માટે સરકાર લોકોને જાહેર જગ્યાઓ પર માસ્ક પહેરવાની સલાહ આપી રહી છે. તેનાથી વિરુદ્ધ ટ્રમ્પ આ વાતને ગણકારતા નથી. તેઓ કોઈ પણ રેલી, બ્રિફિંગ કે બીજી જગ્યાઓ પર માસ્ક સાથે જોવા મળતા નથી. વ્હાઈટહાઉસના સ્ટાફના પણ કેટલાક લોકો કોરોના પોઝિટિવ છે, છતાં ટ્રમ્પ માસ્ક પહેર્યો ન હતો.

અમેરિકા કોરોનાવાઈરસ સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત
અમેરિકા કોરોનાવાઈરસથી સૌથી વધુ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધીમાં 33.55 લાખથી વધુ મામલાઓ પ્રકાશમાં આવ્યા છે. શનિવારે 61 હજાર 719 કેસ પ્રકશમાં આવ્યા છે. તેમાંથી 1.37 લાખ લોકોના મોત થયા છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી